ઘર માં કોઈ ની પણ તબિયત બગડતા દાદી કે નાની ઘરેલુ ઉપચાર પર વધુ ભાર મૂકે છે. પણ તમને જણાવી દઈએ કે કેટલાક ઘરેલુ નુસખા એવા છે કે જેને આજે ડોક્ટર પણ માને છે.
તમે બધા પણ એવું માનતા હશો ને કે શરદી, ખાંસી કે માથું દુખતું હોય ત્યારે તુલસી નો કાઢો કે તુલસીવાળી ચા પીવા થી આરામ મળે છે. જો ક્યાંય વાગ્યું હોય તો હળદર વાળુ દૂધ પીવાથી દુખાવા માં રાહત મળે છે. આદું અને મધ નું સેવન કરવાથી ખાંસી માં રાહત મળે છે.આ એવા કોમન ઘરેલુ નુસખા છે કે જેને આપણે વર્ષો થી વાપરતા આવ્યા છીએ.
આ ઘરેલુ નુસખાઓ ના નથી કોઈ સાઇડ ઇફેક્ટ
મુંબઈની હિન્દુજા હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડોક્ટર અનિલ બલાણી કહે છે, કે ઘરેલુ નુસખા કે જેમા વપરાતી સિમ્પલ વસ્તુ જેવી કે મધ,ફળ,નેચરલ ઓઇલ હોય છે. તે શરદી ખાંસી જેવી બીમારી ને દૂર કરે છે અને તેનો કોઈ સાઇડ ઈફેક્ટ પણ નથી હોતા.
ચાલો જાણીએ ઘરેલુ નુસખા વિશે..
પેટ દર્દ દૂર કરવા માટે લીંબુ ના રસ માં સિંધવ મીઠું નાખી ને પીવું.
સિંધવ મીઠું ,મીઠા નું સૌથી શુદ્ધ સ્વરૂપ માનવામાં આવે છે. અને તે સફેદ મીઠા કરતાં ઘણું સારું હોય છે. અને તે પાચન ને સારું પણ કરે છે. આવામાં સિંધવ મીઠું ને લીંબુ ના રસ માં ભેળવી ને પીવાથી ગેસ ની સમસ્યા દૂર થાય છે. સાથે જ જો પેટ ફૂલવાની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે.
દુખાવો અને બોડી પેન દૂર કરી ને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે હળદર વાળુ દૂધ
હળદર ને દૂધ માં ઉકાળી ને પીવું એક સારું કોમ્બિનેશન છે. કારણકે દૂધ પ્રોટીન નું એક સારો સ્ત્રોત છે. જે ઘાને મટાડવામાં મદદ કરે છે. હળદરમાં કર્ક્યુમિન પણ હોય છે જે એક મજબૂત એન્ટી- ઓક્સિડેંટ છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
મધ અને આદું થી કફ થશે દૂર
આદું ને પાણી માં ઉકાળી ને પછી મધ સાથે ખાવામાં આવે તો કફ, ગળા માં ખારાશ, ગળું ખરાબ હોય તો તે સારું થઈ જાય છે. આમ પણ આદું કફ ને દબાઈ દે છે. સાથે જ તેમા એંટિ ઓક્સિડેંટ પણ હોય છે. જે બીમારી માંથી રાહત અપાવે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team