તમે દ્રાક્ષનો ઉપયોગ હોમોગ્લોબીન વધારવા માટે થાય તેવું ખૂબ સંભાળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો પોટેશિયમ, ફાઈબરથી ભરપુર કાળી દ્રાક્ષ તમારું સ્વાસ્થ્ય બનાવે જ છે સાથેજ તમારા સમય પહેલા થતાં સફેદ વાળને કાળા કરવામાં પણ ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ તમારે ક્યારે અને કેટલી માત્રામાં આ દ્રાક્ષ ખાવાની છે.
તમને જણાવી દઇએ કે દ્રાક્ષમાં એવા વિટામિન, મિનરલ્સ હોય છે જે તમારા વાળ માટે પણ ઘણા ફાયદાકારક હોય છે. તેમાં પોટેશિયમ, ફાઈબર, પોલીફેનોલસ, પ્રોટીન અને એન્ટી ઓક્સિડન્ટ પૂરતી માત્રામાં હોય છે. આ બધા તત્વ વાળ માટે ફાયદાકરક હોય છે. જો તમે નિયમિત રૂપે કાળી દ્રાક્ષનું સેવન કરો છો તો તેનાથી વાળ કાળા થવાની સાથે મજબૂત અને મુલાયમ પણ થાય છે. નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યાથી પરેશાન લોકો માટે કાળી દ્રાક્ષનો ઉપયોગ ફાયદાકારક થઈ શકે છે.
કાળી દ્રાક્ષમાં પોષક તત્વ
કાળી દ્રાક્ષ દ્રાક્ષથી તૈયાર થાય છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે. કાળી દ્રાક્ષમાં ફાઈબર, પ્રોટીન અને એન્ટી ઓક્સિડન્ટ ઘણીબધી માત્રામાં જોવા મળે છે.
વાળ પર આ રીતે કામ કરે છે
કાળી દ્રાક્ષમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે સ્વસ્થ વાળના છિદ્રોને ઉતેજીત કરીને વાળને ખરતા અટકાવે છે. તેટલું જ નહીં આ ઉપરાંત તે વાળના વિકાસ માટે જરૂરી કોશિકાઓ વધારવાનું પણ કામ કરે છે.
સફેદ વાળ આ રીતે કાળા કરો
નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યાથી પીડાતા લોકોને કાળી દ્રાક્ષને તેમના ભોજનમાં જરૂર શામેલ કરવી જોઈએ. તેમ કરવાથી તમે તમારા સમય પહેલા થતાં સફેદ વાળને કાળા કરતા સરળતાથી બચાવી શકો છો.
વાળ ખરતા અટકાવવામાં મદદરૂપ થશે
અનિયમિત દિનચર્યા, ખરાબ ગુણવત્તાના શેમ્પૂ, ચિંતા અને પ્રદૂષણ વાળ ખરવાની સમસ્યા ઉતપન્ન કરી રહી છે. દરેક કોઈ તે જાણે છે. પરંતુ તમને જણાવીએ જો દિવસમાં તમારા 50 થી 100 વાળ તૂટે છે તો તે એક સામાન્ય પ્રક્રિયા છે. તેનાથી તમારે ડરવાની જરૂર નથી. પરંતુ જો તેનાથી વધારે વાળ ખરવા લાગે છે તો તેના પર ધ્યાન આપવું જરૂરી છે.
આવી સ્થિતિમાં તમે તમારા ભોજનમાં કાળી દ્રાક્ષ જરૂર શામેલ કરો. આયર્નથી ભરપૂર હોવાને કારણે તે લોહીના ભ્રમણને પણ યોગ્ય રાખે છે. તેનાથી એક ફાયદો એ થાય છે કે તમારા વાળ તો મજબૂત થાય જ છે સાથેજ તે વાળને કાળા કરવામાં પણ મદદ કરે છે. તેનાથી વાળની વોલ્યુમ પણ વધે છે. કાળી દ્રાક્ષ વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે. તેનું એક નિશ્ચિત માત્રામાં કરેલું સેવન તમારા નિર્જીવ વાળને સજીવ કરવાનું કામ કરે છે.
ખરતા વાળ અટકાવી ગ્રોથ વધારે છે
વાળ ખરતા અટકાવવા, વાળને કાળા બનાવવાની સાથે કાળી દ્રાક્ષ ખાવાથી વાળ મુલાયમ અને ચમકદાર પણ બને છે. નિયમિત રૂપે નિર્ધારિત માત્રામાં કાળી દ્રાક્ષ ખાવામાં આવે, તો વાળ હંમેશા મુલાયમ રહે છે. કાળી દ્રાક્ષ ખાવાથી વાળને પૂરતુ પોષણ મળે છે. તેનાથી વાળ મૂળમાંથી મજબૂત બને છે. સાથેજ વાળ ચમકદાર પણ બને છે.
તેનાથી શુષ્ક, નિર્જીવ વાળ મુલાયમ બને છે. ઘણા પ્રયત્નો છતાં પણ તમારા વાળનો ગ્રોથ વધી રહ્યો નથી તો આવી સ્થિતિમાં આ કાળી દ્રાક્ષ તમારા વાળનો ગ્રોથ પણ વધારે છે. તેમાં રહેલ વિટામિન સી સંયોજી ઉતક જાળવી રાખવાનું કામ કરે છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં કોલેજન કેહવાય છે. તે વાળના વિકાસને વધારે છે. સાથેજ તેમાં રહેલ વિટામિન ઈ કોશિકાઓને મજબૂત કરવાનું કામ કરે છે.
કેટલી માત્રામાં ખાવી જોઈએ
હવે સવાલ એ થાય છે કે આપણે વાળને કાળા રાખવા માટે દરરોજ કેટલી માત્રામાં કાળી દ્રાક્ષ ખાવી જોઈએ. તો તમે સમજી લો નિષ્ણાંત મુજબ તમારા માટે 15-20 ગ્રામ કાળી દ્રાક્ષ ખાવી યોગ્ય રહેશે. જો તમે તેને રાત્રે પલાળીને સવારે સેવન કરશો તો તે વધારે ફાયદો પહોંચાડે છે.
આ લેખમાં આપવામાં આવેલ સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. અમલમાં લેતા પેહલા નિષ્ણાતની સલાહ જરૂર લો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team