દર વર્ષે ૨૮ મે ના ઇન્ટરનેશનલ વુમન હેલ્થ ડે મનાવવામાં આવે છે. એક એવો દિવસ જ્યારે સ્ત્રીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વાતો થાય છે. મહિલા સ્વાસ્થ્ય દિવસનો હેતુ છે સ્ત્રીઓને તેના સ્વાસ્થ્ય વિશે જાગૃત બનાવવી. હંમેશા એ જોવામાં આવ્યુ છે કે સ્ત્રીઓ, ઘર પરિવાર અને પોતાના લોકોનું ધ્યાન રાખતા રાખતા તેના સ્વાસ્થ્યને નજર અંદાજ કરી દે છે અને પછી મુશ્કેલીઓ વધવાથી ખામી પણ તેને જાતેજ ભોગવવી પડે છે.
આવી સ્થિતિમાં સમય આવી ગયો છે કે સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય અને શરીર સાથે જોડાયેલી ખોટી ભ્રમણો અને ભ્રમ ની બહાર નીકળે અને પોતાના સ્વાસ્થ્યને લઈને સાચો નિર્ણય લે. આજે મહિલા સ્વાસ્થ્ય દિવસ પર અમે તમને જણાવી રહ્યા છીએ તે મૂળભૂત ટેવ વિશે જે અજમાવીને સ્ત્રીઓ પોતાની જીવનશૈલીને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી શકે છે.
૧. પોતાની જાતીય તંદુરસ્તી જાળવી રાખવાના ઉપાયો
- જો તમે જાતીય રીતે સક્રિય છો, પરંતુ ગર્ભવતી થવા નથી માંગતા તો તમારા ડોક્ટર સાથે વાત કરો અને તેના દ્વારા બતાવવામાં આવેલા ગર્ભનિરોધક વિકલ્પ જ પસંદ કરો. તમારી જાતે કોઈ પણ ગર્ભનિરોધક ગોળી ન લેવી. તેનાથી ઘણી આડઅસર પણ થઈ શકે છે.
- નિયમિત રૂપે સંભોગ કરનારી સ્ત્રીઓ માટે ખૂબ જરૂરી છે કે તે દર વર્ષે ૩ થી ૫ વર્ષમાં એક વાર પૈપ સિમ્યર ટેસ્ટ પણ જરૂર કરાવે, તેનાથી કોઈ પણ પ્રકારના યોન સંચારિત રોગ નો જોખમ ન રહે. આમ કરવાથી તમે તમારા અને તમારા જીવનસાથી બંનેનું જીવન બચાવી શકો છો. તેટલું જ નહિ જ્યારે તમે ગર્ભવતી થઈ જાઓ ત્યારે તમાર ન જન્મેલા બાળકનું જીવન પણ.
- હંમેશા સંભોગ કર્યા પછી પેશાબ કરવાની ટેવ જરૂર રાખો. આમ કરવાથી તમારા યુરેથરા એટલે મૂત્રમાર્ગ સાફ થઈ જાય છે અને કોઈપણ પ્રકારના હાનિકારક બેક્ટેરિયા રહેવાનું જોખમ રહેતું નથી. સાથેજ આમ કરવાથી યુરિન ઇન્ફેક્શન યુતીઆઈ નું જોખમ ઘણા હદ સુધી ઓછું થઈ જાય છે.
- જો તમને કોઈપણ પ્રકારના યુરીન ઇન્ફેક્શન કે યોનિમાં સંક્રમણ, ખંજવાળ કે બળતરાની સમસ્યા થાય તો તે વાત પર સંકોચ કરવાને બદલે તેને પણ બીજી બીમારીઓની જેમ જ સમજો અને તરત તેનો ઈલાજ કરો.
- યોની ભાગના વાળોને વેક્સિંગ કે શેવિંગના માધ્યમે પૂરી રીતે હટાવવા ને બદલે નિયમિત રૂપે નાના કરતા રહેવું વધારે ફાયદાકરક થશે. મોટા ભાગની સ્ત્રીઓ ને લાગે છે કે પ્યુબિક હેયર પૂરી રીતે ગંદુ અને અસ્વાસ્થ્યકારક હોય છે, પરંતુ તે ભ્રમ છે.
- ૨.ખાણીપીણી અને સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો
- ઘરથી બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન નો ઉપયોગ જરૂર કરો. આ વાતથી કઈ ફર્ક નથી પડતો કે વાતાવરણ ગરમીનું છે, વરસાદનું કે ઠંડીનું સનસ્ક્રીન લગાવ્યા વગર ઘરથી બહાર ન નીકળો.
- ખૂબ વધારે પાણી પીઓ. અત્યારે તો ગરમીની ઋતુ છે તો બધાને તરસ વધારે લાગી રહી છે અને આપનું વોટર ઇન્ટેક વધી ગયું છે. પરંતુ તેમ પણ સામાન્ય દિવસોમાં ખૂબ વધારે પાણી અને તરલ પદાર્થો નું સેવન કરો. પાણી પીવાથી શરીરના ટોકસીન્સ ને બહાર કાઢવામાં મદદ મળે છે.
- દરરોજ ૭-૮ કલાકની સારી ઉંઘ લો. આ દિવસોમાં દરેક લેપટોપ અને મોબાઈલ માં વ્યસ્ત રહે છે, જેનો અસર આપણી ઉંઘ પર પડી રહ્યો છે. જો તમે ઓછી ઉંઘ લેશો તો તેની તમારા શારીરિક સ્વાસ્થ્ય પર સીધી અસર પડશે. તેથી સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઉંઘ લેવી જરૂરી છે.
- સ્વસ્થ અને સંતુલિત આહારનું સેવન કરો. તમારા ભોજનમાં ફાઈબર અને પ્રોટીનથી ભરપુર વસ્તુને શામેલ કરો. કાર્બોહાઈડ્રેટસ અને ખાંડનું ઓછું સેવન કરો, કેમકે આ બંને વસ્તુઓ તમારા હોર્મોન્સ લેવલને બગાડવાનું કામ કરે છે.
- તમને કોફી અને ચા વધારે પસંદ કેમ ન હોય તો પણ આ બંનેનું ખૂબ વધારે સેવન ન કરો. તેમાં કેફીન હોય છે જે તમારા સ્વાસ્થ્ય ને નુકશાન પહોચાડી શકે છે.
- જો તમારી ઉમર ૫૦ વર્ષથી વધુ છે તો કેલ્શિયમ સપ્લીમેન્ટ નું સેવન કરો. હાડકાને મજબૂત બનાવી રાખવા માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે.
- જો તમને લાગે છે કે સ્વસ્થ રહેવા માટે જીમ જવું કે ડાયટીંગ કરવી જરૂરી છે તો તમે ખોટા છો. જો તમે સ્વસ્થ અને સંતુલિત આહારનું સેવન કરી રહ્યા છો અને નિયમિત રૂપે દરરોજ થોડી ઘણી કસરત શારીરિક એક્ટિવિટી કરી રહ્યા છો તો તમારે જિમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડવાની કે ડાયટીંગ કરવાની જરૂર નહીં પડે.
૩. માનસિક સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરો
- દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનીટ યોગ અને ધ્યાન માટે થોડો સમય જરૂર કાઢો. તેનાથી તમારૂ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને જળવાઈ રહેશે.
- આ ઉપરાંત તમારી મહિલા મિત્રો સાથે સંપર્કમાં રહો અને નિયમિત રૂપે તેને મળવા અને સાથે સમય વિતાવવા માટે પણ આયોજન કરો. તેનાથી પણ તમારૂ માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને ચિંતા અને સ્ટ્રેસ દૂર રહેશે.
- જો તમે કોઈ બીજાના દબાવમાં આવીને તમારા ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છો કે ભવિષ્યને છોડી રહ્યા છો તો તેવુ ન કરવું. તેનો પણ તમારા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જીવનસાથીને સમજાવવા અને તાલમેળ બેસાડવાનો પ્રયત્ન કરો.
૪. મહામારી અને લોકડાઉન વચ્ચે આ વાતોનું ધ્યાન રાખો
- આ સમયે ઘણા લોકોની જેમ જો તમે પણ ઘરેથી જ ઓફિસનું કામ કરી રહ્યા છો તો સ્ક્રીન ટાઈમ ને ઓછો કરવાનો પ્રયત્ન કરો. એકધારા ઘણા કલાકો સુધી એક જ જગ્યા પર બેસી રહેવાને બદલે, તમારા સીટ પરથી ઉભા થાવ અને નિયમિત રૂપે આરામ લઈને કામ કરો.
- કોમ્પુટર કે લેપટોપ પર કામ કરતી દરમિયાન ગળાની કસરત નિયમિત રૂપે કરો અને બેસવા દરમિયાન હંમેશા તમારી પીઠને સીધી રાખો.
- દરરોજ પોતાના પરિવાર અને મિત્રોની સાથે વાત કરો, સંપકૅ બનાવી રાખો, તેની તબિયત કેવી છે તેની જાણકારી લો.
- ખૂબ વધારે સમાચાર ન જુઓ અને નકારાત્મક વાતો વિચારવાને બદલે સકારાત્મક વાતો કરો અને સકારાત્મક લોકોની સાથે સંપકૅમાં રહો.
- લોકડાઉન દરમિયાન ઘરમાં રહેવા છતાં તમે થોડા સમય માટે તડકામાં જરૂર જાઓ, જેથી તમારા શરીરમાં વિટામિન ડીનું લેવલ જળવાઈ રહે.
- ઘરેથી કામ કરવાનું, જમવાનું અને સૂવાનું એક રૂટિન બનાવી રાખો.
- તમારા હાથની સફાઈની સાથે સાથે આજુબાજુના વાતાવરણને પણ સાફ અને સ્વસ્થ બનાવી રાખો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team