બેંગલુરુ ના બેન્જામિન અને આઈવી એ IT ની નોકરી છોડીને એક મજેદાર શરૂઆત કરી છે. જેમાં તેમનું કામ છે માત્ર ફરવું અને ફિલ્મો જોવી. આ બંને ફેસબુક,નેટફ્લિક્સ,વાયકોમ 18, કલર્સ,એક્સલ એન્ટરટેઇનમેન્ટ જેવી કંપનીઓને ફિલ્મ, વિજ્ઞાપન અને વેબ સિરીઝ બનાવવા માટે લોકેશન શોધવાનું કામ કરે છે.
2017 માં પુણેની યરવડા જેલ તે સમયે ખૂબ ચર્ચામાં આવી હતી જ્યારે અભિનેતા ફરહાન અખ્તર દ્વારા તેની ફિલ્મ ‘લખનઉ સેન્ટ્રલ’ નું એક ગીત જેલની અંદર 4000 કેદીઓ ની હાજરીમાં શરૂ કર્યું હતું. દેશમાં ઉચ્ચ સુરક્ષા સાથે જેલમાં ફિલ્મ સંબંધિત કોઈપણ પ્રવૃત્તિ ની મંજૂરી મળવાની સંભાવના કદાચ આ પહેલી વાર થઈ હશે .
યરવડા જેલમાં હાઈ પ્રોફાઇલ ગુનેગાર રાખવામાં આવે છે આ તે જ જેલ છે જ્યાં 26/11 ના આતંકી અજમલ કસાબને ફાંસી આપવામાં આવી હતી. દેશની આ મોટી જેલ માં જ્યાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત હોય ત્યાં કોઈ ફિલ્મના મ્યુઝિક વીડિયો શરૂ કરવો અને તેના માટે પરવાનગી મેળવવી ખરેખર મુશ્કેલ કાર્ય હતું. બેન્જામિન અને આઇવિ, બેંગ્લુરુ સ્થિત સ્ટાર્ટઅપ Filmapia ના સ્થાપક, અને તેમની ટીમે આ મુશ્કેલ કાર્ય સરળ બનાવ્યું.
Filmapia મૂવીઝ, વિજ્ઞાપન અને વેબ સિરીઝ ના શૂટિંગ માટે યોગ્ય સ્થાન શોધવાનું કામ કરે છે. લખનૌ સેન્ટ્રલ ના મ્યુઝિક લોન્ચિંગના લગભગ ત્રણ મહિના પહેલા, ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મમેપિયાનો સંપર્ક કર્યો હતો. જેલમા મ્યુઝિક લોન્ચ માટેની પરવાનગી મેળવવા માટે Filmapia ટીમે ખૂબ જ મહેનત કરી અને અંતે પરવાનગી મળી ગઈ.
આ અત્યંત મુશ્કેલ કાર્ય ને શક્ય બનાવ્યા પછી, બેન્જામિન અને આઇવિ ને ખાતરી છે કે તેઓએ તેમની આઇટી નોકરી છોડીને અને આ સ્ટાર્ટઅપ શરૂ કરીને કોઈ પણ ખોટું કાર્ય કર્યું નથી.ત્યારબાદ તે લોકોને વધુ કામ મળવાનું શરૂ થયું.
કોઈપણ સામાન્ય મૂવી જોવાના શોખીન બેન્જામિન અને આઇવિ નવી મુવી જોવા અને તેના વિશે ચર્ચા કરવાનું પસંદ કરતા હતા. પરંતુ અન્ય લોકોથી વિપરીત, તેણે એક પગલું આગળ વધાર્યું અને Filmapia શરૂ કરી અને તેમના મનપસંદ કાર્ય ને જ તેમનો કમાવવાનો એકમાત્ર સ્રોત બનાવ્યો.
જ્યારે તેમણે શરૂઆત કરી, ત્યારે તે લોકોને મનોરંજન ઉદ્યોગનો કોઈ જ અનુભવ ન હતો અને કોઈનો સંપર્ક પણ ન હતો. આ હોવા છતાં, તેમણે અત્યાર સુધીમાં 170 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. તથા તેની ક્લાયંટ સૂચિમાં ફિલ્મ બનાવવાના વિદ્યાર્થીઓથી લઈને ફેસબુક, નેટફ્લિક્સ, વાયાકોમ 18, કલર્સ, એક્સેલ એન્ટરટેનમેન્ટ સુધીના 100 નામ સામેલ છે.
આઇવી કહે છે કે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરવાનો તેનો અનુભવ વ્યર્થ ગયો નથી. તે કહે છે, “અમે લગભગ બે દાયકાથી કોર્પોરેટ જગતમાં કામ કર્યું છે, જેના કારણે અમે બંને ઘણા લોકોને ઓળખીએ છીએ અને અમારું નેટવર્ક પણ મજબૂત છે. અમારા આ નેટવર્ક ને કારણે, અમને રિસોર્ટ્સ, વિવિધ સંસ્થાઓ અને ખાનગી મિલકત માં શૂટ કરવાની પરવાનગી મેળવવું સરળ બની જાય છે. તથા પરવાનગી લેતી વખતે અમે તે જગ્યા ના માલિકોની સમસ્યાઓનું ધ્યાન રાખીએ છીએ. ”
Filmapia ના સ્થાપકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે તે સિને-પ્રેમીઓ હોવાથી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવા થી લઈને તેના માટે સુંદર સ્થાનો શોધવા માટે ભારત સહિત વિશ્વભરમાં મુસાફરી દરમિયાન તેમની યાત્રા કેવી રહી.
એક નવી નવી શરૂઆત
બેન્જામિન માયાનગરી મુંબઈમાં રહે છે. આઇવિ બેંગ્લોરનો છે જે એક આઈટી હબ છે.બેન્જામિન તેની આઈટી નોકરી માટે બેંગ્લોર ગયો હોવાથી, આ દંપતીએ બેંગાલુરૂમાં જ રહેવાનું નક્કી કર્યું. આ દંપતીને નાનપણથી જ હિન્દીની સાથે સાથે વિવિધ ભાષામાં પણ મૂવી જોવાનો શોખ હતો. બેન્જામિન કહે છે, “તે સમયે મનોરંજન ના ખુબ ઓછા વિકલ્પ હતા, તેથી અમે દરરોજ મૂવીઝ જોતા હતા. લગ્ન પછી પણ અમે સાથે મળીને જુદા જુદા દેશોની મૂવી જોતા. અમે મૂવીઝમાં જોવા મળતા સુંદર લોકેશન શોધી કાઢતા, અને તે સીન ક્યાં શૂટ કર્યું. ટૂંક સમયમાં અમે આ માહિતી લોકોને બ્લોગ દ્વારા ફેલાવવાનું શરૂ કર્યું. મૂવીના સુંદર શૂટિંગ સ્થળ અથવા મૂવીઝમાં પ્રખ્યાત હોટલ અને સ્થાનો વિશે નજીકની માહિતી મેળવવા માટે આ તમામ સ્થળોની મુલાકાત લેવાનું શરૂ કર્યું.
રામનગરનો ખડકાળ પ્રદેશ જ્યાં ફિલ્મ ‘શોલે’ (1975) નું શૂટિંગ થયું હતું અને કોલાર જ્યાં ‘કયામત સે કયામત તક’ (1988) નું શૂટિંગ થયું હતું. આ બંને સ્થળો પર લખેલા બ્લોગ લોકોને ખૂબ ગમ્યા. તે પછી અમે મુસાફરીનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું, પરંતુ તે પ્રયાસ માં સફળ થયા નહીં. ”
2014 માં એક જાહેરાત ફિલ્મ નિર્માતાએ તે લોકો ની વેબસાઇટ પર તેમનો સંપર્ક કર્યો અને તેને શૂટિંગ માટે એક સ્થળ શોધવા કહ્યું કે જેમાં ખડકો અને ઊંચા ઘાસ હોય.
આઇવિ જણાવે છે કે “તે સમયે અમે ઘણા આશ્ચર્યચકિત થયા હતા. પણ અમે ખૂબ ઉત્સાહિત પણ થઈ ગયા. ત્યારે અમને લોકોને કર્ણાટકના નંદી ટેકરી પાસે તેમની પસંદ નું સ્થાન મળ્યું હતું. અમે ત્યાં શૂટિંગ કરવાની પરવાનગી લીધી અને બધું નક્કી કર્યા પછી શૂટિંગના દિવસે ત્યાં પહોંચી ગયા. તે શૂટ નું મોડેલ એક નાનું બાળક હતું, જેને તે દિવસે કંઈક મીઠું ખાવાનું મન થયું હતું. અમે તેની ફરતે ગુલાબ જાંબુ ગોઠવી દીધા હતા. તે અમારો Myntra માટે નો પ્રથમ પ્રોજેક્ટ હતો. તે ખૂબ જ સફળ રહ્યો અને અમને તેની પાસેથી બીજા બે પ્રોજેક્ટ મળ્યા. આ એક એવું કામ હતું જે અમે જીવનભર કરી શકીએ. તેથી, પ્રથમ પ્રોજેક્ટ પછી, અમે 2017 પછીથી નોકરી તેમજ શૂટિંગ નું સ્થાન શોધવાનું શરૂ કર્યું.”
આ દંપતીએ ફિલ્મના શૂટિંગ માંથી બીજી ઘણી વસ્તુઓ પણ શીખી, જેમ કે શૂટિંગ દરમિયાન ભીડને સંભાળવી, શૂટિંગમાં લોકો થી સંપત્તિનો બચાવ કરવો. તેને મનોરંજન વિશ્વની અવ્યવસ્થા સમજવાની તક પણ મળી.
આઇવિ એ કહ્યું કે , “કેટલીકવાર લોકેશન મેનેજર લોકેશન માટે વધુ કમિશન લેતા હતા અને તે સ્થાન પરની પ્રોપર્ટી પર પણ ધ્યાન આપતા નહોતા. પરંતુ, અમે અમારું કામ વ્યવસાયિક રૂપે સારી રીતે કરવા માગતા હતા. અમે લોકેશન ચાર્જ અને તેની ચુકવણી માં સંપૂર્ણ પારદર્શિતા રાખવા માંગતા હતા. આ કામ ખૂબ જ ભાગદોડ વાળું હતું અને તેમાં ઘણા સંશોધન અને સમયની જરૂર હતી. આથી, અમે નોકરી છોડીને 2018 માં ઔપચારિક રીતે Filmapia શરૂ કરી. ”
બિઝનેસ મોડલ શું છે
Filmapia ના વ્યવસાયિક મોડેલ ત્રણ રીતે કાર્ય કરે છે, એક સૌથી સરળ છે કે ફિલ્મ નિર્માતા તેની વેબસાઇટ પરથી તેની પસંદગી નું શૂટિંગ સ્થાન પસંદ કરે છે. તે જ સમયે, જો ફિલ્મ નિર્માતા પાસે સમય ન હોય, તો પછી કંપની તેને તેની જરૂરિયાતો અનુસાર વિકલ્પ મોકલે છે. તેમના શ્રેષ્ઠ સ્થાન ત્રીજી રીત માં મળી આવે છે.
આ બાબતે બેન્જામિન કહે છે, “ફિલ્મ નિર્માતાઓ અમને તેમની સ્ક્રિપ્ટ્સ મોકલે છે અને અમે તેમના પાત્રો અનુસાર લોકેશન ના વિકલ્પો મોકલીએ છે. અમે પ્રયાસ કરીએ છીએ કે તમામ સ્થળો તેમના બજેટમાં હોય. ઉદાહરણ તરીકે, જો તેમને બેંગ્લુરૂમાં દરિયા કિનારા ની જરૂર હોય, તો અમે તેમને ગોવા અથવા મુંબઇને બદલે મંગલુરુ સમુદ્રના ચિત્રો મોકલીએ છીએ. અમે ઘણીવાર સ્થાનો શોધવા માટે આસપાસ ડ્રાઈવ પર જઈએ છીએ અને અમે કેટલીકવાર એવી જગ્યા શોધી કાઢીએ છે જે સંપૂર્ણ રીતે કોઈએ ન જોઈ હોય. આ રીતે અમે કર્ણાટકમાં યના ગુફા, મંગલુરૂમાં તળાવની મધ્યમાં બાંધવામાં આવેલું મંદિર અને કેરળમાં 400 વર્ષ જૂનું મકાન શોધી કાઢ્યું.
શૂટિંગ માટે નવી જગ્યા શોધવી એ ફિલ્મ નિર્માતા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમકે એક સમયે કેરળના એક મકાનમાં ભોંયરામાં આવેલુ ઘર ચેન્નઈના એક ફિલ્મ નિર્માતાને એટલું પસંદ આવ્યું કે તેણે તે ઘર પર આધારિત તેની ફિલ્મની સ્ક્રિપ્ટ લખી. તેને એક વખત બેંગ્લોર નજીક એક જંગલ શોધી કાઢ્યું જ્યાં ઘણા જૂના વાહનો પડેલા હતા. આ સ્થાન એક એક્શન ફિલ્મ માટે નિર્માતા નું પ્રિય સ્થળ બની ગયું છે.
આ દંપતી, કોઈ પણ ઘર અથવા સંસ્થાને તેની વેબસાઇટ પર શૂટિંગ-સ્થાન તરીકે અપલોડ કરતા પહેલા, તે મિલકતના માલિક ની સુવિધા ની પણ કાળજી લે છે. પછી ભલે પ્રશ્નોના જવાબ આપવાના હોય, જરૂરી કરાર કાઢવા માટે હોય, અથવા તેમને નુકસાન અથવા સમારકામ માટે વળતર આપવાનું હોય.
કેનેડામાં રહેતા રોહન ચંદ્રશેખર કહે છે કે બેંગ્લોરમાં તેમની સંપત્તિ સંભાળવી તેમના માટે એક મોટી સમસ્યા હતી, પરંતુ Filmapia માં જોડાયા પછી તેના માટે તે ખૂબ સરળ થઈ ગયું.
રોહન કહે છે કે , “મારી પાસે ભાડુઆત શોધવાનો સમય નથી, તેથી મેં એક એજન્ટ શોધી કાઢ્યો જે મારા ઘરની સંભાળ રાખે. પરંતુ જ્યારે મેં Filmapia વેબસાઇટની મુલાકાત લીધી, ત્યારે હું વિશ્વાસ કરી શકતો ન હતો કે આવું થઈ શકે છે. મેં બેન્જામિન ને પૂછ્યું કે તે સાચું છે કે નહીં. તેને આખી પ્રક્રિયા મારા માટે ખૂબ જ સરળ બનાવી દીધી. મારે પ્રોડક્શન ટીમમાં કોઈની સાથે વાત કરવાની જરૂર નથી, હું હમણાં ફોઉન્ડર સાથે વાત કરું છું. “
રોહનની જેમ, ઘણા અન્ય લોકો Filmapia સાથે પણ સંકળાયેલા છે, તેમના ઘરનો ઉપયોગ કંપની દ્વારા શૂટિંગ સ્થળ તરીકે કરવામાં આવે છે. આઇવિ કહે છે કે તેણે તેની કંપની માર્કેટિંગ માં ભાગ્યે જ કઈ ખર્ચ કર્યું હતું, અથવા કોઈ પ્રોજેક્ટ મેળવવામાં કોઈની મદદ લીધી હતી. તેમનું કહેવું છે કે કંપનીનો વિકાસ સંપૂર્ણપણે ઓર્ગેનિક રીતે થયો છે, જેના કારણે કંપનીનો સમય અને પૈસા બંને બચી ગયા છે.
બેન્જામિન કહે છે, “અમારા ગ્રાહકો માંથી કોઈને પણ શૂટિંગના સ્થળને રૂબરૂ જોવાની જરૂર નથી, અથવા કોઈ પણ સ્થળે તે સ્થાનના માલિક સાથે વાત કરવાની અથવા સમજાવવાની જરૂર નથી. અમારા ગ્રાહકો માટે કરવામાં આવેલું અમારું વર્ક તેના ખર્ચમાં 50 ટકાનો ઘટાડો કરે છે. તેમજ અમારું કમિશન તે લોકોની જરૂરિયાતો પર આધારિત છે.
એકવાર ક્લાયન્ટ અને સ્થાનના માલિક વચ્ચે સંમતી થયા પછી, કંપની તમામ ડિરેક્ટર સાથે મિટિંગ કરે છે. આ મીટિંગમાં, ફોટોગ્રાફી અને લાઇટિંગ ટીમના ડિરેક્ટરના સહયોગથી કેમેરા એંગલ, પ્રોપ્સ, સ્થાનની લાઇટિંગ જેવી ઘણી મહત્વપૂર્ણ બાબતો ની તપાસ કરવામાં આવે છે. અને બંને શૂટિંગ દરમિયાન ત્યાં હોવાનો પ્રયત્ન પણ કરે છે.
દંપતીને કામ કરતી વખતે ઘણા પડકારો નો સામનો કરવો પડે છે, જેમ કે ખોટી વ્યવસ્થા, સંપત્તિને નુકસાન, બહુવિધ શૂટિંગ રદ કરવું, વગેરે. જો કે, તેઓ આ તમામ પડકારોથી કંઇક શીખે છે અને તેનો ઉપયોગ ભવિષ્ય માટે વધુ સારી યોજના બનાવવા માટે કરે છે.
Filmapia પણ તેના કામ દ્વારા પર્યટનને પ્રોત્સાહન આપી રહી છે, જેનો લાભ સ્થાનિક સમુદાયોને મળે છે.
આઇવિ કહે છે, “ભારતના અદ્રશ્ય સ્થળોને મોટા પડદે બતાવવા થી ત્યાં પર્યટન પણ વિકસે છે. આ સાથે અમે આશા રાખીએ છીએ કે તે સ્થાન પર સ્થાનિક સમુદાયોના જીવનમાં પણ પરિવર્તન આવશે. ‘3 ઇડિઅટ્સ’ (2009) માં બતાવેલ પેંગોંગ ત્સો તળાવની જેમ, લદાખમાં પર્યટક ને મોટો ઉત્સાહ મળ્યો. કેટલીક વાર ફિલ્મના નિર્માતાઓ ભાષાના પ્રશ્નોના કારણે બહાર શૂટિંગ કરવામાં અચકાતા હોય છે, પરંતુ અમે તેને ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને ઘણા પ્રાદેશિક ફિલ્મ નિર્માતાઓને બહાર શૂટિંગ માટે પ્રોત્સાહિત કરીએ છીએ. “
જોકે અત્યારે કોરોનાના રોગચાળાને કારણે તેમનું કાર્ય ઓછું થઈ ગયું છે, પરંતુ બેન્જામિન અને આઇવિ ભવિષ્યમાં OTT (ઓવર ધ ટોપ) ફિલ્મ નિર્માતા સાથે નવીનીકરણ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team