તમે ચાલતા-દોડતા માણસો જોયા હશે પરંતુ ઉડતો હોય એવો છોકરો જોયો છે? તમે નહીં અમે પણ નથી જોયો. પણ આ છોકરાને જોઇને કંઈક નવું લાગે છે, જે કોઈ સામાન્ય વાત નથી. આ છોકરો હનુમાનજીની જેમ ઉડતો હોય એવું લાગે છે. સોશિયલ મીડિયા પર ઉડતા છોકરાના ફોટોસ ઘણા શેયર થયા હતા. હજારોની સંખ્યામાં લોકોએ આ ફોટોને લાઈક કર્યા હતા.
ચાલો, તમને પણ જણાવી દઈએ ઉડવાવાળા છોકરા વિશે. આ છોકરો હવામાં ઉડતો નજરે પડે છે. તમે તસવીર નિહાળીને અંદાજો લગાવી શકો છો. ફેસબુક પર આ તસવીરોએ ધૂમ મચાવી હતી. પણ આ ઉડવા પાછળનું કારણ શું?
અમેરિકામાં ઉટાહમાં રહેતા એક પિતાએ તેના દીકરાની ઘણી એવી તસવીરો ક્લિક કરી છે, જેમાં છોકરો ઉડતો હોય એવો નજરે પડે છે. ઘણી સોશિયલ સાઈટમાં આ ફોટો વાઈરલ થયા હતા. પણ અસલમાં આવા ઉડતા છોકરાના ફોટો ક્લિક કરવાનું કારણ એવું છે કે, આ છોકરો ડાઉન સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત છે. આ બીમારીમાં મગજનો માનસિક વિકાસ રૂંધાય જાય છે.
આ બીમારીમાં ઉંમર વધી જાય છે પણ સમજણ શક્તિ વિકાસ પામતી નથી. એ ઉપરાંત શરીરના અંગોનો પણ વિકાસ થતો નથી. આ એક જેનેટિક બીમારી છે. આ બીમારીથી લોકોને અવેર કરવા માટે છોકરાના પિતાએ આવા ફોટો ક્લિક કર્યા હતા.
છોકરાના પિતા જણાવે છે, “જયારે મારો દીકરો નાનો હતો ત્યારે આ રીતે દોડતો હતો. જાણે એ ઉડતો હોય એવું લાગે. એટલે આ તસવીરો આજે પણ અમે સેવ કરીને રાખી છે.” છોકરાના પિતાએ કોઈ ખાસ ટ્રીકથી ફોટો ક્લિક કરેલ છે. જેમાં તે ઉડતો હોય એ રીતે દેખાય છે.
વધુમાં આ ફોટોમાં એડીટીંગ પણ કરેલ છે, જેને કારણે લોકો ફોટાને જોતા જ રહી જાય છે. આ ફોટાથી તેના પિતા દુનિયાને સંદેશ આપવામાં માંગે છે કે, તમે જેને પહેલા બોજ સમજો છો એ પાછળથી ખબર પડે કે, આ તો એક સ્પેશીયલ માણસ છે. એટલે એ જણાવે છે કે, ભલે છોકરો બીમાર હોય પણ એ આકાશને પણ અડકી લે એમ છે. બધા માટે ઉદાહરણ બનવા આ છોકરો ઉડતો હોય એવા ફોટો જ ક્લિક કર્યા હતા.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel