ગાય ના દૂધ માંથી ઘી, દહીં, માખણ અને છાસ બને છે. આજકાલ તો એમાંથી બિસ્કીટ પણ બનાવવામાં આવે છે. અને તેના સિવાય બીજું ઘણું બધું બનાવવામાં આવે છે. ગરમી માં ગાય ના દૂધમાંથી બનાવેલ દહીં અને છાશ ખૂબ લાભકારી હોય છે. આજે આપણે જાણીશું દહીં ખાવાના અગણિત ફાયદા.
जो खाए चना वो रहे बना
जो पीवै दही, वह रहे सही
- દહીં આપણા પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ સાબિત થાય છે. રાત્રે દહીં ખાવું જોઈએ નહીં.
- દહીમાં સુપાચ્ય પ્રોટીન અને લાભકારી બેક્ટેરિયા જોવા મળે છે જે આપણી ભૂખ વધારવા માટે સહાયક થાય છે.
- દહીં આરોગ્ય ની સાથે સાથે સૌંદર્ય વધારવા માટે પણ મહત્વપૂર્ણ છે. ચહેરાની ત્વચા અને વાળ માં દહીં લગાવવાથી ફાયદો મળે છે.
- દહીં ચહેરા, ગરદન અને બાવડા ની સુંદરતામાં વધારો કરે છે.
- દહીં વાળને પોષણ આપવા માટે પણ ખૂબ સહાયક છે. તે માથા માંથી ખોડાને(ડેન્ડ્રફ) પણ દૂર કરે છે.
- દહીંના નિયમિત સેવનથી આંતરડાંની બીમારી અને પેટને લગતી બીમારી થતી નથી. તથા તેમાંથી ઘણા પ્રકારના વિટામિન પણ બને છે. દહીમાં જે બેક્ટેરિયા હોય છે તે લેક્ટોસ બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે.
- દહીમાં હૃદયરોગ હાઈ બ્લડ પ્રેશર અને કિડનીના રોગો ને રોકવાની અદભૂત ક્ષમતા છે. તે આપણા લોહીમાં કોલેસ્ટ્રોલ નામના જીવલેણ પદાર્થ ના વિકાસ ને અટકાવે છે. જેથી તે નસોમાં જામી ને રક્ત પરિભ્રમણ ને અસર કરતા નથી અને હૃદયના ધબકારા બરાબર રાખે છે.
- દહીમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે. જે આપણા શરીરના હાડકા નો વિકાસ કરે છે. તે દાંત અને નખ ને મજબૂત કરવાની સાથે સ્નાયુની યોગ્ય કામગીરીમાં મદદ કરે છે.
- દહીં ખાવાથી શરીરની અંદર રહેલ વધુ પડતી ચરબી દૂર થઈ શકે છે.
- ઊંઘ ન આવવા થી પરેશાન રહેતા લોકો એ દહીં અને છાશ નું સેવન કરવું જોઈએ.
- દહીં માં ચણાનો લોટ ઉમેરી ચહેરા પર લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે. ફોલ્લીઓ દૂર થઈ જાય છે.
- દહીં માં મધ ઉમેરી નાના બાળકોને ચટાડવાથી બાળકના દાંત જલ્દી બહાર આવે છે.
- સવારે નાસ્તામાં દહીં માં ખાંડ ભેળવીને ખાવાથી પેટમાં ઠંડક થાય છે. તેનાથી પેટમાં બળતરા અને એસિડિટી ઓછી થાય છે.
- ગળ્યું દહીં ખાવાથી સિસ્ટીટીસ અને યુટીઆઈ જેવી સમસ્યા થતી નથી. તેની સાથે જ દહીં મૂત્રાશય ને પણ ઠંડુ રાખે છે જેના કારણે શૌચાલય જતી વખતે બળતરા થતી નથી.
- દહીં માં વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન સી, ફોલેટ, વિટામિન બી -2, વિટામિન બી -12, વિટામિન પાયરિડોક્સિન, કેરોટીનોઇડ જ સારી માત્રામાં જોવા મળે છે. જે શરીરને ફિટ રાખવા માટે કામ કરે છે.
- સવારે દહીં અને ખાંડ ખાવાથી શરીર ને તાત્કાલિક ગ્લુકોઝ મળે છે. દહીં અને ખાંડ માંથી મળતું ગ્લુકોઝ તમારા મગજ અને શરીરને ઉર્જા થી ભરી દે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team