સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે નારિયેળ પાણી, જાણો તેના ફાયદાઓ

મિત્રો ઉનાળાના દિવસોમાં ગરમીથી રાહત મેળવવા માટે હંમેશા આપણે નારિયેળ પાણીનું સેવન કરીએ છીએ. પરંતુ મોટાભાગે લોકો નારિયેળ પાણીને એક પીણું જ માને છે, તેમના માટે તે ફકત તરસ છીપાવવા ઉપરાંત કઈ નથી પરંતુ આજે અમે તમને તેના સેવનથી થતા ફાયદા વિશે જણાવીશું અને વાત કરીશુ કે કેવી રીતે તેના સેવનથી તંદુરસ્તીમાં ફાયદો મળી શકે છે, તો મિત્રો શરૂ કરીએ છીએ.

 

નારિયેળ પાણીમાં રહેલા પોષકતત્વો:

નારિયેળ પાણીમાં એન્ટી ઓક્સિડન્ટસ્ , એમિનો એસિડ, એંજાઇમ્સ, બી-કૉમ્પ્લેક્સ વિટામિન, વિટામિન સી, મેંગનેશિયમ, મૈગ્નનીજ, પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ પણ ભરપુર માત્રામાં હોય છે અને ઘણા મુખ્ય તત્વોનો સમાવેશ થાય છે. જોવામાં આવે તો નારિયેળ પાણીનો સ્વાદ તેની માટી પર આધારીત છે. જો તેનું વૃક્ષ સમુદ્ર અથવા સમુદ્રકિનારા પાસે હોય તો નારિયેળ પાણીનો સ્વાદ થોડો મીઠો હોય છે.

નારિયેળ ફળની જાણકારી:

આમ તો નારિયેળનો દરેક ભાગ કોઈને કોઈ રૂપે ફાયદાકારક છે, પરંતુ નારિયેળના પાણીમાં અમુક એવા તત્વો જોવા મળે છે, જેને નકારી શકાય નહીં, તે તત્વોની આપણા શરીરને ખૂબજ જરૂર હોય છે. નારિયેળનું વાનસ્પતિક નામ કોકોસ ન્યુકિફેરા થાય છે અને વિશ્વભરમાં લગભગ ૮૦ દેશોમાં નારિયેળનું ઉત્પાદન કરવામાં આવે છે.

ઈન્ડોનેશિયા, ફિલીપાઈન્સ, શ્રીલંકા અને થાઇલેન્ડમાં કુલ નારિયેળની ૭૮ ટકા ખેતી કરવામાં આવે છે, અને દર વર્ષે બે હજાર કરોડથી પણ વધારે નારિયેળનું ઉત્પાદન કરવામાં આવે છે. એક નારિયેળમાં લગભગ ૨૦૦ મિલી લિટર અથવા તેનાથી થોડી વધારે માત્રામાં પાણી જોવા મળે છે. દુનિયાભરમાં ઇન્ડોનેશિયામાં સૌથી વધારે નારિયેળનું ઉત્પાદન કરવામાં આવે છે અને ત્યારબાદ ભારત અને ફિલીપાઈન્સનું નામ આવે છે. ભારતના કેરળ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્ય નારિયેળના સૌથી મોટા ઉત્પાદક છે.

નારિયેળ પાણીથી થતાં તંદુરસ્તીના ફાયદા:

તેના સેવનથી ઘણા પ્રકારના તંદુરસ્તીના ફાયદા લઈ શકાય છે, તેના વિશે આપણે એક એક કરીને જાણીએ, તો ચાલો શરૂ કરીએ –

૧. ઉચ્ચ રક્તસ્રાવને નિયંત્રિત કરવા માટે:

જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે, તેને આ સમસ્યા દૂર કરવા માટે નારિયેળ પાણીનો ઉપયોગ કરવો જોઈએ, કેમકે તેમાં વિટામીન-સી, પોટશિયમ અને મેગ્નેશિયમ વગેરે રહેલા હોય છે જે બ્લપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેનાથી પીડાતા વ્યક્તિને ઓછામાં ઓછું એક કપ તાજા નારિયેળ પાણીનું સેવન દિવસમાં બે વાર કરવું જોઈએ.

૨.કોલેસ્ટ્રોલ નિયંત્રણ માટે:

ઘણા લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા ઉત્પન્ન થઈ જાય છે, જેના કારણે તેને બીજી ઘણી સમસ્યા ઉત્પન્ન થાય છે, આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે નારિયેળ પાણીનું સેવન ખુબજ ફાયદાકરક હોય છે, નારિયેળ પાણીમાં એન્ટીથ્રોમ્બોટિકગુણ હોવાને કારણે તે કોલેસ્ટ્રોલને ઓછું કરીને તેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

૩. હેંગઓવરથી છુટકારો મેળવવા માટે:

મોટાભાગે દારૂ પીધા પછી લોકોને સવારે થાક અને બેચેની જેવું લાગે છે, જેને હેંગઓવર કેહવામાં આવે છે, તેનું સીધું કારણ શરીરમાં પાણીની ઉણપ હોય છે. વધારે દારૂનું સેવન શરીરથી પાણીની માત્રા ને ઓછી કરે છે, તેમજ નારિયેળ પાણી હેંગઓવર ઉતારવા માટે એક ખુબજ સારો પ્રાકૃતિક ઉપાય માનવામાં આવે છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં ઇલેક્ટ્રોલાઈટ પોટેશિયમ જોવા મળે છે, જે શરીરમાં પાણીની ઉણપ પૂર્ણ કરે છે અને હેંગઓવરથી છુટકારો અપાવે છે.

૪. વજન ઘટાડવા માટે:

મિત્રો જો તમારું પણ વજન વધી રહ્યું છે અને તમે તમારું વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો, અને તેને ઓછું કરવા માટે ઘણા પ્રકારના ઉપાય પણ કરી ચૂક્યા છો, તો તમારે નારિયેળ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

કેમકે કેલેરીમાં ઓછી અને પચાવવામાં સરળ હોવાને કારણે તે વજનને ઓછુ કરે છે. સાથેજ નારિયેળ પાણીમાં પોટેશિયમ પૂરતી માત્રામાં હોય છે, જે સોડિયમને બહાર કાઢવામાં મદદ કરે છે. કેમકે વધારે સોડિયમ શરીરના વજનને વધારે છે.

૫. હદયરોગને ઓછું કરવા માટે:

નારિયેળ પાણીનું સેવન હદયરોગની શક્યતા ઓછી કરે છે, કેમકે તે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે અને તેનો એન્ટી ઓક્સિડન્ટ ગુણ લોહીના પ્રવાહને સરળ બનાવી રાખવામાં મદદ કરે છે, જેના કારણે હદય સબંધી સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના ખુબજ ઓછી રહે છે.

૬. પાણીની ઉણપને પહોંચી વળવા માટે:

નારિયેળ પાણીનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ રહેતી નથી. ડાયરિયા, ઉલ્ટી અથવા ઝાડા થાય ત્યારે નારિયેળ પાણી પીવું ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે તે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવાની સાથે જરૂરી તત્વો પણ શરીરમાં પૂરા પાડે છે. નારિયેળ પાણીમાં જોવા મળતા પોષક તત્વ ઇલેક્ટ્રોલાઈટ રૂપે કામ કરે છે અને આપણા શરીરમાં પાણીના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે.

૭. પથરીને દૂર કરવા માટે:

જો કોઈને કિડનીમાં પથરીની સમસ્યા હોય તો નારિયેળ પાણીનું સેવન તેના માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે કેલ્શિયમ, ઓકસ્લેટ અને બીજા ઘણા તત્વ સ્ફટિક રૂપે મળીને પથરીનું નિર્માણ કરે છે, અને નારિયેળ પાણી આ સ્ફટિકને ગાળે છે અને પથરીને ઝડપથી બહાર કાઢવામાં મદદ કરે છે.

૮. ગર્ભાવસ્થા દરમિયાન:

ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળ પાણીનું સેવન લગભગ દરેક સ્ત્રીઓને કરવું જોઈએ, તેમાં રહેલા પોષક તત્વોની જરૂર દરેક સ્ત્રીઓને હોય છે. તે પોષક તત્વ ન ફકત સ્ત્રીઓ માટે જરૂરી માનવામાં આવે છે, પરંતુ ગર્ભમાં રહેલા બાળક માટે પણ ખૂબ જરૂરી છે.

ગર્ભાવસ્થામાં નારિયેળ પાણીનું સેવન સવારની માંદગી, કબજિયાત અને થાક દૂર કરવામાં મદદ કરે છે, સાથેજ શરીરમાં લોહીની માત્રાને વધારવા, યુરિન ઇન્ફેક્શન દૂર કરવા અને બ્લડ પ્રેશરને ઓછું કરવામાં પણ મદદ કરે છે.

૯. યુરિન ઇન્ફેક્શનને મટાડે છે:

જો તમને પણ કોઇ પ્રકારની યુરિન સંબંધી સમસ્યા હોય, તો આજથી જ નારિયેળ પાણીનું સેવન કરો, કેમ કે તેના સેવનથી ઇન્ફેક્શન મટી શકે છે. નારિયેળ પાણી એક પ્રાકૃતિક મૂત્રવર્ધક રૂપે પણ કામ કરે છે. આ પ્રકાર, તે મૂત્ર ઉત્પાદન અને તેના પ્રવાહનો વધારો કરીને ઝેરીલા પદાર્થોને શરીરથી બહાર કાઢે છે. તેના મૂત્રવર્ધક ગુણો સિવાય, નારિયેળ પાણીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે.

૧૦. ત્વચામાં ચમક જાળવી રાખવામાં:

મિત્રો સ્વાસ્થ્ય લાભ ઉપરાંત નારિયેળના પાણીના સેવનથી ત્વચાને ચમકાવવામાં પણ ફાયદો થાય છે, તેનું નિયમિત રૂપે સેવન કરવાથી ત્વચાને જરૂરી પોષક તત્વ મળે છે અને તેને ચમકીલી અને તેજસ્વી બનાવે છે.

નારિયેળમાં રહેલ સાઇટોકીન્સ ના કારણે તે કોષો અને સ્નાયુઓને અસર કરે છે, અને તે વય સબંધી રોગોના વિકાસના જોખમને ઓછું કરે છે. પીવા સિવાય તમે ૨ ચમચી ચંદન પાવડરની સાથે પૂરતા પ્રમાણમાં નારિયેળ પાણી ઉમેરો અને તમારી ત્વચા પર લગાવો અને સારી રીતે સુકાયા પછી તેને ધોઈ લો.

૧૧. વાળ માટે:

નારિયેળ પાણીમાં વિટામિન કે અને આયરન હોય છે જે વાળને સ્વસ્થ રાખવામાં અને વાળને ખરતા અટકાવવા માટે ખૂબ જરૂરી હોય છે અને તેમાં રહેલ આયરન વાળને મૂળ સુધી ઓક્સિજન પહોંચાડે છે.

નારિયેળ પાણીથી માથાની માલિશ કરવાથી વાળ મજબૂત બને છે. નારિયેળ પાણી નારિયેળ તેલની સરખામણીમાં હળવું હોય છે અને વાળને ચીકણા બનાવતા નથી, અને તેને હાઇડ્રેટ કરી તેની ચમકને વધારે છે.

૧૨. ડાયાબિટીસની સારવારમાં:

નારિયેળ પાણીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખુબજ ફાયદાકારક હોય છે. તેમાં રહેલ પોષક તત્ત્વ શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબજ જરૂરી હોય છે.

સાથે જ તે લોહીમાં શર્કરા ની માત્રા અને ઓક્સિડેટીવ તણાવને ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસનું મુખ્ય કારણ શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોનની ઊણપ છે. નારિયેળ પાણીમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ્સ શરીરમાં ઈન્સ્યુલીનના પરિભ્રમણ માં મદદ કરે છે. ડાયાબિટીસમાં નારિયેળ પાણી જરૂર પીવું જોઈએ. તેમાં રહેલ મેગ્નેશિયમ તત્વ ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસમાં ફાયદાકારક હોય છે.

૧૩. માથાના દુખાવાથી છુટકારો:

અભ્યાસ મુજબ માથાના દુખાવાનું કારણ શરીરમાં પાણીની ઉણપ હોય છે, તેવામાં નારિયેળ પાણી શરીર માટે ઇલેક્ટ્રોલાઈટની અપૂર્તી અને શરીરમાં પાણીને વધારવામાં ખૂબ મદદ કરે છે, સાથે જ મેગ્નેશિયમ પણ પૂરતી માત્રામાં મળવાને કારણે પણ તે માથાના દુખાવાની સમસ્યાને ઓછી કરે છે.

કેમ કે મેગ્નેશિયમ નું પ્રમાણ ઓછું હોવાને કારણે પણ માથાનો દુખાવો થાય છે. અભ્યાસથી જાણવા મળ્યું છે કે મેગ્નેશિયમ માઇગ્રેનની સમસ્યાને પણ ઓછું કરવામાં મદદ કરી શકે છે.

નારિયેળ પાણીના નુકસાન અથવા આડ અસર:

Image Source

મિત્રો નારિયળ પાણીના કેટલાક ફાયદા છે તો કેટલાક નુકસાન પણ છે. પરંતુ જો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે આપણા માટે રામબાણ ઔષધી સાબિત થઈ શકે છે. તેના સેવનથી કેટલાક નુકસાન થાય છે જે આ પ્રકાર છે –

  1. જો તમને નારિયેળ પાણીથી એલર્જી છે, તો તમારે તેના સેવનથી બચવું જોઈએ.
  2. તેનો વધારે સેવન લોકોમાં સોજા અને પેટની સમસ્યાનું કારણ બની શકે છે.
  3. જો થોડા સમય પછી, તમારી કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી હોય, તો ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા નારિયેળ પાણી ન પીવું જોઈએ. કેમકે તે સર્જરી દરમિયાન અને સર્જરી પછી બ્લડ પ્રેશર નિયંત્રણમાં સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
  4. ખૂબ વધારે માત્રામાં તેનું સેવન કરવાથી તમારે વારંવાર મળત્યાગ માટે જવું પડે છે.
  5. નારિયેળ પાણી તમારા શરીરને ઠંડક આપે છે. તેથી ઠંડી પ્રકૃતિવાળા અને શરદીથી પીડાતા લોકોને તેના સેવનથી બચવું જોઈએ.
  6. નારિયેળ પાણી હંમેશા તાજુ જ પીવું જોઈએ. કેમકે ખૂબ ડર પછી સેવન કરવાથી તેના પોષક તત્વો ખતમ થઈ જાય છે.
  7. લો બ્લડ પ્રેશર વાળા લોકોએ તેનું સેવન કરવાથી બચવું જોઈએ, કેમકે નારિયેળ પાણી તમારૂ બ્લડ પ્રેશર ઓછું કરી શકે છે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment