જમવાનું બનાવતા સમયે શું તમે ક્યારેક દાજી જાવ છો? અપનાવો આ ટિપ્સ મળશે રાહત..

જમવાનું બનાવતા સમયે કે પછી દૂધ કે બીજી કોઈ વસ્તુ ઉકળતા સમયે દાજી જવું એ સામાન્ય વાત છે અને આવું ઘણા લોકો સાથે થાય છે. આમ થવાથી દર્દ પણ થાય છે. અને તમને સ્કીન ઇન્ફેકશન પણ થઈ શકે છે. જ્યારે પણ તમે દાજી જાવ છો અથવા તો તમને દર્દ થાય છે તો એ એક સંકેત છે કે તમારી ત્વચા ને જખ્મ ભરવાની પ્રક્રિયા ની જરૂર છે. જો ક્યારે પણ તમારી સાથે આવું કઈ થાય છે તો તમારે તમારી ત્વચા ને સુરક્ષિત રાખવા માંટે કેટલીક વસ્તુ ની જરૂર પડે છે. જો સમય રહેતા તેનો ઉપચાર ન કરવામાં આવે તો બળેલા ભાગ પર તમને ફોડલા કે બળતરા પં થઈ શકે છે. અમે તમને એક સરળ ઉપાય બતાવા જઈ રહ્યા છીએ કે જેના લીધે તમે બળતરા થી રાહત મેળવી શકો છો.

રસોઈઘર માં રસોઈ બનાવતા જો તમે દાજી જાવ તો શું કરશો?

બળેલા ભાગ પર ઠંડુ પાણી નાખો

ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ માં તમે દાજી જાવ છો તો દાજેલા ભાગ ને ઠંડા પાણી માં બોળી દેવું. જે બળતરા ને રોકવામાં મદદ કરશે. આપણું પહેલું કામ એ હોવું જોઈએ કે દાજેલા ભાગ ને ઠંડા પાણી માં રાખવો. અને કોઈ એવી વસ્તુ નો ઉપયોગ ન કરવો જે એ હિસ્સા ને વધુ પ્રભાવિત કરે. જો તમે દાજી જાવ તો તેનો ઉપાય છે તે જગ્યા ને ઠંડુ રાખવું. તમે દાજેલા ભાગ ને ઠંડા પાણી માં રાખ્યા સિવાય તેની પર આઇસ પેક પણ લગાવી શકો છો.

દાજયા પર કોઈ કપડુ ન બાંધો

જો તમારા હાથ અથવા પગ બળી ગયા હોય તો ત્યારે તમારે પહેરેલા કપડાં તરત જ કાઢી નાખો અને તે જગ્યાએ કોઈ કપડું ન રહેવા દો. આ કરવાથી બળતરા ની તીવ્રતા ઓછી કરી શકાય છે.

દાજવાની ગંભીરતા ને ઓળખો.

કપડું હટાવ્યા પછી દાજવાની ગંભીરતા ને ઓળખો. જે જગ્યા એ તમે દાજયા છો ત્યાં ડોક્ટર ની જરૂર છે કે નહીં. કે પછી તમે તેને ઘરે જ સારું કરી શકો છો. જો તમે જ્યાં દાજયા છો એ જગ્યા લાલ થઈ છે કે પછી ત્યાં ખંજવાળ આવે છે અને જો ત્યાં કોઈ ફોલ્લો નથી પડ્યો તો વધુ ગભરાવાની જરૂર નથી. તમે દવા ની દુકાન થી કોઈ ક્રીમ લઈ ને લગાવી શકો છો. જો દાજયા પછી તમારી સ્કીન ઊખડી રહી છે અથવા તો માંસ દેખાય છે તો તમારે ડોક્ટર ની સલાહ લેવી જોઈએ.

જખ્મ ને ઓળખ્યા પછી શું કરવું?

Image Source

દાજયા પછી પ્રભાવિત હિસ્સો લાલ થઈ ગયો છે અને ત્યાં ખંજવાળ આવે છે સાથે જ ત્યાં કોઈ ફોલ્લો નથી પડ્યો તો તમને દર્દ થી નિજાત મળે તે માંટે તમે ઓટીસી દવા લઈ શકો છો. અને ત્યાં આઇસ પેક લગાવી શકો છો. ગંભીર રૂપ થી દાજયા છો તો તમારે ડોક્ટર ની સલાહ અવશ્ય લેવી. સૌથી વધુ તો સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમારા હાથ પર ગરમ પાણી કે ગરમ તેલ પડ્યું હોય. તમે પ્રાકૃતિક એલોવેરા જેલ નો પં ઉપયોગ કરી શકો છો. કારણકે તે ખૂબ ફાયદાકારક હોય છે.

ગંભીર રૂપ થી દાજવા પર જખ્મ ને સાફ કરવો પણ ખૂબ જરુરી છે. એટલે રાહ ન જોતાં ડોક્ટર પાસે જઈ આવવું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment