આ ટિપ્સ થી પસંદ કરો લગ્ન માંટે ના હેર કટ અને હેર કલર

જો તમે લગ્ન માં નવા હેર કટ અને હેર કલર માંટે વિચારી રહ્યા છો તો અહી આપેલ ટિપ્સ જરૂર થી ફોલો કરો.

Image Source

લગ્ન ના દિવસે ખૂબસૂરત દેખાવું ખૂબ જ જરુરી હોય છે અને તેમા પણ તમારી હેર સ્ટાઇલ પણ એક દમ અનોખી હોવી જોઈએ. જો તમારી પાસે ઘણા ઇવેન્ટ્સ હોય તો તમારે એ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે તમારા વાળ સારા દેખાય.

વાળ ની ખૂબસૂરતી માંટે હેર કટ અને હેર કલર પણ એટલા જ સારા હોવા જોઈએ. કેટલીક વખત ઉતાવડ માં કરવામાં આવેલ હેર કલર ની પસંદગી ને કારણે વાળ ની શોભા બગડી જાય છે. તો ક્યારેક સમજી વિચારી ને કરવામાં આવેલ હેર કટ કે હેર કલર વાળ ની શોભા વધારી પણ દે છે. જો તમે પણ લગ્ન માંટે હેર કટ કે હેર કલર કરવાનું વિચારી રહ્યા છો તો અહી કેટલીક ટિપ્સ આપેલ છે તેને જરૂર થી ફોલો કરો.

હેર સ્ટાઇલીસ્ટ કેવી રીતે પસંદ કરવા

Image Source

આ એક મહત્વ ની વાત છે કે જ્યારે તમે હેર સ્ટાઇલીસ્ટ પસંદ કરો છો તો બરાબર જાણી પારખી ને જ પસંદ કરવા. ઇન્ટરનેટ અને અનુભવી લોકો પાસે થી જાણકારી લો. ક્યારે પણ હેર કલર કે હેર કટ કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે ન કરાવો. હેર સ્ટાઇલીસ્ટ એવો હોવો જોઈએ કે જે તમારા વાળ ની જરૂરત  વિશે સમજે અને પોતાના કામ માં પર્ફેક્ટ પણ હોય. જે તમારા ચહેરા અને રંગ ના હિસાબ થી હેર કટ કરે અને તેને કલર પણ કરે. કલર કે કટ કરાવતા પહેલા તેની સાથે વાતચીત કરી લો અને પછી જ આગળ હેર કટ કે કલર કરાવો.

હેર કટ નો શેડ્યૂલ ક્યારે કરવો જોઈએ.

Image Source

પોતાના લગ્ન માંટે મન ગમતા હેર કટ અને હેર સ્ટાઇલ કરાવાં માંટે તમારે મહિના પહેલા જ તેને કરાવું. એ વાત નું ધ્યાન રાખવું કે તમારા વિશ્વસનીય હેર સ્ટાઇલીસ્ટ પાસે થી એક કે બે દિવસ પહેલા નહીં પણ મહિના પહેલા તેને બૂક કરવું. પહેલા થી હેર સ્ટાઇલીસ્ટ સાથે વાત કરવી અને તેના વિચારો પણ વિચાર કરવો.  જો તમે તમારા વાળ ને વધારવા માંગો છો તો તેને વધવા દો. અને તમારા પહેલા કટ ને બે મહિના સુધી ટ્રીમ કરો. કોઈ પણ નવા હેર કટ માંટે એક મહિનો કે 3 અઠવાડિયા સુધી બ્રેક લો. આ રીતે તમારી પાસે ન્યુ કટ માંટે ટાઇમ પણ મળી રહેશે.

કેવી રીતે કરશો કલર ની પસંદગી

Image Source

ઘણા બધા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલીસ્ટ માંટે સરળ નથી કોઈ દુલ્હન માંટે મેકઅપ કે હેર સ્ટાઇલ પસંદ કરવો. જો કે ભૂરા અને સોનેરી રંગ ના શેડ બધા ને પસંદ નથી આવતા. અને પછી તે તમારી પર છે કે તમને પસંદ આવે છે કે નહીં. આ વાત તમારા પર નિર્ભર કરે છે કે તમારે તમારા લગ્ન માં કેવા રંગ ના વાળ કરાવા છે. હમેશા એવો જ કલર પસંદ કરવો કે જેથી તમે આરામદાયક મહેસુસ કરો. તમારા લગ્ન થોડા દિવસ સુધી જ ચાલશે પણ વાળ નો કલર થોડા લાંબા સમય સુધી ટકી રહેશે.

ક્યારે કરાવશો હેર કલર

Image Source

તમારે એક કે બે મહિના પહેલા તમારા વાળ ને કલર કરાવી લેવા જોઈએ. જો તમે પહેલી વાર કલર કરાવી રહ્યા છો તો તમારે એક મહિના પહેલા જ કલર કરાવી દેવા જોઈએ. જેમ કે તમારી પાસે ટાઇમ હોય અને તમે હેર સ્ટાઇલીસ્ટ પાસે જાવ અને તેને કહો કે તમારા વાળ ના લુક ની યોજના કેવી રીતે છે. પછી તેને તમારા વેડિંગ પ્લાનર માં શામેલ કરો. તમે એક સારા વાળ ને લગ્ન ના દિવસે સેટ કરી શકો છો.

આ બધી જ ટિપ્સ ને ફોલો કરી ને તમે તમારા લગ્ન ના દિવસે એક સુંદર કન્યા ના રૂપ માં દેખાશો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment