રાજકોટ GIDCમાં બોઈલર ફાટ્યું, 5 કામદાર ગંભીર રીતે ઘાયલ એકનું થયું સારવાર દરમિયાન મૃત્યુ.

હમણાં જ એક દર્દનાક અને દુખદ સમાચાર રાજકોટથી આવ્યા છે. અહિયાં મેટોડાની GIDCમાં એક ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતું તેના લીધે ત્યાં આસપાસના વસ્તીમાં અને લોકોને ભૂકંપ જેવી અનુભૂતિ થઈ હતી. બોઈલર ફટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે તે બ્લાસ્ટથી ત્યાં આસપાસના બધા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

આ બ્લાસ્ટ એ પર્વ મેટલ ફેક્ટરી નામની ફેક્ટરીમાં થયો હતો. ઘટનામાં ફેક્ટરીના 5 કામદાર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા તેમને 108 દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ સિવાય એક કામદાર કે જેમનું નામ અરવિંદ જયરામ ચૌહાણ છે અને તેમની ઉમર 30 વર્ષની છે તેઓ આ બલસમાં ગંભીર રીતે દાજી ગયા હતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દાખલ કરેલ 4 દર્દીઓ હજી પણ સારવાર હેઠળ છે.

ફેક્ટરીમાં બોઈલર ફાટતાં એ ફેક્ટરીમાં આગ લાગી હતી. આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ પણ ત્યાં પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની મદદથી આગ પર તો કાબૂ લઈ લેવામાં આવ્યો હતો. બ્લાસ્ટ થવાથી ત્યાંનાં કામદારોમાં નાસભાગ થઈ ગઈ હતી. આટલું જ નહીં બ્લાસ્ટને લીધે ફેક્ટરીના પતરાંના શેડ પણ ઊડી ગયા હતા.

શેડ ઉડીને જમીન પર પડ્યા હતા અને કેટલાક આજુબાજુમાં પણ ફેલાઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે આ ઘટના પછી ભાજપ નેતા મનોજ રાઠોડ એ પણ ઘટના સ્થળે આવી ગયા હતા. તેમના લીધે વહીવટી તંત્રએ ખૂબ જલ્દી બધી પ્રોસેસ શરૂ કરી હતી. નેતા સહિત ત્યાંનાં મામલતદાર અને બીજા કેટલાક અધિકારીઓ પણ ત્યાં આવી ગયા હતા.

GIDC ફેક્ટરીમાં બોઈલર ફાટતાં ખૂબ ધમાકો થયો હતો. બ્લાસ્ટથી ત્યાં આજુબાજુ ભૂકંપ જેવી પરિસ્થિતિ થઈ હતી. બોઈલર ફટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે તે બ્લાસ્ટથી ત્યાં આસપાસના બધા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બ્લાસ્ટ થવાથી ત્યાંનાં કામદારોમાં નાસભાગ થઈ ગઈ હતી. આટલું જ નહીં બ્લાસ્ટને લીધે ફેક્ટરીના પતરાંના શેડ પણ ઊડી ગયા હતા.

Leave a Comment