ગરમીની સીઝન ધીમે-ધીમે નજીક આવી રહી છે અને સખત ગરમીમાં કેરીનો રસ એકદમ ઠંડક આપે છે. તો આજે કેરીની એક નવી પ્રકારની લાજવાબ ડીશ વિશે જાણકારી મેળવવાના છીએ. તો વાંચો વધુ આગળ આ આર્ટીકલમાં….,
પલાળેલા ચોખામાંથી જો કેરી સાથેની નવીન ચીજ બનાવવામાં આવે તો મજા પડી જાય. તો થઇ જાઓ તૈયાર જાણીએ તદ્દન નવી પ્રકારની ડીશ વિશે.
સામગ્રી :
- દૂધ – ૫૦૦મિલિ
- કેરી – ૫૦૦ગગ્રામ
- પલાળેલા ચોખા – ૫૦ ગ્રામ
- ખાંડ – ૫૦ ગ્રામ
- એકલી પાઉડર – ૪ એલચી જેટલો
- પીસ્તા – ૧૦-૧૨ (બારીક ભૂક્કી કરી લેવો)
- બદામ – ૧૦-૧૨ (બારીક ભૂક્કી કરી લેવો)
- કાજુ – ૧૦-૧૨ (બારીક ભૂક્કી કરી લેવો)
ચાલો, કેરીની આ સ્પે. ડીશ બનાવવાની વિધિ પણ જાણી લઈએ,
- સૌથી પહેલા ચોખાને પાણીમાં સાફ કરીને તેને પલાળીને તૈયાર રાખવા. એકાદ કલાક જેવા સમય સુધી પલાળીને રાખવા. એ પલાળેલા ચોખાને મિક્ચરની ઝારમાં ઉમેરી દો. સાથે તેમાં ૨ ચમચી જેટલું પાણી નાખીને પીસી લો.
- કેરીને છોલીને નાના ટુકડા અને મોટા ટુકડા એમ બંને સાઈઝમાં કાપી લો. નાના ટુકડા ઉપર ઉમેરવા કામ આવશે તેમજ મોટા ટુકડામાંથી મેંગો પલ્પ બનાવવા માટે કામ આવશે.
- કેરીના મોટા ટુકડાને મિક્ચરમાં ઉમેરી પેસ્ટ બનાવી લો.
- દૂધને ગેસ પર ઉકાળો. દૂધમાં ઉભરો આવે ત્યારબાદ તેમાં પલાળેલા ચોખાને ઉમેરી દો.
- એ તૈયાર મિશ્રણને ફરીથી ઉકળવા દો. જયારે દૂધમાં ફરીથી ઉભરો ન આવે ત્યાં સુધી.
- દૂધમાં ઉભરો આવે ત્યાર પછી ગેસને ધીમો કરી નાખો. મેંગો ફિરનીને ૧ થી ૨ મિનીટ સુધી હલાવતા રહો.
- પલાળેલા ચોખા ૧૦ થી ૧૫ મિનીટમાં પાકીને તૈયાર થઇ ગયા હશે. તેમાં ખંડ, બારીક કરેલ સુકામેવાને મિશ્ર કરો.
- મિશ્રણને હલાવી અને તેમાં ઉપરથી મેંગો પલ્પ ઉમેરી દો સાથે એલચી, પાઉડર ઉમેરી વ્યવસ્થિત મિશ્રણ બનાવો.
- મેંગો ફિરનીને ઠંડી પાડવા દો. ફિરની ઠંડી પડે એટલે તેને બાઉલમાં કાઢી લો. તેમાં ઉપર કેરીના નાના ટુકડાને ઉમેરો. સાથે ઉપરથી પણ સુકામેવાનો બારીક ભુક્કો ઉમેરો.
- લીક્વીડને ફ્રીજમાં રાખીને ઠંડુ કરીને અથવા ગરમ પણ ખાઈ શકાય છે.
આટલી સામ્રગી વાપરીને બનાવેલ મેંગો ફિરની ૬ થી ૭ વ્યક્તિ માટે થઇ જશે. તમે પણ ઉનાળાની મૌસમમાં મહેમાનો આવે ત્યારે ઘરની શોભા વધારવા આ પ્રકારની મેંગો આઈટેમ તૈયાર કરી શકો છો. લાજવાબ સ્વાદ છે તથા મોટાભાગના લોકોને આ ટેસ્ટ વધુ પસંદ આવે છે. તો બેસ્ટ ઓફ લક ફોર ન્યુ રેસીપી.
#Author : Ravi Gohel