કોથમીરનું પાણી ચેહરા પર ચમક લાવવાની સાથે પેટની સમસ્યાઓ અને મેદસ્વીતા ઓછી કરવામાં મદદ કરશે

Image Source

ત્વચા સંબંધિત સમસ્યા હોય કે વાળ સંબંધિત કે પછી નબળું પાચન આ બધાથી છુટકારો મેળવવામા ખૂબ જ ફાયદાકારક છે કોથમીરના પાન અને તેના બીજનું પાણી. તેના પાનનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તેના માટે આ લેખ વાંચો.

ભોજનનો સ્વાદ વધારનારા કોથમીરનાં નાના નાના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં આયર્ન, વિટામિન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ જેવા તત્વો રહેલા હોય છે. ફક્ત પાન જ નહીં, પરંતુ કોથમીરના બીજનો ઉપયોગ પણ તમે ઘણા રોગોના ઉપચારમાં કરી શકો છો. ચાલો જાણીએ તેના વિશે.

Image Source

ત્વચાની ચમક વધારે છે:

કોથમીરનું પાણી શરીરના ટોક્સિન્સને દૂર કરે છે અને જ્યારે પેટ સાફ હોય ત્યારે તેની અસર તમારા ચેહરા પર જોવા મળે છે. ખીલ, ફોડલીઓ જેવી સમસ્યાઓ તો દૂર થાય છે સાથે જ ચેહરા પર એક અલગ ચમક જોવા મળે છે.

Image Source

વજન નિયંત્રણમાં રાખે છે:

કોથમીરના પાણીનું નિયમિત સેવન કરવાથી મેટાબોલિઝમ સુધરે છે. જેનાથી વજન ઘટવાની સાથે જ શરીરમાં જામેલી ચરબી પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને શરીર એકદમ ટોન્ડ થઈ જાય છે.

Image Source

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે:

ચેપી રોગોથી બચવા તેમજ લડવા માટે રોગપ્રતિકારક શક્તિનું મજબૂત હોવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે તો તેના માટે આહાર પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેની સાથે જ કોથમીરનું પાણી પીવાથી પણ ફાયદો થાય છે.

પાચનતંત્ર તંદુરસ્ત રાખે છે:

એસીડીટી, કબજિયાત, પેટનું ફુલવું જેવી સમસ્યાઓ મોટાભાગે નબળા પાચનને લીધે થાય છે, જો આ સમસ્યાઓથી છુટકારો મેળવવા ઈચ્છતા હોય તો સૌપ્રથમ તમારે પાચનના સુધારા પર ધ્યાન આપવું જોઈએ જેમાં કોથમીરનું પાણી ખૂબ જ ફાયદાકારક છે.

મૂત્રાશયમાં બળતરાની સમસ્યા દૂર કરે છે:

જો તમે ઘણીવાર યુરિન દરમિયાન થતી બળતરાથી પરેશાન છો તો કોથમીરના પાણીનું થોડા દિવસો સુધી સતત સેવન કરો અને ફરક જુઓ.

વાળની ગુણવત્તા સુધારે છે:

વાળ સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે કોથમીરનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલું વિટામીન-સી, એન્ટી બેક્ટેરિયલ તેમજ એન્ટીવાયરલ ગુણ વાળને મુળથી મજબૂત બનાવે છે, જેનાથી તેની તૂટવા અને ખરવાની સમસ્યા દૂર થાય છે. તેમજ વાળ ઘાટા, લાંબા તેમજ ચમકીલા જોવા મળે છે.

Image Source

કોથમીરનું પાણી આ રીતે બનાવો:

  • કોથમીરના પાન- બે મોટી ચમચી
  • પાણી-એક ગ્લાસ
  • લીંબુનો રસ- સ્વાદ મુજબ

Image Source

રીત:

  • કોથમીરના પાનને ધોઇને પાણીમાં આખી રાત પલાળી રાખો.
  • સવારે આ પાણીને અડધું થાય ત્યાં સુધી ઉકાળો.
  • પછી તેમાં લીંબુનો રસ ભેળવીને નવશેકું કરીને ભૂખ્યા પેટે પીવું.
  • પાનના બદલે તમે તેના બીજનો ઉપયોગ પણ કરી શકો છો. બીજને આખી રાત પલાળીને સવારે પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળીને પછી તેને પીવું.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment