રોઝી સલધાનાએ કોવિડ -19 ના દર્દીઓને મદદ કરવા માટે તેના ઘરેણાં પણ વેચી દીધા છે અને હવે તેને આપણા બધાની જરૂર છે. આ ઝુંબેશમાં તેમની નાની કે મોટી પરંતુ ચોક્કસપણે મદદ કરો.
કોવિડ -19 દર્દીઓની વધતી જતી સંખ્યા અને આરોગ્ય સુવિધાઓ ની કમી ની વચ્ચે, ઘણા ઉમદા લોકો આપણા બધા માટે પ્રેરણારૂપ બનીને ઉભરી રહ્યા છે. દરેક શહેરમાં, દર્દીઓ અને તેમના પરિવારોને મદદ માટે લોકો તેના લેવલે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છે. આ ઉમદા લોકોની યાદીમાં મુંબઈમાં રહેતા સલધાના પરિવારનો પણ સમાવેશ થાય છે.
54 વર્ષીય પેસ્કલ સલધાનાને હોલી મધર સ્કૂલ , માલવાણીના આચાર્ય રફીક સિદ્દીકી નો ફોન આવ્યો હતો. સિદ્દીકી ફોન પર ખૂબ જ નારાજ થયા હતા અને તેને પેસ્કલને પૂછ્યું કે શું તે ઓક્સિજન સિલિન્ડર આપી શકે? કારણ કે કોવિડ -19 ના રોગને કારણે તેમની શાળાની શિક્ષિકા (શબાના મલિક)ના પતિની હાલત ખૂબ જ નાજુક બની હતી. તેને લીધે તેમને ઓક્સિજન સિલિન્ડર ની જરૂર હતી.
પેસ્કલ અને સિદ્દીકીની મિત્રતા લગભગ એક દાયકા ની છે. પેસ્કલ જણાવે છે કે , “આચાર્ય મારી પત્ની રોઝીની સ્થિતિ વિશે જાણતા હતા અને તે જાણતા હતા કે અમે હંમેશાં એક વધારાનું ઓક્સિજન સિલિન્ડર ઘરે રાખીએ છે. તેથી, તેણે મને ફોન કર્યો અને મદદ માટે કહ્યું. “
તેના કોલ પછી તરત જ, રોઝીએ તેના સ્વાસ્થ્ય નો વિચાર કર્યા વિના,ઓક્સિજન સિલિન્ડર આપ્યું. આમ, કોઈ અજાણી વ્યક્તિ પાસેથી મળેલી સહાયને કારણે, દર્દીનું જીવન બચી ગયું હતું.
મુંબઈના માલવાણી ચર્ચ વિસ્તારમાં સલધાના પરિવાર રહે છે. પાસ્કલ લગ્ન અને શાળાના કાર્યક્રમો ની સજાવટ નું કામ કરે છે. રોઝી પોતે ઘણા વર્ષથી બોરીવલીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષક છે. પરંતુ પાંચ વર્ષ પહેલા તેઓને તેમની કિડની માં ખામી વિશે ખબર પડી હતી અને ત્યારથી તે નિયમિત રીતે ડાયાલિસિસ પર હતો. આ રોગથી તેના સ્વાસ્થ્યને અસર થઈ હતી અને તેનું વજન પણ ઘટ્યું હતું.
રોઝી જણાવે છે કે “ડાયાલિસિસ ના એક વર્ષ પછી મારું વજન 68 કિલો થી ઘટીને 28 કિલો થઈ ગયું હતું.મારે પથારીમાં જ રહેવું પડતું હતું કારણ કે જો હું થોડી પણ ફરીસ તો મારા પલ્સ રેટ ઘટી જશે. રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ ગઈ, જેના કારણે મને ચેપનું જોખમ વધ્યું હતું. ઘણી વખત મને લકવા ના હુમલા અને હેમોરેજિસનો સામનો કરવો પડ્યો હતો અને થોડા મહિનાઓથી હું કોમામાં જતી રહી હતી. જેના કારણે ઘરે જરૂરી તબીબી સુવિધાઓ અને માળખાકીય સુવિધા ઉભી કરવા અને કટોકટી દરમિયાન ઓક્સિજન સિલિન્ડર રાખવા માટે બે કરોડ રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતા.
પરંતુ, હજુ પણ આ બીમાર મહિલા મુશ્કેલ સમયમાં અન્ય ની મદદ કરવા ઇચ્છતી હતી. પરંતુ, વાત ત્યાં પૂરી થતી નથી. અન્ય રાજ્યોની જેમ મહારાષ્ટ્રમાં પણ ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી, જરૂરિયાતમંદ ને ઓક્સિજન સિલિન્ડર આપવા અને તેમને મદદ કરવા માટે રોઝી એ તેના તમામ સોનાના ઘરેણાં વેચી દીધા.
‘હું મરતા પહેલા ઘણા વધુ લોકોને મદદ કરવા માગું છું’.
જ્યારે લોકોને તેની પાસેથી મળેલી મદદ વિશે જાણ થઈ ત્યારે ઘણા વધુ દર્દીઓના સબંધીઓએ પેસકલને ફોન કરવાનું શરૂ કર્યું. પેસ્કલ કહે છે, “કેટલાક લોકો મને પૂછતા હતા કે શું તે મારી પાસેથી સિલિન્ડર ખરીદી શકે છે? કેટલાક લોકો વિનંતી કરી રહ્યા હતા કે શું અમે વિના મૂલ્યે ઓક્સિજન સિલિન્ડર આપી શકીએ? કારણ કે તે ખરીદી શકતા નથી.”
આ દંપતીને ઘરેણાં વેચીને આશરે 80 હજાર રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ, તેના બે પુત્રો – અન્સેલ્મ અને શાલોમ ની મદદથી, તેમણે સપ્લાયર્સ વિશે પૂછપરછ કરી અને ઓક્સિજન સિલિન્ડર લેવાનું શરૂ કર્યું. આ પરિવારે અત્યાર સુધીમાં છ લોકોને મફત ઓક્સિજન સિલિન્ડર ની વ્યવસ્થા કરીને તેમના સુધી પહોંચાડ્યા છે. લોકો તેને મદદ માટે સતત બોલાવે છે. આથી, તેમને વધુ ચાર ઓક્સિજન સિલિન્ડર માટે ઓર્ડર આપ્યા છે.
તેનો નાનો પુત્ર શાલોમ કહે છે, “અમારા નાણાકીય સંસાધનો મર્યાદિત છે. અમને ઓક્સિજન સિલિન્ડર ખરીદવા, રિફિલિંગ અને ટ્રાન્સપોર્ટ કરવા માટે 80 હજાર રૂપિયા ખર્ચ કર્યા છે. આ સિવાય, અમારે માતાની દવાઓ અને દૈનિક અન્ય ખર્ચ માટે પણ પૈસાની જરૂર હોય છે. હવે મારા પિતા તેની ઓફિસ ની કેટલીક ચીજો વેચે છે જેનાથી ઘર ચલાવી શકીએ. ”
રોઝી કહે છે, “મને ખબર નથી કે હું કેટલો સમય જીવી શકીશ. પરંતુ, હું જતાં પહેલાં શક્ય તેટલા લોકોને મદદ કરવા માગું છું. તેથી, મેં પેસ્કલને મારા બધા સોનાના આભૂષણો વેચવાનું કહ્યું જેથી અમે જરૂરીયાતમંદ લોકો માટે ઓક્સિજન સિલિન્ડર ખરીદી શકીએ. “
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team