ઘણા બધા લોકો એવા હોય છે જેમને કારેલાનું શાક બિલકુલ ભાવતું નથી અને તેનો સ્વાદ પણ એકદમ કડવો હોય છે. પરંતુ જો તમે કારેલા ફ્રાય બનાવવાની રીત અપનાવશો તો તમને તે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને તમને તેની રેસિપી ખૂબ જ પસંદ પડશે.
આજે આ રેસિપીમાં કારેલાને તેલમાં તળવામાં આવ્યા છે જેનાથી તે સંપૂર્ણ રીતે ડીપ ફ્રાય થઈ જાય છે અને તેનો કડવો સ્વાદ પણ બિલકુલ નીકળી જાય છે, તેને તમે નાસ્તાની સાથે પણ ખાઈ શકો છો તેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે.
કારેલા ફ્રાય બનાવવાની રીત ખૂબ જ આસાન છે અને તેને બનાવવા માટે તમને વધુમાં વધુ 10 થી 15 મિનીટ લાગશે તો જાણ ચાલો જાણીએ તેને બનાવવાની રીત.
સામગ્રી
- કારેલા : 1
- બેસન: 50 ગ્રામ
- હળદર પાવડર: 1/4 ચમચી
- મરચું પાવડર: 1/4 ચમચી
- ધાણા પાવડર: 1/4 ચમચી
- જીરું પાવડર : 1/4 ટીસ્પૂન
- મીઠું: 1 ચમચી
- તેલ: તળવા માટે
- ચાટ મસાલો : 1/2 ચમચી
કારેલા ફ્રાય બનાવવાની રીત:
સૌપ્રથમ કારેલા ને છો લો.ત્યાર બાદ તેને પાતળા અને લાંબા કાપો.
હવે તેને એક વાટકામાં નાખો અને તેમાં થોડું મીઠું અને પાણી નાખીને 2 મિનિટ સુધી રહેવા દો.
હવે તેને બહાર કોઈ કપડું અથવા તો પેપર નેપકીન ઉપર કાઢો જેનાથી વધારાનું પાણી બહાર નીકળી જાય.
હવે બીજા એક વાટકામાં ચણાનો લોટ લો.
હવે તેમાં હળદર પાઉડર મરચું પાવડર ધાણાજીરું પાવડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો. અને જરૂર અનુસાર પાણી નાખો.
હવે તેમાં કારેલાના ટુકડા નાખો અને યોગ્ય રીતે મિક્સ કરો.
ત્યારબાદ ગેસ ઉપર તેલ ગરમ કરો અને તે સંપૂર્ણ ગરમ થઈ જાય ત્યારે તેમાં એક એક કરીને કારેલાના ટુકડા નાખો.
કારેલાના ટુકડા અને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ ટિસ્યુ પેપરમાં બહાર કાઢો.
કારેલા ફ્રાય બનીને તૈયાર છે તેની ઉપર થોડો ચાટ મસાલો ભભરાવો.
ઉપાય
કારેલાને મીઠાવાળા પાણીમાં ધોવાથી તેની કડવાહટ દૂર થઈ જાય છે.
કારેલાને તળતી વખતે ગેસને મધ્યમ આંચ પર રાખો.
ચાટ મસાલો નાખવો જરૂરી નથી જો તમારી પાસે છે તો તેને નાખો નહીં તો ચાલશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ચટપટા ટેસ્ટી કારેલા ફ્રાય બનાવવાની એકદમ અલગ અને યુનિક રેસીપી”