જાણો આંખનું ફરકવું શુભ છે કે અશુભ, સાચું કારણ જાણી રહી જશો દંગ

આપણા દેશમાં લોકોની એવી માન્યતા છે કે આંખોના ફરકવાથી શુભ કે અશુભ કઈક તો થાય જ છે પરંતુ પરંતુ શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે, તમારી આંખ ફરકવા પાછળનું સાચું રહસ્ય શું છે. સામાન્ય રીતે આંખોનું ફરકવાને વૈજ્ઞાનિક ભાષામાં બાયોકીમીયા કહેવામાં આવે છે. આ બીમારી ની અંદર તમારા આંખોની માસપેશીઓ સંકોચ પામે છે. જેના કારણે તમારી આંખ ફરકે છે.

આ સિવાય આખો ફરકવા પાછળ નું બીજું પણ કારણ છે તણાવ. આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો સતત માનસિક થાક તથા તણાવમાંથી પસાર થાય છે. જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણું શરીર વિવિધ રીતે પ્રતિક્રિયાઓ કરે છે જેના કારણે આપણી આંખ ફરકે છે.

શરીરમાં વિટામિન એ ની કમીના કારણે આંખોના અનેક રોગો થાય છે. જો શરીરમાં વિટામિન એ ની ઉણપ સર્જાય તો તેના કારણે આંખોની માંસપેશી યોગ્ય રીતે કાર્ય કરતી નથી. જેને કારણે આંખો ફરકવાની સમસ્યા સર્જાય છે.

આ ઉપરાંત દૂરદ્રષ્ટિ ના નંબર ધરાવતા વ્યક્તિઓ પણ આ સમસ્યાનો શિકાર થઇ શકે છે. દૂરની ધરાવતા વ્યક્તિઓની આંખની કીકી યોગ્ય રીતે પતલી થઈ શકતી નથી. જેના કારણે તે વ્યક્તિ દૂરનું જોઈ શકતો નથી તે કિકીઓના સંકોચનના પ્રતિબંધના કારણે પણ લોકોની આંખો ફરકે છે.

તમને જાણીને નવાઈ થશે કે, તમારી આંખો ફરકવા પાછળ એક કારણ છે તમારી આંખોમાં રહેલી એલર્જી. તમારી આંખો તમારી મરજી વગર ફરકે છે. આ ઉપરાંત આપણી ત્વચા શુષ્ક થઇ જવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

આમ તમારી આંખો ફરકવી એ કોઈ શુભ કે અશુભ ઘટનાના આગોતરા નિશાન નથી. પરંતુ તમારી આંખો કરવા પાછળનું કારણ એક વૈજ્ઞાનિક કારણ છે. તમારી આંખનુ ફરકવુ એ એક ખૂબ જ સામાન્ય બાબત છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment