સ્વાદિષ્ટ શાક સ્વાદિષ્ટ કહેવાય એ માટે તેમાં ઘણી બધી વસ્તુ ઉમેરવામાં આવે છે. એ યાદીમાંથી જ એક નામ છે કોથમીરનું… કોથમીર માત્ર શાક અને અમુક સ્પેશીયલ વાનગીનું શોભા જ વધારે એવું નહીં પણ સ્વાદને પણ જબરદસ્ત બનાવે છે. કોથમીરને લઈને ગૃહિણીઓ થોડા અંશે પરેશાન પણ હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે સ્વાદિષ્ટ રસોઈ બનાવવાનું મન થયું હોય પણ કોથમીર અને અન્ય મસાલાઓ હાજરમાં ન હોવાને કારણે રસોઈ બનાવવાનો મૂડ ખરાબ થઇ જાય છે. આ વાત પણ કોથમીરનું મહત્વ સમજાવે છે.
આ લેખને વાંચ્યા પછી તમારે કોથમીર ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મળશે. આ લેખમાં જે પદ્ધતિ જણાવી છે એના ઉપયોગ થકી તમે ઘરમાં જ કોથમીર એકદમ આસીનીથી ઉગાડી શકો છો. દાળ-શાકના સ્વાદ માટે કોથમીરની અવશ્ય જરૂર પડે છે એટલા માટે ઘરે જ કોથમીર ઉગાડવાનો ઉપાય તમને મદદરૂપ થશે.
આમ તો કોથમીરને આસાનીથી ઉગાડી શકાય છે અને એથી વધુ જાણીએ તો કોથમીરને ઘર પણ ઉગાડી શકાય છે. આ લેખની મદદથી ઘરે જ કોથમીર ઉગાડવાનો ઉપાય શું છે એ જાણી લો… :
જરૂરતની વસ્તુઓ :
- થોડા ધાણાના બી(કોથમીર બી)
- પ્લાસ્ટિકની જાળી
- પાણીનો ફુવારો
- એક એલ્યુમીનીયમ અથવા સ્ટીલનું વાસણ
પદ્ધતિ :
એલ્યુમીનીયમ અથવા સ્ટીલનું વાસણ લઇ તેમાં કોથમીરને ઉગાડવાનો પ્રયત્ન કરવો. પ્લાસ્ટિકના પાત્રમાં કોથમીર સરખી ઉગી શકે નહીં કારણ કે કોથમીરના મૂળ પર વધુ પ્રકાશ પડે તો એ બળી શકે છે અને કોથમીરનો વિકાસ અટકી પડે છે.
ધાણાના બી ને સહેજ વચ્ચેથી તોડીને પ્લાસ્ટિકની જાળી પર રાખો. વધારે બીજ એકસાથે ઉમેરવા નહીં. અઠવાડિયે થોડા થોડા બીજ ઉમેરતા રહેવું. ત્યારબાદ બી ને માટીના સંપર્કમાં લાવીને ઉગવા માટે મૂકી દો. થોડા દિવસ બાદ બી વિકાસ કરવા લાગશે અને થોડા સમય પછી કોથમીર પણ આવવા લાગશે.
બસ આ રીતે આસાનીથી ઘરે જ કુંડા કે પછી અન્ય કોઈ પાત્રમાં કોથમીર ઉગાડી શકાય છે અને જોઈએ ત્યારે એ કોથમીરનો ઉપયોગ કરી શકાય છે. આ લેખની માહિતી અન્ય લોકો સાથે પણ શેયર કરજો જેથી બીજાને પણ આ માહિતી સહેલાઈથી મળી શકે. આ માહિતી સાથે આશા છે કે આજનો લેખ આપને ખુબ પસંદ આવ્યો હશે.
આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ સૌ ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો અને માહિતી મેળવો આંગળીના ટેરવે…
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
#Author : Ravi Gohel