એક એવું મંદિર કે જેની પરિક્રમા માત્રથી થી જાય છે લકવો દૂર

આખી દુનિયામાં ભારત જ એક અને માત્ર એક એવો દેશ છે કે જેમાં જાતજાતનાં અને ભાતભાતના મંદિરો આવેલાં છે. તે દરેકની આગવી વિશેષતાઓ અને એક અલગ જ કથા હોય છે . મંદિર એ આસ્થાનું પ્રતિક છે. જ્યાં અનેક લોકો શ્રદ્ધાપૂર્વક માથું ટેકવે છે. આ મંદિર બાંધવા પાછળનું કારણ પણ એક અલગ જ હોય છે અને લખલૂટ ખર્ચો પણ કરવામાં આવે છે . આ મંદિરો એવાં છે જ્યાં પાણી મન્ય્તોઅ અને મન્નતો પૂરી થાય છે . વાસ્તુશાશ્ત્રનાં કેટલાંક નિયમો તો આપણે પણ જાણતાં નથી .

આપને જ્યારે જાતે જઈને એ જોઈએ અને દર્શન કરીએ કહોકે અનુભૂતિ કરીએ ત્યારે જ આપણને એ એહસાસ થાય છે કે  – “અહો એમ વાત છે !!!…. અતો મને ખબર જ નહોતી !!!. કેટલાંક મંદિરો વિષે પૌરાણિક માન્યતાઓ પ્રવર્તતી હોય છે તો કેટલાંક મંદિરો વિશેની વાત સત્ય હકીકત છે. ઘણીવાર વિજ્ઞાન પણ આવા રહસ્યોને પકડી કે પડકારી શકતું નથી . પણ લોકોની શ્રદ્ધા અને મંદિરના સતઆગળ વિજ્ઞાને પાછી પાની કરવી જ પડે છે …… શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક મંદિરની પ્રદક્ષિણા કરવાં માત્રથી લકવો દૂર થાય છે ? આ એક નક્કર હકીકત છે જેને હજી સુધી મેડીકલ સાયન્સ પણ પકડી શક્યું નથી કે આવું કેવી રીતે શક્ય બને છે? પણ બને છે એ પણ હકીકત છે !!!


આવું જ એક વિશિષ્ટ મંદિર રાજસ્થાનનાં નાગૌર જિલ્લામાં બુટાટીગામમાં આ ચતુરદાસ્જીનું મંદિર સ્થિત છે. આ મંદિરમાં હંમેશા હજારોની સંખ્યમાં લોકો આખાં ભારતમાંથી અહીં આવે છે. આ મંદિર પરિસરમાં લકવાથી ગ્રસિત લોકો આવે છે, જે ૭ દિવસમાં ૭ પરિક્રમા માત્રથી ઠીક થઇ જાય છે.

રાજસ્થાનના અજમેર – નાગૌર હાઈવે પર વસેલું આ નાનકડું ગામ આજે સમગ્ર ભારતભરમાં જાણીતું થઈ ગયું છે એ ગામના બનાબુટાટી ધામ મંદિરને કારણે !!! એવું માનવા માં આવે છે કે ચતુરદાસ નામના એક સિદ્ધયોગી થયાં હતાં લગભગ ૪૦૦ વર્ષ પહેલાં અને એ પોતાની તપસ્યા થી લોકોનો ઈલાજ કરતાં હતાં. એમની સમાધિ પર બનેલાં આ મંદિરમાં પ્રદક્ષિણા કરવાથી અને હવન ભગુતિ લેવાંથી લકવા જેવી ગંભીર બીમારીનોઈલાજ થઇ શકે છે !!!

મંદિરમાં નિ:શુલ્ક રહેવાની અને ખાવાની વ્યવસ્થા પણ છે. લોકોનું માનવું છે કે મંદીરમાં પરિક્રમા કરવાથી આ બીમારીમાંથી રાહત મળે છે !! રાજસ્થાનની ધરતીનાં ઈતિહાસમાં ચમત્કારોનાં અનેક ઉદાહરણો ભરેલાં પડયાં છે. આસ્થા રાખવાંવાળાંમાટે આજે પણ અનેક ચમત્કારોના ઉદાહરણો જોવાં મળે છે. જેની સામે વિજ્ઞાન પણ નતમસ્તક છે. આવું જ એક ઉદાહરણ નાગૌર થી ૪૦ કિલોમીટર દૂર સ્થિત ગ્રામ બુટાટીમાં જોવાં મળે છે. લોકોનું માનવું છે કે જ્યાં ચતુરદાસજી મહારાજનાં મંદિરમાં લકવાથી પીડિત મરીઝને રાહત મળે છે. લોકોની ભીડ રોજ જ ઉમટે છે સંત ચતુરદાસજી મહારાજનાં મંદિર ગ્રામ બુટાટીમાં લકવાનો ઈલાજ કરાવવા દેશભરમાંથી !!!

વર્ષો પૂર્વે થયેલી બીમારીનો પણ ઘણો જ સારી રીતે ઈલાજ થાય છે.  અહીં કોઈ પંડિત,મહારાજ કે હકીમ નથી હોતાં …. નથી કોઈ દવા લગાવીને ઈલાજ કરવામાં આવતો !!! અહીંયા મરીજનાં પરિવારજન નિયમિત લગાતાર ૭ દિવસ માં ૭ વાર મંદિરની પરિક્રમા લગાવે છે. હવન કુંડની ભભૂતિ લગાવે છે અને બીમારી ધીરે ધીરે પોતાનો પ્રભાવ ઓછો કરી દે છે !!! શરીરનાં અંગો જે હાલતાં ચાલતાં નથી હોતાં એ ધીરે ધીરે કામ કરવાં લાગે છે. લકવાથી પીડિત જે વ્યક્તિનો અવાજ બંધ થઇ ગયો હોય છે એ પણ ધીમે ધીમે બોલવાં માંડે છે

અહીં અનેક મરીજો મળશે જે ડોક્ટરો પાસે ઈલાજ કરાવ્યા પછી નિરાશ થઇ ગયાં હતાં પરંતુ એ મરીજોને અહીં બહુજ સારી રીતે બીમારીમાં રાહત મળી છે. દેશનાં વિભિન્ન પ્રાંતોમાંથી જે દર્દીઓ અહીં આવે છે અને અહી રહીને અને પરિક્રમા કર્યા પછી લકવાની બીમારીથી આશ્ચર્યજનક રાહત એમને મળી છે. દર્દીઓ અને એનાં પરિવારજનોને રહેવાં -જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા છે. દાનમાં આવવાંવાળાં રૂપિયા મંદિરના વિકાસમાં લગાડવામાં આવે છે. પૂજા કરવાંવાળાં પુજારીને ટ્રસ્ટ દ્વારા પગાર મળે છે. મંદિરની આસપાસ ફેલાયેલા પરિસરમાં સેંકડો મરીજો દેખાઈ પડતાં હોય છે….. જેમનાં ચહેરા પર આસ્થાની કરુણા છલકાતી હોય છે. સંત ચતુરદાસજી મહારાજની કૃપાનાં મુક્ત કંઠે પ્રશંસા કરતાં દેખાઈ પડે છે !!!

નાગૌર જિલ્લા સિવાય આખાં દેશમાંથી લોકો અહીં આવે છે અને રોગમુક્ત થઈને જાય છે. દર વર્ષે વૈશાખ, ભાદરવાઅને માઘ મહિનામાં અહીં આખો મહિનો મેળો ભરાય છે. બુટાટી ધામ એક મહાન સંત અને સિદ્ધ પુરુષ ચતુરદાસજીનું મંદિર છે . શ્રદ્ધા ,આસ્થા અને મન્નતો એ ભારયીય મંદિરો અને ભકટોની આગવી લાક્ષણિકતા છે … બસ ખાલી જરૂર છે જે પણ કઈ કરો એ સાચાં દિલથી કરો !!!

!! જય ચતુરદાસ !!

———- જનમેજય અધ્વર્યુ

Leave a Comment