ધરતી પર નું અમૃત છે છાશ, ગરમી માં છાશ પીવાના ખૂબ ફાયદા છે

Image Source

આપણું દેશી ખાવાનું ઘણા ફેન્સી ખાના પાન ને માત આપે છે. જો વિશ્વાસ ન હોય તો આપણા ગરમી નો આહાર છાશ ને ભોજન માં સામેલ કરી ને જોઈ લો. ખરેખર તમે એનર્જિ ડ્રિંક ભૂલી જશો.

બધા જ બેક્ટેરિયા ખરાબ નથી હોતા. કેટલાક સારા પણ હોય છે. જેને ગુડ બેક્ટેરિયા કહેવા માં આવે છે. ગુડ હેલ્થ માંટે આ ગુડ બેક્ટેરિયા નું હોવું ખૂબ જરુરી છે. તેની માંટે છાશ થી વધુ સારું શું હોઈ શકે?ગરમી માં દેશી ખાન પાન નો મુખ્ય હિસ્સો હોય છે છાશ. તે ન તો ફક્ત ઇન્સ્ટન્ટ એનર્જિ આપે છે પણ સાથે જ ગરમી માં ડીહાયડ્રેશન થી પણ બચાવે છે. શું તમે જાણો છો કે છાશ પીવા ના શું ફાયદા છે? ચાલો જાણીએ..

કેમ ખાસ છે છાશ

દહી થી બનેલ છાશ માં ભરપૂર મિનરલ હોય છે. સાથે જ તેમા પોટેશિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, વિટામિન બી -2 અને આયર્ન પૂરતા પ્રમાણમાં મળી આવે છે.એક્સપર્ટ ની માનો તો તેમા ગુડ બેક્ટેરિયા હોય છે. જે ડાયેરીયા જેવી બીમારી થી બચાવે છે. સાથે જ ગરમી માં તેનું સેવન કરવાથી શરીર ઠંડુ રહે છે. અધ્યયન મુજબ ખાધા પછી છાશ પીવાથી ખાવાનું સરળતા થી પચે છે. તો ચાલો જાણીએ ગરમી માં છાશ નું સેવન કેમ જરુરી?

જાણો એક કપ છાશ (245 મિલી) માં કેટલા પોષક તત્વો મળે છે –

  • કેલરી: 98
  • પ્રોટીન: 8 ગ્રામ
  • કાર્બ્સ: 12 ગ્રામ
  • ચરબી: 3 ગ્રામ
  • ફાઈબર: 0 ગ્રામ
  • કેલ્શિયમ: 284 મિલિગ્રામ
  • સોડિયમ:  દૈનિક જરૂરિયાત 16%
  • રિબોફ્લેવિન: દૈનિક જરૂરિયાત 29%
  • વિટામિન બી -12:  દૈનિક જરૂરિયાત 22%
  • પેન્ટોથેનિક એસિડ: દૈનિક જરૂરિયાત 13%

જાણો છાશ થી થનાર સ્વાસ્થ્ય લાભ

1.    ડીહાયડ્રેશન થી બચાવે છે છાશ

ગરમી માં આપણી બોડી ડીહાયડ્રેટ થઈ જાય છે. ડીહાયડ્રેશન થી શરીર કમજોર થઈ જાય છે. પણ છાશ નું સેવન કરવાથી શરીર માં પાણી ની કમી નથી રહેતી. તમે દિવસ માં એક કે બે ગ્લાસ છાશ પીવો છો તો તમારા શરીર માં પાણી ની કમી નહીં રહે. અને તમે ડીહાયડ્રેશન થી બચી શકો છો.

2.    કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે છાશ

છાશ ના સેવન થી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ માં રહે છે. છાશ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવા માં મદદ કરે છે. તે નેચરલ ફેટ બર્નર છે. જો તમને લાગતું હોય કે તમારું કોલેસ્ટ્રોલ નું લેવલ વધે છે તો તમે છાશ નું સેવન કરો.

3.    એનર્જિ થી ભરપૂર છે છાશ

વર્કિંગ વુમન ને છાશ પીવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે છાશ માં કાર્બોહાયડ્રેટ ની સાથે સારા બેક્ટેરિયા પણ હોય છે. તેનું સેવન કરવાથી શરીર ને એનર્જિ મળે છે. બપોર સુધી કામ કરતાં તમારી એનર્જિ ડાઉન થઈ જાય છે તો તમે એક ગ્લાસ છાશ પીવો.

Image Source

4.   છાશ થી હાડકાં મજબૂત બને છે.

છાશમાં કેલ્શિયમ ઉપરાંત પોટેશિયમ, વિટામિન બી અને ફોસ્ફરસ હોય છે.જેના કારણે છાશ આપણાં હાડકાં માંટે ખૂબ જ જરુરી બને છે. જે લોકો ગરમી માં નિયમિત રૂપે છાશ પીવે છે તેમના હાડકાં કમજોર થવા, શરીર માં કેલ્શિયમ ની કમી,સાંધા માં દુખાવો,જેવી મુશ્કેલી નો સામનો કરવો પડતો નથી.

5.  વજન ઓછું કરે છે છાશ

છાશ નું સેવન કરવાથી વજન વધતું નથી. એટલે તેમા કેલેરી ખૂબ ઓછી હોય છે. જ્યારે તેમા પર્યાપ્ત માત્રા માં પ્રોટીન હોય છે. આમ પણ ગરમી માં છાશ પીવી જોઈએ. તેની તાસીર ઠંડી હોય છે. જે ગરમી માં લુ થી બચાવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment