વાતાવરણ બદલવાના કારણે થઈ ગયું છે નાક બંધ? આ દેશી ઉપાયથી મેળવો આરામ

Image Source

જ્યારે આપણી આસપાસના વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવે છે ત્યારે તેની સીધી અસર આપણા શરીર ઉપર પડતી જોવા મળે છે. અને વાતાવરણમાં બદલાવ માત્ર શિયાળા પછી ગરમી અથવા તો શિયાળો આવે ત્યારે એવું થાય છે તેમ હોતું નથી. પરંતુ બહારથી આવીને ઠંડું પાણી પીવું કે પછી તાપમાંથી આવીને સીધા એસી રૂમમાં જતું રહેવું વગેરે પણ આપણા શરીરના આસપાસના વાતાવરણમાં બદલાવ લાવે છે, અને આ દરેક પરિસ્થિતિમાં લગભગ શરદી તાવના લક્ષણો જોવા મળે છે. શરદી તથા તાવમાં લગભગ નાક બંધ થઈ જવાની તકલીફ થાય છે. અને તે આપણને ખૂબ જ પરેશાન કરે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમે તમને અમુક એવા ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમે ઘરે જ બંધ નાક અને તાવ જેવા અન્ય લક્ષણોને દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ ઘરે જ બંધ નાકને ખોલવાના ઉપાય વિશે.

Image Source

1 હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો

વાતાવરણમાં ભેજ હોવાને કારણે પણ નાક બંધ થઈ જતું હોય છે. અને બીજી ઘણી બધી પરેશાનીઓનું કારણ બને છે. ત્યાં સુધી કે કોરા વાતાવરણના કારણે પણ અમુક લોકોને ખાંસી સંબંધીત સમસ્યાઓ ઊભી થાય છે. એવામાં તમે રૂમમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો.

2 બંધનાથ ને ખોલવા માટે વરાળ

બંધ નાકને ખોલવા માટે વરાળ લેવી ખૂબ જ જુનો અને કારગર ઉપાય છે. વરાળ લેવાથી ન માત્ર બંધ નાક ખોલવામાં મદદ મળે છે પરંતુ નાકની અંદર થઈ રહેલી બળતરા અને બીજી બધી તકલીફ પણ દૂર થઈ જાય છે. દરરોજ ઓછામાં ઓછું પાંચ પાંચ વખત વરાળ લેવી જોઈએ, દર વખતે તમારે એક થી બે મિનિટ સુધી વરાળ લેવાની છે.

3 મસાલેદાર ડાયેટ લો

આમ તો મસાલેદાર ભોજન ખાવું સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. પરંતુ ઘણી વખત તેનું રિએક્શન આપણા કામ ઉપર આવી શકે છે. ખરેખર મસાલેદાર વસ્તુ ખાવાથી નાક વહેવા લાગે છે અને એવામાં બંધનાક ને ખોલવામાં પણ મદદ મળે છે. જો તમને કોલેસ્ટ્રોલ, બીપી અથવા અન્ય બીજી બીમારી છે તો મસાલેદાર ભોજન ખાતા પહેલા એક વખત ડોક્ટરની સલાહ લો.

4 તમારા ડાયટમાં હળદરને ઉમેરો

જો તમે બંધ નાક અને તાવના અન્ય લક્ષણોથી ખૂબ જ પરેશાન થઈ ગયા છો તો તમારા માટે હળદર ખૂબ જ લાભકારક સાબિત થઈ શકે છે. હળદરમાં એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી હોય છે જે લાલાશને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આમ હળદર નાકની અંદર થઈ રહેલી બળતરા જેવી સમસ્યાને દૂર કરે છે, અને નાકને ખોલવામાં પણ મદદ કરે છે.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન

  • આમ તો ઉપર જણાવેલા ઘરેલુ ઉપાય સિવાય તમારે અન્ય વાતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ છે તાવના લક્ષણોથી તમને દૂર રાખવામાં તમારી મદદ કરશે.
  • ધૂળ વાળી જગ્યા ઉપર ન જવું જોઈએ

તમે કોઈપણ એવી જગ્યા ઉપર ન જાવ જ્યાં બહુ જ ધૂળ ઉડી રહી હોય. પરંતુ જો તમને કોઈ કામથી આ પ્રકારની જગ્યા ઉપર જવું પડે એવું હોય તો ઉચિત માસ્ક અને ચશ્મા નો ઉપયોગ કરો, અને ઘરે આવતા જ મોઢું અને હાથ યોગ્ય રીતે ધુઓ.

યોગ્ય સફાઈ રાખો

તમારું શરીર અને તેની આસપાસની વસ્તુઓની યોગ્ય સફાઈ રાખવી. તેના કારણે તમે તાવથી બચી શકો છો. તદુપરાંત થોડા થોડા સમયે તમારો હાથ અને મોં ધોતા રહો અને વારંવાર મોઢા અને આંખોને અડકવાની આદતને પણ છોડો.

એન્ટી એલર્જીક દવા લો

જો તમને કોઈપણ પ્રકારની એલર્જી થઈ જાય છે તો સૌથી પહેલા કોશિશ કરો કે તમે એવી વસ્તુઓના સંપર્કમાં બિલકુલ આવવું નહીં. અને જો તમે કોઈપણ કારણથી તેના સંપર્કમાં આવી રહ્યા છો તો તૈયારીમાં જ ડોક્ટર દ્વારા આપેલી એન્ટી એલર્જી દવાઓનું સેવન કરો. જેથી તે લક્ષણોને ગંભીર થતા પહેલા જ રોકી શકાય.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “વાતાવરણ બદલવાના કારણે થઈ ગયું છે નાક બંધ? આ દેશી ઉપાયથી મેળવો આરામ”

Leave a Comment