૩૦ વર્ષની ઉંમર સુધી દરેક સ્ત્રીએ આ ૧૦ કામ કરી લેવા જોઈએ

Image Source

સબંધોના બોજ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે સ્ત્રીઓને પોતાની જિંદગી જીવવા માટે સમય જ મળતો નથી. આ કારણ છે કે અન્ય લોકો માટે સપનાઓ સજાવતા તેમના પોતાના સપનાઓને સમેટવા લાગે છે અને જ્યારે પોતાના માટે સમય મળે છે તો વય મર્યાદા અવરોધાય છે. તેથી ૩૦ વર્ષની ઉંમર પહેલા દરેક સ્ત્રીઓએ ૧૦ જરૂરી અનુભવો જરૂર કરવા જોઈએ.

Image Source

૧. ડર પર કાબૂ મેળવવો:

ઘણીવાર એવું જોવા મળ્યું છે કે દરેક વ્યક્તિને બાળપણથી જ અમુક બાબતો વિશે એક ડર હોય છે. ઘણા લોકો પાણીથી, ઊંચાઈથી, ઊંડાણથી ડરે છે. ઘણા લોકો ને ભૂત-પ્રેતનો વહેમ હોય છે. છોકરીઓ હંમેશા વાંદો, ઉંદર, ગરોળીઓથી ડરે છે. તે જરૂરી છે કે તેઓ આ ડર પર કાબૂ મેળવે અને મુક્તપણે જીવવાની કળા શીખે. તેનાથી તેમની અંદર વધારે આત્મવિશ્વાસનો સંચાર થશે.

Image Source

૨. ઓછામાં ઓછી તમારી પાસે એક ચાવી હોય:

જો તમે કોઈ નોકરી કરી ચુક્યાં છો અને તમારી મહેનતથી તમે પૈસા કમાયા છો તો તમારા માટે તે ઉત્તમ રહેશે કે તમે તે પૈસાથી પોતાના માટે કોઈ ખાસ વસ્તુ ખરીદો. તમે તેનાથી કોઈ કાર કે અપાર્ટમેન્ટ ખરીદી શકો છો કે પછી કોઈ બીજી ખાસ વસ્તુ. આમ કરવાથી તમને પોતાના પર ગર્વ નો અનુભવ થશે.

Image Source

૩. પ્રેમ કરો:

જેવી રીતે એક શરીરને જીવવા માટે પાણીની જરૂર હોય છે તેવી રીતે આત્માને પ્રેમની. પ્રેમ વગર માણસ જીવનમાં અધુરો રહી જાય છે. તે મહત્વનું છે કે છોકરીઓ લગ્ન પહેલા કે દરેક વસ્તુઓને ખુલ્લેઆમ પ્રેમ કરી લે જેને તે પસંદ કરે છે અને જે તેમના જીવનનો એક ભાગ છે.

Image Source

૪. થોડું સાહસ કરો:

જીવનમાં અમુક રોમાંચક વસ્તુઓ કરવી પણ જરૂરી છે. જો તમે પોતાને આવું કંઈક કરવા માટે ચેલેન્જ આપશો અને તેને નિભાવશો તો તે તમને એનર્જીથી ભરપૂર કરી દેશે અને તે અમુક ક્ષણો તમારા જીવનભરની અનંત ક્ષણોથી અનેકગણું વધારે આનંદમય હશે.

Image Source

૫. વિદેશની મુલાકાત લો:

દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તે પોતાના દેશની બહારની દુનિયા પણ જુએ. ત્યાંની રહેણી કહેણી અને ખાણી-પીણીનો આનંદ માણી શકે અને ત્યાંની સંસ્કૃતિ વિશે જાગૃત થઈ શકે. લગ્ન પછી છોકરીઓને તેના જીવનસાથી સાથે વિદેશ ફરવા જવાની તક મળે છે પરંતુ જો તે લગ્ન પહેલા પોતાના મિત્રો સાથે કે એકલા વિદેશ ફરવા જાય છે તો તે તેમના આગળના જીવન માટે યાદગાર ક્ષણોમાં નોંધવામાં આવશે.

Image Source

૬. કંઈક નવું શીખો:

શીખવું એ જીવનનો તે ભાગ છે જે તમને હંમેશા પહેલા કરતા ઉતમ બનાવવામાં મદદ કરે છે. જીવનમાં કંઈક ને કંઈક હંમેશા શીખવું જોઈએ. જો તમે ૩૦ની ઉંમર પહેલા કંઈક રસપ્રદ વસ્તુ શીખી જશો તો તે જીવનભર તમારા વ્યક્તિત્વમાં કંઈક ઉમેરો કરશે.

Image Source

૭. તમારા શરીર સાથે સહજ થઈ જાઓ:

કિશોર વયમાં ભલે તમે પોતાને બીજા કરતા ઓછું આંકતા હોય, પરંતુ ૩૦ની ઉંમર વટાવ્યા પહેલાં તમે તમારા શરીર પ્રત્યે સહજ થવાનું જરૂર શીખી જાવ. તમે જેવા છો, તે રૂપમાં તમારી પ્રશંસા કરો. તમારું જીવન પહેલા કરતાં વધારે સરળ બની જશે.

Image Source

૮. આત્મરક્ષણ:

આત્મનિર્ભર રહેવું તે આજે દરેક માટે જરૂરી છે. તમારે પોતાને શારીરિક અને માનસિક રૂપે મજબૂત બનાવવાની જરૂર છે. તમે જુડો, કરાટા, યોગા, પ્રાણાયમ જેવી વસ્તુઓનો અભ્યાસ કરી શકો છો. તેનાથી તમે પોતાની જાતને ઘણી સક્ષમ અને સંપૂર્ણ અનુભવો છો.

Image Source

૯. ગુણવત્તાયુક્ત સમય વિતાવવો:

સમય ઘણો ઝડપથી પસાર થઈ જાય છે અને એકવાર ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તેથી તમે એકવાર જરૂર ગુણવત્તાયુક્ત સમય વિતાવો. તમે કામની પ્રાથમિકતા નક્કી કરો અને કોઈપણ રીતે સમય પસાર ન થવા દો.

Image Source

૧૦. એક નવી ભાષા જરૂર શીખો:

ઘણી નવી ભાષાઓનું જ્ઞાન તમારા વ્યક્તિત્વમાં સુધારો કરશે. વધારે ભાષાઓ શીખવી એ તમારા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment