ચીનમાં કોરોના વાયરસે મચાવી તબાહી, મરવાવાળી સંખ્યા 132 ને પાર ..

ચીનમાં કોરોના વાયરસથી થયેલા મૃત્યુની સંખ્યા 132 હતી, લગભગ 6,000 કેસોની પુષ્ટિ થઈ છે . કોરોના વાયરસથી પીડિત લોકોમાંથી 1,239 લોકોની હાલત ગંભીર છે અને ચીનમાં તેના ૯,૨૩૯ સંભાવિત મામલા સામે આવી રહ્યા છે. કોરોના વાયરસ એ વિષાણુંઓ નું એક મોટું જૂથ છે, પરંતુ આમાંથી ફક્ત છ વિષાણું જ લોકોને ચેપ લગાવે છે.

ચીનમાં જીવલેણ કોરોના વાયરસની તબાહી એટલી હદ સુધી વધી રહી છે કે તેનાથી 25 વધુ લોકોના મોતની પુષ્ટિ કરી છે, જેની સાથે જ તેનાથી મરવાવાળા લોકોની સંખ્યા વધીને 132 થઈ ગઈ છે. લગભગ 6000 લોકો તેની જપેટમાં છે તેવી પૃષ્ટિ કરવામાં આવી છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આવતા 10 દિવસમાં વાયરસનો ચેપ ચરમસીમાએ પહોંચશે, પરિણામે મોટી સંખ્યામાં લોકોના મોત નીપજશે.

ચીનના આરોગ્ય અધિકારીઓએ બુધવારે કહ્યું હતું કે વાયરસ ચેપના 5,974 કેસોની પુષ્ટિ થઈ છે અને વાયરસના લીધે થવાવાળા ન્યુમોનિયાના 31 નવા કેસ મંગળવાર સુધીમાં સામે આવ્યા હતા. સરકારી સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, આ વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 132 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે મંગળવાર સુધીમાં હુબેઇ પ્રાંતમાં કોરોના વાયરસને કારણે 125 લોકોનાં મોત નીપજ્યાં અને ૩,૫૫૪ મામલાની પૃષ્ટિ થઈ હતી.

એજન્સીએ જણાવ્યું કે કોરોના વાયરસથી પીડિત લોકોમાંથી ૧,૨૩૯ ની હાલત ગંભીર છે અને ચીનમાં તેના ૯,૨૩૯ સંભાવિત મામલા સામે આવ્યા છે. કોરોના વાયરસ એ વિષાણુંઓ નું એક મોટું જૂથ છે, પરંતુ આમાંથી ફક્ત છ વિષાણું જ લોકોને ચેપ લગાવે છે. તેના સામાન્ય પ્રભાવોને લીધે, ત્યાં સર્દી-તાવ આવે છે પરંતુ ‘સિવિયર એક્યુટ રીફિરેટરી સિંડ્રોમ’ (એસએઆરએસ) એ એક એવો કોરોના વાયરસ છે જેના પ્રકોપથી ચીન અને હોંગકોંગમાં 2002-03 માં લગભગ 650 લોકો માર્યા ગયા હતા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment