
ગુજરાત પર માતા ઉમિયાના આશીર્વાદ છે અને અમદાવાદના ઊંઝાથી ઉમિયા માતાજીના રથે ૪૦૦ કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યું છે. સામાજિક પ્રવૃત્તિ માટે માતાજીના રથ સાથે કરોડો રૂપિયાનું દાન એકઠું થયું હતું અને હજુ વધુ દાનમાં રકમ આવવાની ચાલુ જ છે. આવનારા વર્ષો સુધી આશરે ૮૦૦ કરોડ રૂપિયા ભેગા થવાની સંભાવના છે.

ઊંઝાથી ઉમિયા માતાજીના આ રથની સફર શરૂ થઇ. આ રથમાં જેટલી પણ દાનની રકમ આવશે એ બધી સેવાકીય પ્રવૃતિ માટે વાપરવામાં આવશે. જૂન મહિનામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાનો અમેરિકાના 26 રાજ્યમાં જન જાગૃતિ કાર્યક્રમ કરશે. ભારત દેશમાં તો ઉમિયા માતાજીનું મંદિર છે પણ અમેરિકામાં પણ હવે ૯ મંદિરોનું નિર્માણ થશે. આવનારા સમયમાં ઉમિયા માતાજીના ભવ્ય મંદિર અમેરિકામાં પણ જોવા મળશે.

નવરાત્રીથી શરૂ થયેલા આ સેવાના ઉદ્દેશથી કાર્યક્રમમાં ઉમિયા માતાજીના રથનું ભ્રમણ ચાલુ થયું હતું. આખા શહેરમાં ૫૦ લાખથી વધુની રકમ ભેગી કરી છે. માતાજીના આ રથને શહેરવાસીઓએ સ્વાગત કર્યું હતું. સમગ્ર શહેરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. મુખ્ય સંયોજક આરપી પટેલ અને સીકે પટેલ તેમજ સંગઠનના ચેરમેન ડીએમ ગોલના જણાવ્યા અનુસાર વિશ્વના સૌથી મોટા મંદિરનું નિર્માણ 5 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

આ મંદિરનું આયોજન અને તેની નિર્માણની વાત પણ બહુ અદ્દભુત છે. આ મંદિર વિશ્વનું સૌથી મોટું મંદિર બનશે. જાસપુર ખાતે માતાજીના મંદિરનું 4 માર્ચે વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે લાખો લોકો ઉપસ્થિત રહ્યા હતા. એક હજાર કરોડથી વધુના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત અહીં NRI ભવન પણ બનાવવામાં આવશે. આવી તદ્દન લેટેસ્ટ સુવિધાથી આ મંદિરને સજ્જ કરવામાં આવશે. અહીં જે પણ દર્શનાર્થી મંદિરની મુલાકાત લેશે તેને વિશ્વમાં ક્યારેય પણ સુવિધા ન મળી હોય એવી સુવિધા અહીં જોવા મળશે.

અહીં એક પાટીદાર સમાજનું મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે એથી વિશેષ અહીં સ્કીલ ડેવલેપમેન્ટ યુનિવર્સીટી પણ અહીં બનાવવામાં આવશે. આ બધી સુવિધા એવી રીતે ડેવલપ કરવામાં આવશે કે અહીં કોઈએ ક્યારેય નહીં જોઈ અને જાણી હોય તેવી અધ્યતન ફેસેલીટીઝ મળશે. ૩ હજાર કાર અને ૫ હજારથી વધુની સંખ્યામાં ટુવ્હીલર સમાય જાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે.

ઉમિયા માતાજીના ભક્તો અત્યારે તો એકદમ અને તનતોડ મહેનતમાં લાગી ગયા છે કારણ કે ઉમિયા માતાજીના આ રથમાં આશરે ૪૦૦ કરોડ રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું છે અને હજુ પણ વધારે ૮૦૦ કરોડ રૂપિયાની જેવી રકમ એકઠી જશે એવું ગણાય છે. આવનારા ૨ વર્ષ સુધીમાં આ રકમ એકત્ર થશે એવું અનુમાન હાલ અત્યારે છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel
