શું પાણી પણ ક્યારેય એક્સપાયર થઇ શકે છે?? જાણો શું છે હકીકત

જે રીતે ખાદ્યસામગ્રી ની વસ્તુઓની એક્સપાયરી ડેટ હોય છે શું તેવી રીતે પાણી પણ એક્સપાયર થઈ જાય છે ? જો પાણી ક્યારેય પણ ખરાબ થતું નથી તો પછી પાણીની બોટલ પર તેની એક્સપાયરી ડેટ કેમ લખવામાં આવે છે.

શું તમે ક્યારેય પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ જોઈ છે? એવા ઘણા બ્રાન્ડ છે, જેને પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ છાપવાની શરૂઆત કરી છે. સંશોધન મુજબ આ થોડું ભ્રામક બની શકે છે. તે તમને વિચારવા પર મજબૂર કરે છે કે એક્સપાયરી ડેટ જતી રહ્યા પછી શું પાણી પીવું હકીકતમાં સુરક્ષિત છે કે નહિ. તો ચાલો જાણીએ કે શું હકીકતમાં પાણીની કોઈ એક્સપાયરી ડેટ પણ હોય છે શું ?

Image Source

શું નળનું પાણી ક્યારેય એક્સપાયર થાય છે?

સંશોધન મુજબ, તેમ જોવા મળ્યું છે કે નળનું પાણી જો યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે, તો તેને 6 મહિના સુધી પી શકાય છે. પરંતુ, કાર્બોનેટેડ નળનું પાણી સમય સાથે સપાટ થવા લાગે છે કેમકે પાણીમાં રહેલ ગેસ ઉડવા લાગે છે, જેના કારણે સ્વાદ ખરાબ લાગે છે. સાધારણ નળનું પાણી પણ થોડા સમય પછી વાસી લાગવા લાગે છે, કેમકે હવામાં રહેલ કાર્બનડાયોક્સાઈડ પાણી સાથે ભળી જાય છે, જેનાથી ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે અને પાણીનો સ્વાદ હળવો એસિટિક લાગવા લાગે છે.

સાદુ અને કાર્બોનેટેડ નળનું પાણી બંનેનો સ્વાદ ખરાબ થવા છતા, તેને 6 મહિના સુધી પીવા માટે સુરક્ષિત માનવામાં આવે છે. પાણીને 6 મહિના સુધી સ્વસ્થ અને પીવાલાયક બનાવી રાખવા માટે તમારે ફકત તેને ઠંડુ, સૂકું અને અંધારામાં એટેલે કે ફ્રીજમાં રાખવાની જરૂર છે.

Image Source

શું બોટલનું પાણી એક્સપાયર થાય છે ?

લાઇવ સાયન્સ રિપોર્ટ મુજબ, પાણી ક્યારેય ખરાબ થતું નથી, પરંતુ એકસપાયરી ડેટ પાણીની બોટલ એટલે પ્લાસ્ટિક સાથે છે. પાણીને સ્ટોર કરવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. થોડા સમય પછી પ્લાસ્ટિક પાણીમાં ભળવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક થવા લાગે છે.

ન્યુ જર્સીમાં 1987 ના એક કાનૂન મુજબ, ખાદ્ય અને પાણીની કંપનીઓ માટે જરૂરી કર આપવામાં આવ્યો છે તે પ્રત્યેક ઉત્પાદન પર બે વર્ષથી ઓછી એક્સપાયરી ડેટ નાખે. જોકે પાણી હકીકતમાં એકસપાયર થતું નથી, તેમ છતાં પાણીની બોટલ પર એક એક્સપાયરી ડેટ છાપવી મહત્વપૂર્ણ થઈ ગઈ છે.

પછી આ કાનૂનમાં ફેરફાર કરવામાં આવ્યો પરંતુ તે હંમેશા સલાહ આપવામાં આવે છે કે જો પ્લાસ્ટિકની પાણીની બોટલ 6 મહિનાથી વધારે જૂની છે તો તેનું પાણી પીવું જોઈએ નહીં. પ્લાસ્ટિક બીપીએ ( બિસ્ફેનોલ ) અને અન્ય રસાયણોને છોડવા માટે ઓળખવા આવે છે, જે પાણીને દૂષિત કરે છે, જેનાથી તે મનુષ્યના ઉપયોગ માટે હાનીકારક થઈ જાય છે.

દરરોજ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ જોવા મળે છે. જેમાં પેટના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ સાથે પ્રતિરક્ષા પણ પ્રભાવિત થઈ શકે છે.

તમે પાણીને યોગ્ય રીતે સ્ટોર કેવી રીતે કરી શકો છો ?

પાણીને યોગ્ય રીતે સ્ટોર કરવું ખૂબ જરૂરી હોય છે. તેનાથી તમે ઘણા પ્રકારના સાઈડ ઈફેક્ટથી બચશો જેમાં ઊબકા, ઊલટી વગેરેનો સમાવેશ થાય છે. પાણીને સ્ટોર કરતી વખતે સૌથી સાધારણ ભૂલ આપણે તે કરીએ છીએ, કે તેને ગરમ જગ્યા પર રાખીએ છીએ. ગરમીના કારણે પ્લાસ્ટિકમાથી ટોક્સીન્સ નીકળીને પાણીમાં ભળે છે, જેનાથી નુકશાન થઇ શકે છે.

જોકે, પાણીને ઠંડી અને સૂકી જગ્યા પર રાખવામાં આવે, તો તેના નેગેટિવ ઇફેક્ટ લાંબા સમય સુધી દૂર રહે છે. સાથે પાણીને બીજા કેમિકલથી પણ દૂર રાખવું જોઈએ. જેમકે ઘરની સફાઈ માટે ઉપયોગમાં લેવાતા પ્રોડક્ટ્સ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment