લગ્નને આજે પણ આપણા સમાજની સૌથી મહત્વની પરંપરા માનવામાં આવે છે. તેવામાં લોકોને લાગે છે કે બસ લગ્નની ઉંમર થઈ રહી છે, તો લગ્ન કરી જ લેવા જોઈએ. તેવામાં કોઈના પણ મનમાં તે વાત નથી આવતી કે શું તે ખરેખર લગ્ન કરવા માટે તૈયાર છે? જી હા લગ્ન કરતા પહેલા તમે માનસિક અને શારિરીક રૂપે સંપૂર્ણ રીતે તૈયાર હોવા જોઈએ ત્યારે આ સબંધને સુંદરતાથી સમજશો અને તેને નિભાવી પણ શકશો, તેથી લગ્ન કરવા જઈ રહ્યા છો તો જરૂર એક વાત પોતાને પૂછી લો કે શું તમે ખરેખર તૈયાર છો ?
- તમે લગ્ન કેમ કરવા જઈ રહ્યા છો? કેમકે ઘરના સભ્યો કહી રહ્યા છે, બીજા મિત્રોના લગ્ન થઈ ચૂક્યા છે કે પછી તમે જાતે એક કંપૈનિયન એટલે જીવનસાથી ઇચ્છો છો ? હંમેશા લોકો ઘરના સભ્યો અને સબંધીઓના દબાવમાં આવીને લગ્ન માટે હામી ભરી દે છે કે પછી મિત્રોને જુએ છે કે બધાના લગ્ન થઈ ગયા તો આપણે પણ કરી જ લેવા જોઈએ, પરંતુ પછી એવુ લાગવા લાગે છે કે ખોટો નિર્ણય લઈ લીધો. ઉત્તમ એ રેહશે કે જ્યારે તમને જાતે તે અનુભવ થાય કે હા હવે મારે જીવનસાથીની જરૂર છે, ત્યારે જ લગ્નનો નિર્ણય લેવો.
- લગ્ન આખા જીવનની જવાબદારી છે અને તે બંધન પણ છે, તેમાં સમર્પણ અને સમજણ બનાવી રાખવી પડે છે, તો શું તમે આ બંધન અને જવાબદારી માટે તૈયાર છો? જો હા, તો બેશક આગળ વધો, પરંતુ થોડી પણ શંકા હોય, તો થોભીને વિચારી લો.
- હંમેશા છોકરા તે વિચારીને લગ્ન કરી લે છે કે તેની સંભાળ રાખવા કોઈ આવશે, તો સારું છે અને છોકરી તેમની સામાજિક અથવા આર્થિક સુરક્ષાને લઈને તે નિર્ણય લે છે, પરંતુ છોકરા સમજી લે કે તમે કોઈ દૂધ પીતા બાળકો નથી, કે તમને બેબી સિટિંગ કરનારી જોઈએ. તે તમારી જીવનસાથી હશે ન કે સારસંભાળ રાખનારી. બીજી બાજુ છોકરીઓને પણ તે સમજવું પડશે કે તમારો પતિ તમારું બેંક બેલેન્સ નથી , પરંતુ તમારો સાથી છે, તમારે તેના સુખ દુઃખમાં સાથ આપવાનો છે, ફકત તમારી સુરક્ષા વિચારીને લગ્ન કરશો, તો લગ્ન પછી થઈ બની શકે કે તમને નિરાશા જ મળે.
- હંમેશા ઘણી છોકરીઓ તેમન ઘરના વાતાવરણથી એટલી કંટાળી જાય છે કે તેને લગ્ન જ શ્રેષ્ઠ વિકલ્પ લાગે છે, તે વિચારે છે આ બહાને આપણા ઘરના બંધનોથી છુટકારો મળશે, લગ્ન પછી જીવન સરળ થઈ જશે… વગેરે… વગેરે…પરંતુ આ વિચારીને કરવામાં આવેલા લગ્ન તમને સુખી નહિ થવા દે.
