બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાછલા 5 દશકથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો એક ભાગ બની રહ્યા છે. એવામાં તેમણે બોલીવુડ અને તેની ફિલ્મો અને સ્ટાઇલને બદલતા જોયું છે અને જેને ખુબ માણ્યું પણ છે. તે સોશલ મીડિયા દ્વારા તેના ચાહકોને તેની ફિલ્મના કિસ્સાઓ સંભળાવે છે. હવે તેણે એપીઆઈ પહેલા અને પછીના ફોટાઓ શેર કર્યા છે.
આ ફોટો તેની ફિલ્મો કભી કભી અને ગુલાબો સિતાબોની છે. જેમાં કભી કભી 44 વર્ષ પહેલા બની હતી અને ગુલાબો સિતાબો તેની નવી ફિલ્મ છે. એવામાં તેણે કહ્યું સમય કેટલો બદલાઈ ગયો અને તે ક્યાંથી ક્યાં આવી ગયા.
ફોટો શેર કરતા અમિતાભે લખ્યું, ‘શ્રીનગર, કશ્મીર..કભી કભી ફિલ્મ…કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હે ગીત લખતા લખતા…અને મે મહિનામાં લખનૌ…44 વર્ષ બાદ (1976 થી 2020) ગુલાબો સિતાબો….ગીત ચાલી રહ્યું છે બનકે મદારી કા બંદર …તે શું હતા, અને શું બનાવી દીધા હવે!!! ’
જણાવી દઈએ કે ફિલ્મ કભી કભીને બોલીવુડ ડાયરેક્ટર યશ ચોપડાએ બનાવી હતી. આ ફિલ્મમાં અમિતાભ સાથે રાખી, શશી કપૂર, વહીદા રહેમાન અને નીતુ સિંહ પણ હતી. આ ફિલ્મ 1976માં આવી હતી અને ઘણી ફેમસ થઈ હતી.
આ દિવસે આવશે નવી ફિલ્મ
વાત કરીએ ગુલાબો સિતાબોની તો આ ફિલ્મમાં બચ્ચન સાહેબ સાથે પહેલી વાર આયુષ્માન ખુરાના નજર આવશે. આ ફિલ્મને ડાયરેક્ટર શુજીત સિરકર એ બનાવી છે અને જુહી ચતુર્વેદીએ લખી છે. આ ફિલ્મ એક ખુંસટ મકાન માલિક અને જીદ્દી ભાડુઆત પર આધારિત છે, તેનું ટ્રેલર હાલ માં આવ્યું છે અને ફેન્સ લોકોને તે ઘણું જ સારું લાગી રહ્યું છે. ગુલાબો સિતાબો, 12 જુને ઈમેજોન પ્રાઈમ વિડીઓ પર રિલીજ થવા જઈ રહી છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team