મહાલક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ભૂલોથી બચવાની માન્યતા છે, જાણો શું કહે છે ચાણક્ય નીતિ

પંડિતોનું માનીએ તો ચાણક્ય નીતિમાં આ ભૂલો વિશે જણાવવામાં આવ્યુ છે. જેને દૈનીક કરવાથી માતા મહાલક્ષ્મી નારાજ થઈ જાય છે અને વ્યક્તિને પૈસાના અભાવે જીવન જીવવું પડે છે.

શ્રીમંત હોવા પર ચાણક્ય નીતિ:

આચાર્ય ચાણક્યને મહાન પંડિત માનવામાં આવે છે. કહેવાય છે કે પ્રાચીન કાળમાં કોઈ વ્યક્તિ કે પરિસ્થતિ એવી ન હતી, જેમાં ચાણક્ય વિજય પ્રાપ્ત કરી શક્યા નથી. ઇતિહાસકારો જણાવે છે કે આચાર્ય ચાણક્યનું મગજ એટલું તેજ હતું કે તે મુશ્કેલીથી મુશ્કેલ તકલીફનું સમાધાન પણ ખૂબ સરળતાથી શોધી લે છે.

કહેવાય છે કે આચાર્ય ચાણક્યની નીતિમાં પણ તેની સમજદારીના કિસ્સાની જાણકારી એકઠી કરવામાં આવેલ છે. પંડિતોનું માનીએ તો ચાણક્ય નીતિમાં આ ભૂલો વિશે જણાવવામાં આવ્યુ છે. જેને દૈનીક કરવાથી માતા મહાલક્ષ્મી નારાજ થઈ જાય છે અને વ્યક્તિને પૈસાના અભાવે જીવન જીવવું પડે છે.

ઉંબરા પાસે પાણી નાખવું:

કહેવામાં આવે છે કે જે લોકો નિયમિત રૂપે સવારે ઉઠ્યા પછી પોતાના ઘરના ઉંબરા પર પાણી નાખે છે, તેના ઘરમાં અપાર ધન સંપત્તિ આવે છે. કહેવામાં આવે છે કે આ ઉપાયને કરવાથી ન ફકત માતા મહાલક્ષ્મી પરંતુ પિતૃની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જણાવવામાં આવે છે કે આ ઉપાય અજમાવતા લોકોના ઘરની તિજોરીઓ હંમેશા ઘનથી ભરેલી રહે છે.

સૂર્યોદય પછી સુવું:

આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ વ્યક્તિને સૂર્યોદય પછી સુવું ન જોઈએ. કહેવામાં આવે છે કે આમ કરવાથી માતા મહાલક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થતી નથી અને ઘરના બધા પૈસા ધીમે ધીમે પૂરા થવા લાગે છે. પ્રયત્ન કરો કે સૂર્યોદયથી પહેલા ઉઠો અને સૂર્યાસ્ત થયા પછી જલ્દી થી જલ્દી સુઈ જાઓ.

Image by truthseeker08 from Pixabay

સાંજના સમયે પૂજા જરૂરી છે:

ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે સાંજની પૂજા ખૂબ જરૂરી હોય છે. સાંજે પૂજા કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે અને ઘરમાં ધન સંપતિનો વસવાટ શરૂ થાય છે. સાંજે નિયમિત રૂપે પૂજા પાઠ કરવાથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થવાની માન્યતા છે. જણાવવામાં આવે છે કે આ સરળ ઉપાય થી ઘરમાં સકારાત્મક વાતાવરણ પણ રહે છે.

Image by Pavlofox from Pixabay

ઘરના સભ્યોનું સમ્માન કરો:

કહેવાય છે કે જે ઘરમાં ઘરના સભ્યો એક બીજાનું સમ્માન કરે છે, તેના ઘરમાં ક્યારેય પૈસાની અછત રહેતી નથી. એવા પરિવારથી દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન રહે છે અને તેવા ઘરમાં પ્રવેશ કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

Leave a Comment