બદલાતી ઋતુમાં તાવ, ખાંસી, શરદી જેવા ફ્લૂથી બચો, અજમાવો આ ઉપાય..

Image source

વરસાદની ઋતુ માં રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. તેથી ફ્લૂ થવાની શક્યતાઓ વધી જાય છે. વાતાવરણમાં ફેરફાર થતા જ , મોટાભાગે લોકોની તબિયત ખરાબ થઇ જાય છે. લોકો ને તાવ, ખાંસી, શરદી અને ફ્લૂ જેવી બીમારીઓ થવા લાગે છે,એવામાં માનવામાં આવે છે કે વરસાદની ઋતુમાં શરીરની રોગ સામે લડવાની શક્તિ થોડીક ઓછી થઇ જાય છે, જેનાથી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. આવા વાતાવરણમાં બાળકો અને વડીલો એ પોતાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તેમની રોગપ્રતિકારક ક્ષમતા યુવાનોની સરખામણીએ ઓછી હોય છે. આ બીમારીઓ થી બચવા માટે કેટલાક સરળ ઉપાય આપવામાં આવ્યા છે.

ફ્લૂના લક્ષણ :

Image Source

પીઠમાં દુખાવો થવો.  જીણો તાવ આવવો ,

માથામાં દુખાવો, નાક બંધ થઇ જવું, ખાંસી થવી

અહી જણાવી દઈએ કે આ પ્રકારના લક્ષણ કોરોના વાયરસના પણ છે. એટલા માટે બંને વચ્ચે નો તફાવત શોધવો અઘરો છે. એટલા માટે તમારે એકવાર ડૉક્ટર સાથે વાત કરી લેવી જોઇએ. જાણો વાયરલ તાવ અને ફ્લૂથી બચવા માટે કયા ઉપાય જરૂરી છે.

હળદરવાળું દૂધ:

Image Source

હળદર એન્ટી બાયોટિકનું કામ કરે છે, એટલા માટે તેને દૂધમાં મિક્સ કરીને પીવું ઉત્તમ રહેશે. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ હુંફાળા ગરમ દૂધમાં થોડીક હળદર મિક્સ કરીને પી જાઓ. આ સ્વાસ્થ્યની સાથે તમને શરદી-ખાંસી અને વાઇરલ ફ્લૂથી પણ બચાવશે.

આવી ઋતુ માં ચ્યવનપ્રાશ ખાવુ ખૂબ જરૂરી છે, પરંતુ આ મોસમમાં વધારે ફાયદાકારક સાબિત થાય છે. ચ્યવનપ્રાશ જડી-બુટ્ટીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું  એક આયુર્વેદિક ઉત્પાદન છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.

શરદી માટે નાસ લેવો

Image Source

જો તમને શરદી થઈ છે તો નાસ લેવો તે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. તેનાથી બંધ નાકની સમસ્યા દૂર થઇ જાય છે. તમે ગરમ પાણીમાં અજમો નાંખીને તેની વરાળ લઇ શકો છો. તે  ખાંસીની સાથે સાથે ગળા ના દુખાવા માં પણ રાહત અપાવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

 

Leave a Comment