“પૈસાથી મેળે જવાય, પૈસાથી ફરાય શહેર, પૈસા આવે અને જાય એવી કુદરતની છે મહેર” – આ પંક્તિ જાણીતા લેખક અને કવિ એવા “રવિ”ની છે અને વધારે પરિચયમાં કહું તો, તમે અત્યારે જે આર્ટીકલ વાંચો છો એ આર્ટીકલના શબ્દો લખનાર. કહેવાય છે કે, “પૈસા ભગવાન નથી” પણ અત્યારના સમયની સ્થિતિ અને પરીસ્થિતિ જોઈએ તો એવું છે કે, “પૈસા ભગવાન નથી એ સાચું પણ પૈસા ભગવાનથી કમ પણ નથી.” અલબત, વિષયને થોડો આગળ લઇ જાય તો જેની પાસે પૈસા છે તેને ક્યાં કોઈ તકલીફ છે. એ કરોડપતિ લોકોને દેશમાંથી વિદેશ જવું એટલે જાણે એક ગામમાંથી બીજા ગામમાં જવા જેવી વાત હોય. આપણે જયારે વેકેશન ટાઈમમાં પણ ૧૦૦-૨૦૦ કિમીના પ્રવાસનું પ્લાનીગ કરતા હોય ત્યાં તો એ વિદેશની ટુર કરીને ફરી ઘરે આવતા પણ રહે. બસ, આટલો ફર્ક છે સેલિબ્રિટી અને કોમન પબ્લિકમાં.
એવી જ રીતે આજે આપણે બોલીવૂડના સ્ટાર વિશે વાત કરવાના છીએ, જે બધા ફરવાના અતિ શોખીન જીવડા છે. સાથે તેને ફરવાનું નામ આવે એટલે આનંદ ભરપૂર થઇ જાય એવી સ્થિતિ થાય છે. ચાલો, આજના આર્ટીકલમાં એવા બોલીવૂડના ફેસ વિશે વાત કરીએ તો જે બધા ટ્રાવેલિંગના દીવાના છે. વાંચો વધુ આગળ એટલે તમને બધું જાણ થઇ જશે.
- સૈફ અલીખાન-કરીના કપૂર
બોલીવૂડનું આ કપલ તો વિદેશની ટૂર જાણે ૧૦૦ કિમી હોય એવું સમજે છે. ગમે ત્યારે તેનું મન થાય ભારતની બહાર ફરવાનું ત્યારે એ ફરવા નીકળી જાય છે. હમણાં થોડો સમય પહેલા આ કપલ તેના દીકરા તૈમૂરને લઈને સ્વીત્ઝરલૅન્ડ ગયા હતા.
- સોનાક્ષી સિંહા
સોનાક્ષી તો હજી સિંગલ છે. તેની પર્સનલ લાઈફ વિશેની જાણકારી હજુ કોઈને વધારે છે નહીં પરંતુ એ પણ વિદેશ ફરવા માટેનો શોખીન જીવ છે. તેને માલદીવ બહુ જ પસંદ છે. એટલે તો સોનાક્ષી ઘણીવાર માલદીવમાં સ્પોટ થઇ ચુકી છે. ત્યાં ઘણા લોકોએ તેની સાથેની સેલ્ફી પણ ક્લિક કરાવી છે.
- બિપાશા બસુ
ત્રીજી લાઈન પર છે બિપાશા બસુ અને તેનો પતિ કરણસિંહ ગ્રોવર. હોલીવૂડના લોકેશન પર બંને ઘણીવાર ફરતા નજરે પડે છે.
- રણવીર સિંહ અને દીપિકા
આ કપલ રજાના દિવસો આરામદાયક રીતે વિતાવવા માટે વિદેશ જતા-આવતા નજરે પડે છે. ગોવા બીચ પર બંને ઘણીવાર જોવા મળ્યા છે. ત્યાં પણ આ કપલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતું.
- ગુલપનાગ
એડવેન્ચર અને ટ્રાવેલીંગનો જબરદસ્ત શોખ છે એવી આ મહિલા એટલે કે ગુલપનાગ સોલો ટ્રાવેલિંગ માટે બહુ જાણીતી છે. બસ, એ તેની પોતાની સાથે જીવવાની સ્ટાઈલથી ઘણી ખુશ છે એટલે તો તે સોલો ટ્રીપ પ્લાન બહુ કરે છે.
- પરીનીતી ચોપડા
બીચ હોય એવા લોકેશન પર ટ્રીપ પ્લાન કરવામાં બહુ મોજ આવે છે. આવું આપણે કદાચ કરીએ કે ન કહીએ પણ પરીનીતી અવશ્ય કરે છે. તેને ગ્રૂપમાં ટ્રીપ કરવાની બહુ મજા આવે છે. એથી વિશેષ વધુ એ એવા લોકેશ પર ફરવા જાય છે જ્યાં બીચ હોય અને વાતાવરણ ખુશનૂમા રહેતું હોય.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel