દેશી ઘી અને મિસરીનું એક સાથે સેવન કરવાથી મળે છે આ અદભુત ફાયદા

Image Source

દેશી ઘી અને મિસરી નું એક સાથે સેવન કરવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા લાભ મળે છે. દેશી ઘી અને મિસરી ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેનું એક સાથે સેવન કરવાથી આપણા શરીરને બે ગણા લાભ મળે છે. દરરોજ દેશી ઘીની સાથે એક ચમચી મિસરીનું સેવન કરવાથી સ્વાસ્થ્યથી જોડાયેલી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. શરદી ખાંસીમાંથી રાહત મેળવવા માટે દેશી ઘી ની સાથે મિસરીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે. તેથી જ દરરોજ એક ચમચી દેશી ઘીની સાથે એક ચમચી મિસરીનું સેવન જરૂરથી કરવું જોઈએ. આવો જાણીએ દેશી ઘી અને મિસરી નું એક સાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને કયા કયા લાભ થાય છે.

દેશી ઘી અને મિસરીના ફાયદા

1 રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદા કારક

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દેશી ઘી અને મિસરી નું એક સાથે સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ તમારે દરરોજ સવારે એક ચમચી દેશી ઘીની સાથે એક ચમચી મિસરીનું સેવન કરવું જોઈએ. તેના સાથે જ તે શરીરમાં થતા ચેપ તથા બીમારીને દૂર કરવામાં પણ મદદ કરે છે.

2 શરદી અને તાવમાં રાહત અપાવે

શરદી તાવમાં રાહત મેળવવા માટે દેશી ઘી અને મિસરીનું સેવન કરવું જોઈએ શરદી તાવ થવાથી એક ચમચી દેશી ઘીમાં એક ચમચી મિસરી ઉમેરીને તેમાં થોડા કાળા મરીનો પાવડર નાખો અને આ ત્રણેય વસ્તુને યોગ્ય રીતે મિક્સ કરીને સામાન્ય ગરમ કરો ત્યારબાદ તેનું સેવન કરો. આમ દિવસ ઘરમાં બેથી ત્રણ વખત કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.

3 શરીરને શક્તિ આપે

શરીરની શક્તિ વધારવા માટે દેશી ઘી અને મિસરીનું એક સાથે સેવન કરવાથી આપણા શરીરને તાત્કાલિક એનર્જી મળે છે. અને તેની સાથે જ થાક અથવા કમજોરી હોય તે પણ દૂર થઈ જાય છે.

4 પાચનતંત્રને સારું બનાવવામાં ફાયદાકારક

પાચન તંત્રને યોગ્ય બનાવવા માટે દેશી ઘી અને મિસરીનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં જોવા મળતા ગુણ પાચનતંત્રને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદ કરે છે અને તેનાથી જ પાચનતંત્ર થી જોડાયેલી કોઈપણ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

નોંધ : અહીં આપેલ ટિપ્સ અને સલાહ માત્ર સામાન્ય જાણકારી આપે છે. તેને અજમાવતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

 

Leave a Comment