- લગ્ન પછી ઘણું બધું બદલી જાય છે, તમારી બેચરલ લાઈફ થી બિલકુલ અલગ હોય છે વિવાહિત જીવન…. આ પહેલું પર પૂરી રીતે વિચાર કરીને અને તેને પૂરી રીતે સમજીને તમારે લગ્ન માટે આગળ વધવું જોઈએ.
- તમે બે અલગ વ્યક્તિત્વ ના લોકો એક છત ની નીચે રહેશો, તમારા વિચાર જુદા હોઈ શકે છે અને તમારા વિચારથી લઈને રહેવાની રીત પણ પૂરી રીતે જુદી હોઈ શકે છે, તેવામાં શું તમે તૈયાર છો સામેવાળાને તેના આ વ્યક્તિત્વની સાથે અપનાવવા માટે કે પછી તમે તેવું માનીને ચાલી રહ્યા છો કે હું તેને બદલી દઈશ કે બદલીશ ? લગ્નનો અર્થ અપનાવવાનો છે,એક બીજાને બદલાવાનું નહિ.
- લગ્ન પછી તમારે ઘણી જગ્યાએ સમાધાન કરવું પડે છે, પોતાનો અહંકાર છોડવો પડે છે, ગુસ્સાને કાબૂ કરવો પડે છે, ખોટું ન હોવા છતાં પણ બની શકે કે સોરી બોલવું પડે…… આ સવાલોને તમારા મગજમાં રાખીને જ આગળ વધો.
- જો તમે ખૂબ મનમોજીલા છો, તો લગ્ન પછી તે નહિ ચાલે. તમારા મનની ચંચળતા અને ફ્લર્ટિંગ સ્વભાવને શું તમે બદલવા તૈયાર છો?
- જો તમે કોઈ ફિલ્મી કલ્પનાથી તમારા લગ્નનું ભવિષ્ય જોડીને જુઓ છો, તો ઠોકર જ ખાશો. લગ્ન હકીકત છે અને તે ફિલ્મી લગ્નનો થી ખૂબ જુદુ હોય છે. સંપૂર્ણ ગંભીરતા અને જવાબદારી થી આ પહેલુને તમારા મનના ત્રાજવા થી તોલો.
- છોકરીઓ પણ જો એવું વિચારે છે કે લગ્ન પછી ફક્ત પોતાના પતિ સાથે મોજ મજા કરશે, તેની સેલેરી ઉપર ફક્ત તેનો જ હક હશે, તો આવો વિચાર તમારા સંબંધ માટે હાનિકારક થશે. તમારે પણ પૂરા મનથી પતિના પરિવારને અપનાવવો પડશે, તેમના પ્રત્યેની જવાબદારી તે તમારા પતિ ની જવાબદારી જ ફક્ત્ ન સમજવી, પરંતુ સહકાર પણ આપવો પડશે.
- માનસિક રીતે તૈયાર થવા ઉપરાંત તમારે તમારી તંદુરસ્તી અને શારીરિક રૂપે થી પણ તૈયાર થવા બાબતે વિચારવું પડશે. તમારું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જ તમારા સંબંધના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને જાળવી રાખશે. જો તમે કોઈ પણ પ્રકારના શારીરિક દુઃખ કે માનસિક રોગનો શિકાર હોય કે તમને એવો અનુભવ થાય કે આમાંથી બહાર નીકળવા માટે તમારે સમય જોઈશે, તો તે સમય જરૂર લો.
- ઘણીવાર લોકો વિચારે છે કે ડિપ્રેશન છે, તો કદાચ લગ્ન પછી મન લાગશે, ખાસ કરીને કુટુંબીજનનો એવો વિચાર હોય છે, પરંતુ તેનાથી ફક્ત સામેવાળા સાથે જ નહીં તમારી સાથે પણ અન્યાય થશે. લગ્ન માટે સંપૂર્ણ રીતે મન તેમજ મગજ પ્રસન્ન અને તૈયાર હોવું જોઈએ.
- જો તમારું કોઇ અફેર હોય અને કુટુંબીજનો તેને છોડાવવા માટે ક્યાંક બીજે લગ્ન કરી રહ્યા હોય, તો તમે જાતે જ વિચારો કે શું તે સાચું છે?
- લગ્ન એ કોઈ કિશોરવસ્થાનો રોમાન્સ નથી કે ના કોઈ પરીકથા…. તે પરિપક્વતા નું બીજું નામ છે. તમારે નવા સંબંધોને અપનાવવા પડે છે અને નવી રીતોથી તમારા વિચારો રાખવા પડે છે, શું તમે તૈયાર છો?
- શું તમે લગ્નની જવાબદારી લેવા માટે આર્થિક રીતે તૈયાર છો? આ વિશે પણ વિચાર કરવો ખૂબ જરૂરી છે. જો તમે સાસરીયા તરફથી મળતા દહેજના લાલચમાં લગ્ન કરો છો, તો બહુ મોટી ભૂલ કરો છો.
- શું તમે સરખી યોજના કરી છે?ઘણીવાર લોકો વિચારે છે કે લગ્ન પછી બધું આપમેળે શરૂ થઈ જશે, પરંતુ એવું નથી. તમારે તમારા ફાયનાન્સથી લઈને કારકિર્દી સુધી સરખી યોજના કરવી પડે છે, જેથી લગ્ન ફક્ત તમારા માટે એકમાત્ર કરાર ન બને. તમે લગ્ન પછી પણ તમારા સપનાઓ પુરા કરી શકો છો અને સંપૂર્ણ ઈમાનદારીથી તમારા સંબંધો પણ નિભાવી શકો છો.
- લગ્ન પછી ફક્ત છોકરીઓનું જ જીવન બદલાય છે કે તેમણે જ જવાબદારીઓ નિભાવવી પડે છે, આવો વિચારી છોકરાઓ પોતાના મગજ માંથી કાઢી નાખો. તેઓને એવું લાગે છે કે તેમને શું ફરક પડે છે. લગ્ન પછી પણ તમારું જીવન તો મસ્ત રહેશે. લગ્ન પછી જો છોકરીઓ તમારા ઘરવાળા સાથે જોડાઈ છે, તો તમે પણ તેમના પરિવાર વાળા સાથે જોડાવ છો. તમારી જવાબદારી બને છે અને તમારા પર પણ સંબંધો નિભાવવાનું તેટલું જ દબાણ રહે છે. તમે લગ્ન પછી મિત્રો સાથે મોડી રાત્રિએ પાર્ટી કરતા રહો અને પત્ની ઘરે તમારી રાહ મા ઊંઘ બગાડે આવી આશાઓમાં લગ્ન ક્યારેય ન કરો. આમ પણ આજકાલ લોકોના વિચાર બદલાઈ રહ્યા છે, તો તમે પણ સમયની સાથે બદલો.
- એવું માની લો અને જાણી લો કે તમારી પત્ની પણ વર્કિંગ છે તો તમારે પણ ઘરના કામમાં તેમની મદદ કરવી જ પડશે.
- એવું માની લો કે તમારે પણ બાળકોની તેટલી જ જવાબદારી લેવી પડશે.
- એવું માની લો કે તમારે પણ સાસરિયાઓના સુખ દુઃખમાં હંમેશા સાથ આપવો પડશે.
- એવું માની લો કે પત્નીને પણ સમાન હક આપવો પડશે. તે બીમાર હોય તો તમારે પણ તેની તેટલી જ સાર સંભાળ કરવી પડશે.
- જો આ તમામ વાતોને સંપૂર્ણ ગંભીરતા અને પરિપક્વતા સાથે સમજો છો, તો તમે બેશક તમારા લગ્ન માટે સંપૂર્ણ રીતે તૈયાર છો, નહીં તો ફરી એકવાર વિચારી લો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
1 thought on “લગ્ન કરવા જઈ રહ્યા છો, પરંતુ શું તમે ખરેખર તૈયાર છો ? એકવાર આ વાત પોતાને જરૂર પૂછો!”