પાચનતંત્રની ક્રિયા શરીરને ખુબ જ અસર કરે છે. જો પાચનતંત્ર બરાબર કામ કરતુ હોય તો સ્વાસ્થ્યને જાળવી શકાય છે અને પાચનતંત્રની ક્રિયામાં ગડબડ સર્જાય તો અનેક બીમારી લાગુ પડી શકે છે. એટલે સૌથી અગત્યનું કામ એ કે, પાચનતંત્રને સ્વસ્થ રાખવું જરૂરી છે.
પણ એ માટે શું કરવું જોઈએ એ તમે જાણો છો? પાચનતંત્રની ક્રિયાને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે રોજના શેડ્યુલમાં અમુક એવી ચીજનો ઉમરો કરો જે તમને બેસ્ટ હેલ્થ આપે. સાથે અમુક પ્રકારની પરેજી રાખવી જોઈએ…આ બંનેના કોમ્બિનેશનથી પાચનતંત્રની ક્રિયાને એકદમ યોગ્ય બનાવી શકાશે.
આ લેખ પાચનતંત્રની જાણકારી વિષય પર છે તો તમે આ લેખની માહિતી જરૂરથી વાંચજો. તમે પણ હેલ્થથી એકદમ ફીટ રહી શકો છો; એ માટે આ લેખને અંત સુધી વાંચી લો.
• હુંફાળું પાણી :
સવારમાં ઉઠીને પાંચ મિનીટ સુધી ઘરમાં હલનચલન કરો અને ત્યાર બાદ સહેજ ગરમ એવું હુંફાળું પાણી પીવો. હુંફાળું પાણી પીવાથી આંતરડા સાફ થાય છે અને લોહીનું નવું નિર્માણ થાય છે. ત્વચાને ચમક દેવામાં પણ હુંફાળું પાણી અસરકારક છે.
• કેળા :
કેળામાં થોડી ચીકાશ હોય છે, જેનાથી આંતરડાને સાફ કરી શકાય છે. હદયને સ્વાસ્થ્ય બક્ષવા માટે કેળા અતિગુણકારી છે. પેટની સફાઈ માટે કેળા ખુબ જ ફાયદેમંદ છે. પેટમાં સહેજ પણ ગરબડ લાગે કે કેળાનું સેવન કરવું જોઈએ.
• સૂંઠ :
અપચો, કબજિયાત, ગેસ અને પેટની અન્ય સમસ્યા માટે સુંઠ અક્શીર દવા છે. ગેસ અને અપચાથી પીડિત બાળકોને ગરમ પાણી સાથે મધમાં એક ચમચી સુંઠ ખવડાવવાથી પેટની સમસ્યાને દૂર કરી શકાય છે.
• મેથીના દાણા
મેથીમાં પેટને ફાયદો કરે એવા ગુણ હોય છે. પાચનતંત્રને એક્ટીવ રાખવા માટે મેથી દાણા બેસ્ટ ઓપ્શન છે. તેમજ વારેવારે ઓડકાર આવવાની તકલીફ હોય તો પણ મેથી દાણા ખુબ સારું કામ કરશે.
આદુ : તાજું આદુ લઇ તેને થોડી વાર પાણીમાં પલાળી રાખો. પછી આદુનો રસ કરીને તેમાં લીંબુના બે ટીપા ઉમેરી બનાવેલા રસને જમ્યા પછી પીવાથી જમેલું સરળતાથી પાચન થઇ જાય છે. જમ્યા પછી પેટ ભારે લાગે અથવા અપચા જેવું લાગે ત્યારે આ દેશી ઉપચાર અસરકારક નીવડે છે.
• અનાનસ :
પાચનતંત્રને અનાનસ ખુબ માફક આવે છે. ભૂખ ન લાગવાની તકલીફ હોય અથવા ત્વચાને લગતી કોઈ સમસ્યા હોય તો અનાનસ બેસ્ટ ઉપચાર છે. દરરોજ થોડું અનાનસ ખાવાથી પેટની તકલીફને દૂર કરી શકાય છે તેમજ પાચનતંત્રની ક્રિયા નિયમિત થાય છે.
• દહીં :
પેટમાં અસ્વસ્થતા જણાય ત્યારે દહીંમાં સહેજ નમક ઉમેરીને ખાવાથી તુરંત રાહત થાય છે. ઉપરાંત પેટમાં બળતરા થતી હોય ત્યારે પણ દહીં રાહત અપાવે છે.
દરેક પ્રકારની નવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે તો આ પેજને અત્યારે જ લાઈક કરી લો અને પ્રિય મિત્ર સાથે શેયર કરવાનું ભૂલતા નહીં.
Author : Ravi Gohel