ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમમાંથી પ્રમુખ રાજ્ય છે. જેસલ તો કિલોમીટર દરિયા કાંઠા સાથે સંકળાયેલું પાંચમું સૌથી મોટું ભારતીય રાજ્ય છે. જે જનસંખ્યા પ્રમાણે નવમું રાજ્ય છે. ગુજરાતના ઉત્તર-પૂર્વમાં દાદરા નગર હવેલી, દક્ષિણ પૂર્વમાં મહારાષ્ટ્ર પૂર્વમાં મધ્યપ્રદેશ અને અરબસાગર જ્યારે પશ્ચિમમાં પાકિસ્તાન આવેલું છે. ગુજરાત એ ઘણા સ્થાપત્ય ચમત્કારોનું ઘર છે. જે પોતાની જીવંત સંસ્કૃતિ સમૃદ્ધ વિરાસત અને પ્રકૃતિ સાથે સ્વાદિષ્ટ વાનગીઓ ને લીધે પ્રસિદ્ધ છે.
પોતાના આકર્ષણના કારણે ‘ ગુજરાતને ધ લેન્ડ ઓફ લિજેન્ડ્સ ‘ પણ કહેવામાં આવે છે ગુજરાતી એવું રાજ્ય છે, જે કલા, ઇતિહાસ, સંસ્કૃતિ સંગીત નું આદર્શ મિશ્રણ પ્રસ્તુત કરે છે. જેના વિશે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સાહિત હોય છે. જો તમે પણ ગુજરાત વિશેની જાણકારી વધુમાં વધુ મેળવવા ઇચ્છતા હોવ તો આ લેખ તમારી જરૂર વાંચવો જોઈએ. જેમાં તમને ગુજરાતનો ઇતિહાસ ગુજરાત ની વાનગીઓ વેશભૂષા કળા સંસ્કૃતિ જનજાતિ અને ભાષા, એ સિવાયની પણ અન્ય મહત્વપૂર્ણ જાણકારી મળશે.
ગુજરાત સાથે જોડાયેલી રસપ્રદ વાતો
ક્ષેત્રફળ પ્રમાણે ગુજરાત ભારત નું પાંચમું સૌથી મોટું રાજ્ય છે જે ની જનસંખ્યા પ્રમાણે નવમું મોટું રાજ્ય છે. ગુજરાતનું ક્ષેત્રફળ1,96,024 કિમિ છે. જય 2013ના રિપોર્ટ પ્રમાણે તેની જનસંખ્યા 6.27 કરોડ હતી. ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. જેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે ગુજરાતમાં વર્તમાનમાં 33 જિલ્લાઓ છે. માનવ વિકાસ સૂચકાંક માં ભારતીય રાજ્યોમાં ગુજરાત 21મા સ્થાન પર છે.
ગુજરાતનો ઇતિહાસ
ગુજરાત રાજ્યનો ઇતિહાસ સિંધુ ઘાટીની સભ્યતાની અસ્તિત્વમાં આવ્યો છે. સિંધુ ઘાટી સભ્યતા ના મુખ્ય કેન્દ્રીય ક્ષેત્રોમાં નું એક હતું લોથલ શહેર હતું. જ્યાં ભારતનું પહેલું બંદર સ્થાપિત કરવામાં આવ્યું હતું. ધોળાવીરા ભારતનો સૌથી પ્રાચીન અને પ્રમુખ પુરાતત્વીય સ્થળોમાંનું એક છે. સિંધુ ઘાટી સભ્યતા થી સંબંધિત છે. જે ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અને વ્યવસાયી ગતિવિધિઓથી સમૃદ્ધ હતું.
1000 થી 750 ઇ. પૂર્વે બહરીન અને મિશ્ર ની સાથે વેપાર અને વાણિજ્ય ના સંબંધો સ્પષ્ટ પ્રમાણમાં ઉપલબ્ધ છે.સોલંકી રાજવંશ અને વાઘેલા રાજવંશ અન્ય રાજ્ય ગુજરાત પર ઘણા વર્ષો સુધી શાસન કર્યું. મુસ્લિમ શાસન ની ગુજરાત પર નજર હતી. અલાઉદ્દીન ખીલજી 1297 માં એ સ્થાન પર આક્રમણ કર્યું હતું . 1026 માં મહમદ ગઝનવી દ્વારા પણ મંદિરોનું ધન લૂંટવાના પ્રયત્ન કર્યા હતા. શિવાજી દ્વારા સુરત પર બે વાર 1964 માં 1672 માં હુમલો કર્યો હતો. ગુજરાત બ્રિટિશ શાસન સમયે મહત્વના ક્ષેત્રોમાં નું એક હતું.
ગુજરાતની મુખ્ય આદિવાસી જનજાતિઓ
ગુજરાતના અનુસૂચિત જનજાતિઓના કેન્દ્રના રૂપમાં ઓળખવામાં આવે છે કેમકે, આ રાજ્યોમાં ઘણી જનજાતિઓ આવેલી છે. જેમાં ગામીત, ડોઢિયા, સિદ્દી, કુંબી, ભીલ, બાડા વગેરે લગભગ 29 મુખ્ય જાતિઓ છે. ગુજરાતના આદિવાસી લોકો ની ઉત્પત્તિ તેમના પ્રવાસ પર આધારિત છે. ગુજરાતના આદિવાસી લોકોમાં એક ધારણા છે કે પથ્થર સ્થાન જીવ જેવી વસ્તુ આધ્યાત્મિક પ્રકૃતિથી જોડાયેલી છે, માટે તેઓ પ્રકૃતિમાં ખૂબ ધાર્મિક છે.
ગુજરાતની કલા અને શિલ્પ
કેટલીક ગુજરાતી કલા અને હસ્તકલા ઉત્પાદનનો વિશાળ માત્રામાં ઉપલબ્ધ છે જે આપણા દેશમાં લોકપ્રિય છે ઉપરાંત વિદેશોમાં પણ પ્રસિદ્ધ છે. જેમાં આભૂષણ લેધર, વર્ક મેટલ વર્ક ફર્નિચર, બ્લેક કલે, મિરર વર્ક સામેલ છે. ઉપરાંત કેટલીક રચનાત્મક વસ્તુઓમાં રજાઈ કુશન કવર લેપટોપ અને ટેબલેટ નો સમાવેશ થાય છે. ગુજરાતની કલા અને શિલ્પ પોતાની સંસ્કૃતિ અને વિરાસતને સાચવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરા
ગુજરાત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના કારણે જાણીતું છે જે સુંદર રાજ્ય પોતાના વિભિન્ન પ્રકાર દર્શાવે છે ગુજરાત નો સંસ્કૃતિ જીવનમાં પરંપરા કલા, શિલ્પ, આદિવાસી નૃત્ય, પારંમપારિક તહેવાર, લોકગીત અને સંસ્કૃતિક ઉત્સવોનો સમાવેશ થાય છે.
ભારતના અન્ય રાજ્યોની જેમ જ ગુજરાત પણ વિવિધ ધર્મના લોકો નું ઘર છે. માટે સંસ્કૃતિ પરંપરા માન્યતાઓ રીતરિવાજો સંસ્થાઓને પ્રથાઓ વિશિષ્ટ રૂપે જોઈ શકાય છે.આદિવાસી લોકો સંપૂર્ણ રીતે ધાર્મિક કથાઓ, શિક્ષણ અને કલાત્મક લક્ષણોના વિકાસ ના કારણે એક સંતુલિત જીવન શૈલી માં જોવા મળે છે. ગાયને માતા માનવામાં આવે છે અને ભક્તિપૂર્વક તેની પૂજા પણ કરાઇ છે.
ગુજરાતની ભાષા અને ધર્મ
ગુજરાતી ગુજરાતના મૂળ નિવાસીઓની માતૃભાષા છે. પરંતુ રાજ્યમાં અન્ય ભાષાઓ પણ વ્યાપક રૂપે બોલવામાં આવે છે. ગુજરાતી એ સંસ્કૃતિથી પ્રાપ્ત થયેલી ઇન્ડો-આર્યન ભાષા છે જે દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં આવવાવાળી 26 મી ભાષા છે. ગુજરાતીમાં અલગ-અલગ 11 બોલવામાં આવે છે. જે રાજ્યના વિભિન્ન ભાગોમાં બોલાય છે ગુજરાત રાજ્યની સીમા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન સાથે સંકળાયેલી છે .જેનો એક નાનો ભાગ પાડોશી રાજ્યો ની ભાષાઓ જેવી કે ઉર્દૂ, સિંધી અને મારવાડી, મરાઠી, હિન્દી બોલે છે.ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં મૂળ નિવાસીઓ કચ્છી ભાષા બોલે છે.જે જગ્યાની મહત્વપૂર્ણ ભાષા છે.
ગુજરાતી પારંપરિક વેશભૂષા
રેશમ પટોળા એ ગુજરાતી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. ઉત્સવ સમયે મુખ્ય રૂપે નવરાત્રિ સમયે ચણિયાચોળી મહિલાઓનો પ્રમુખ ડ્રેસ રહે છે. જે ડ્રેસમાં મિરર વર્ક થયેલું હોય છે. નવરાત્રીના સમયે પુરુષો કેડિયા પોષાક ધારણ કરે છે. આભાસ કચ્છની મહિલાઓનો મુખ્ય પોષાક છે. જ્યારે પુરુષો સામાન્ય રીતે કુર્તા અને ધોતી પહેરે છે. જેમાં ચોરી કઢાઈ અને ઘરચોળાની ભવ્ય રેશમી સાડી લાલ બાંધણી પારંપરિક દુલ્હન નો પોશાક છે. બીજી તરફ વરરાજા કુર્તા માં સજ્જ હોય છે.
ગુજરાતમાં મનાવવામાં આવતા મુખ્ય ઉત્સવ
ગુજરાતમાં મેળા અને તહેવારો વિવિધ સંસ્કૃતિની વાસ્તવિક જીવંતતા અને રંગોને પ્રદર્શિત કરે છે. ગુજરાતમાં રથયાત્રા, દિવાળી, પતંગ ઉત્સવ નવરાત્રી મહોત્સવ મુખ્ય તહેવાર છે જેના સમયે હજારો લોકો ગુજરાતમાં ફરવા માટે આવે છે.
મેળાઓમાં ભદ્રા પૂર્ણિમાનો મેળો, શામળાજીનો મેળો, મહાદેવનો મેળો જેવા બીજા અનેક મેળાઓ આયોજિત થાય છે. એ ઉપરાંત ગુજરાતના રણ ઓફ કચ્છ માં રણ ઉત્સવ મનાવવામાં આવે છે એ પણ એક મહત્વનો તહેવાર છે જે સંગીત, નૃત્ય અને પ્રાકૃતિક સૌંદર્ય નું શ્રેષ્ઠ મિશ્રણ છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “શું તમે જાણો છો ગુજરાત રાજ્ય સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ, મહત્વપૂર્ણ, મૂળભૂત જાણકારી???”