મોન્સુન કાર કેર ટિપ્સના માધ્યમે તમે તમારી કારને કોઈ ડર વગર વરસાદની ઋતુમાં રસ્તા પર લઈને સુરક્ષિત યાત્રા કરી શકો છો.
વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે આ ઋતુનો પૂરો આનંદ ઉઠાવે. પરંતુ વરસાદની ઋતુનો આનંદ ઉઠાવવાની સાથે જરૂરી છે કે તમે તમારા સ્વાસ્થ્યની સાથે સાથે તમારી કારનું પણ ધ્યાન રાખો. આ ઋતુમાં જો તમે તમારી કારની સંભાળ રાખશો નહિ તો તમારી કાર વરસાદ વખતે ગમે ત્યારે દગો આપી શકે છે.
તેથી અમે તમને જણાવી રહ્યા છીએ આ સરળ ટિપ્સ અને ટ્રિકસની સંપૂર્ણ જાણકારી જેને ફોલોવ કર્યા પછી તમે સુરક્ષિત રહીને તમારી કારની સાથે આ વરસાદની ઋતુનો આનંદ માણી શકો છો.
•કાર સર્વિસ – વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે આવી સ્થિતિમાં જરૂરી હોય છે તમે તમારી કારની સર્વિસ કંપનીના સર્વિસ સેન્ટરે કરાવો જેથી કારમાં એન્જિન અને ઇલેક્ટ્રિકની નાની મોટી ખામીઓને સમયસર સરખી કરાવી શકાય છે.
જો તમે વરસાદમાં તમારી કારની સર્વિસ કરાવતા નથી તો વરસાદ થવા પર નાની મોટી ખામીઓ મોટી સમસ્યા ઊભી કરી શકે છે અને પછી તમારો સમય અને પૈસા બંને બગડી શકે છે.
•ટાયર્સ હેલ્થ – મોનસુન એટલે વરસાદની ઋતુમાં ગાડીમાં સૌથી વધારે સમસ્યા પંચરની જોવા મળે છે જેના કારણે હંમેશા લોકોને વરસાદ વચ્ચે રસ્તા પર સમસ્યાનો સામનો કરવો પડે છે.
તેથી તમારા કારના ટાયરની હેલ્થ તપાસ કરી અને જરૂરી લાગે તો તેને બદલાવો જેથી તમને વરસાદની ઋતુમાં રસ્તા પર કારને પંકચર બનાવવા માટે પરેશાન થવું પડે નહિ.
•બેટરી અને વાયરીંગ – વરસાદની ઋતુમાં કારના જે પાર્ટ્સનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે તેમાં બેટરી અને કારની વાયરીંગ ખૂબ જરૂરી છે. તમે વરસાદમાં તમારી કારની બેટરી અને વાયરીંગની તપાસ કરાવો.
બેટરી અને વાયરીંગની તપાસ ન કરવા પર જો તમે વરસાદમાં બહાર નીકળી રહ્યા છો અને વાયરીંગમાં ક્યાંય નાની પણ ખામી છે જે વરસાદમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે જેમાં શોર્ટ સર્કિટ જેવી સમસ્યા શામેલ છે.
•વાયપર સિસ્ટમ – વરસાદની ઋતુમાં કારના વાઇપર સિસ્ટમ સૌથી જરૂરી વસ્તુઓમાંથી એક હોય છે. તેથી સમયસર પોતાની કારના વાઇપર ની બ્લેડ ચેક કરો અને જરૂર પડે તો તેને બદલી દો જેથી વરસાદમાં બહાર નીકળવા પર તમને કારની બહારનું સરળતાથી દેખાય શકે.
વાઇપર બ્લેડ બદલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી તમારી કારની વિન્ડસ્ક્રીન સંપૂર્ણપણે સાફ થઈ જશે અને રોડ અકસ્માતનું જોખમ ઘણી હદ સુધી ઘટી જશે.
કારની માઈલેજ વધારવા માટેની ટિપ્સ અને યુક્તિઓ: આ સરળ ટિપ્સ અને યુક્તિઓ કોઈપણ વધારાના ખર્ચ વિના તમારી કારની માઈલેજ વધારશે
•મડ ફ્લેપ – વરસાદમાં કારને બહાર કાઢ્યા પછી, કારની સામે જે મોટી સમસ્યા આવે છે તે કાદવ છે જેના કારણે કારના ટાયર સહિત નીચેની બોડી પર ઘણી ગંદકી જામી જાય છે.
તેથી, વરસાદમાં બહાર જતા પહેલા, તમારી કારના ટાયરના પાછળના ભાગમાં મડ ફ્લૅપ ચોક્કસ લગાવી લો જેથી કરીને તમારી કારના નીચેના ભાગને કાદવ અને માટીના જામવાથી બચાવી શકાય.
બ્રેકિંગ સિસ્ટમ – વરસાદની સિઝનમાં કારના જરૂરી ભાગોમાં બ્રેકિંગ સિસ્ટમનું મહત્વ ઘણું વધી જાય છે કારણ કે વરસાદમાં રસ્તા પર કાર ચલાવતી વખતે બ્રેકિંગ સિસ્ટમ નબળી પડી જાય છે અને બ્રેક્સ ઓછી લાગે છે.
તેથી તમારી કારના બ્રેક શૂની તપાસ કરાવો અને જો તે ઘસાય ગઈ હોય તો તેને બદલી નાખો જેથી કરીને વરસાદની ઋતુમાં તમારી કાર રસ્તા પર વધુ સારી રીતે પકડ મેળવી શકે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “વરસાદની ઋતુમાં તમારા પૈસા અને સમય બંને બચશે, અજમાવો આ સરળ કાર કેર ટિપ્સ એન્ડ ટ્રિક્સ”