બેબી બોય માટે પૌરાણિક નામ નું લિસ્ટ જુઓ, આ યાદીમાં તમને પણ કોઈ નામ પસંદ આવીજ જશે.
બાળકો માટે સૌથી સુંદર નામ શોધવામાં માતા પિતા દરેક સંભવ પ્રયત્ન કરે છે. ક્યારેક બાળકોના નામના પુસ્તક જુએ છે તો ક્યારેક ઇન્ટરનેટ પર શોધવાનો પ્રયત્ન કરે છે. બાળકો માટે નામ પસંદ કરવાની ઘણી રીત છે જેમાંથી એક રીત પૌરાણિક નામ જોવાનું છે.
જી હા, ભારતના પૌરાણિક કાળ અને કથાઓમાં તમને તમારા બાળક માટે કોઈ સુંદર નામ મળી શકે છે.
પૌરાણિક નામ
અંજનેય: હનુમાનજીની માતાનું નામ અંજની હતું તેથી તેને અંજનેય નામથી પણ બોલાવવામાં આવે છે. અંજનેય તેનો અર્થ થાય છે કે અંજની નો પુત્ર. આજના સમયમાં અંજનેય નામ ખૂબ અલગ રેહશે અને જો તમે તમારા બાળક માટે કોઈ અલગ નામ જ શોધી રહ્યા છો, તો અંજનેય નામ પસંદ કરી શકો છો.
આતિશ: ભગવાન ગણેશને આતિશના નામથી પણ ઓળખવામાં આવે છે. ગણેશજી ના અનેક નામોમાંથી એક નામ આતિશ પણ છે. આતિશ નામનો અર્થ થાય છે કે ગતિશીલ વ્યક્તિ, આતીશબાજી અને અવાજ.
અભિમન્યુ: જો તમારા બાળકનું નામ ‘અ’ અક્ષર પરથી આવે છે, તો તમે અભિમન્યુ નામ પસંદ કરી શકો છો. મહાભારત કાળમાં પાંડવપુત્ર અર્જુનના બાળકનું નામ અભિમન્યુ હતું. અભિમન્યુ નામનો અર્થ થાય છે કે નિર્ભય, દયાળુ અને આત્મસમ્માન થી રહેનાર.
અચ્યુત: આ પણ એક પૌરાણિક નામ છે. અચ્યુત નામનો અર્થ થાય છે અવિનાશી, અમર, ક્યારેય ન મરનાર. ભગવાન વિષ્ણુને પણ અચ્યુતના નામે ઓળખવામાં આવે છે.
અર્થ સાથે હિન્દુ બેબી બોય ના નામ
દક્ષેશ: જો તમારા બાળક માટે અલગ નામ શોધી રહ્યા છો તો દક્ષેશ નામ તમને પસંદ આવી શકે છે. દક્ષેશ નામનો અર્થ પણ ખૂબ જ મધુર છે. દક્ષેશ નામનો અર્થ થાય છે દક્ષના સ્વામી અને એક રાજા. ભગવાન શિવને દક્ષેશના નામથી પણ ઓળખવામાં આવે છે.
દેવેશ: બાળકો માટે દેવેશ નામ પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ભગવાન શિવના અનેક નામોમાંથી એક નામ દેવેશ પણ છે. દેવતાઓના રાજા ઈન્દ્રને પણ દેવેશ કહેવામાં આવતા હતા.
હિન્દીમાં હિન્દુ બેબી બોય ના નામ
કેશવ: ભગવાન કૃષ્ણને માનો છો, તો તમને પણ જાણ હશે કે તેના ઘણા લોકપ્રિય નામોમાંથી એક નામ કેશવ પણ છે. જો બાળકનું નામ ‘ક’ અક્ષર પરથી આવે છે, તો તમે નામ કેશવ રાખી શકો છો.
નકુલ: આ નામ પણ ખૂબ સારું છે. પાંડવ પુત્રોમાંથી એક નામ નકુલ હતું. નકુલ ભલે પૌરાણિક નામ હોય પરંતુ આજે પણ આ નામને ખૂબ પસંદ કરવામાં આવે છે.
હિન્દી 2021મા છોકરાઓના નામ
પાર્થ: ‘પ’ અક્ષરથી નામ નીકળતા તમે તમારા બાળકને પાર્થ નામ આપી શકો છો. મહાભારત કાળમાં ભગવાન કૃષ્ણ મિત્ર અર્જુનને પાર્થના નામથી બોલાવતા હતા. પાર્થ નામનો અર્થ થાય છે જે વ્યક્તિ ક્યારેય તેના લક્ષ્યને ચૂકતા નથી અને અર્જુન આ કામમાં કુશળ હતા.
સિદ્ધાર્થ: જે વ્યક્તિ પોતાના લક્ષ્યને પૂરો કરવામાં સંપૂર્ણ ધ્યાન આપે છે તેને સિદ્ધાર્થ કેહવાય છે. બ્રહ્માજીને પણ સિદ્ધાર્થના નામથી ઓળખવામાં આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team