બિકીની વેક્સ કરાવતા પહેલા આ વાતો નું ખાસ ધ્યાન રાખો👙👍

આજકાલ દરેક મહિલાઓ વેક્સ કરાવે છે અને વેક્સ કરાવવું જરૂરી પણ છે .કારણકે આનાથી તમને અણગમતા વાળ થી છુટકારો મળે છે અને સાથે સાથે તમારી ત્વચા પણ સાફ રહે છે .ઘણીખરી મહિલાઓ મહિના માં એક વાર તો વેક્સ કરાવે જ છે .

ઘણી મહિલાઓ હાથ પગ ની સાથે સાથે તેમના બિકીની ભાગ માં પણ વેંક્સિંગ કરાવે છે .કારણકે બિકિની વેક્સ કરાવવાથી તમારો ત્યાંનો ભાગ સફસુથરો થઈ જાય છે અને એજ કારણે મહિલાઓ આ નાજુક ભાગ મા વેક્સ કરવાથી થતા દર્દ ને પણ સહન કરી લેય છે .

જોકે ,ઘણી મહિલાઓ રેઝર અને હેર રિમુવલ ક્રીમ નો પણ પ્રયોગ કરે છે પરંતુ વેંક્સિંગ જેટલું સારૂ પરિણામ એકેય મા નથી જોવા મળતુ .એટલે જ મહિલાઓ વેંક્સિંગ ના દર્દ ને સહન કરી લેય છે .જેમને નથી ખબર તેમની જાણકારી માટે જણાવી દઈએ કે, બિકિની ભાગ મા આવતા વાળ ને ટ્યુબીક વાળ કહેવામાં આવે છે જેને કઢાવી ને તે ભાગ ને સફસુથરો કરી શકાય છે .

એકવાર વેક્સ કરાવ્યા બાદ ત્રણ થી ચાર અઠવાડિયા પછી જ ત્યાં વાળ ઉગે છે .અને એ વાળ પહેલા ની સરખામણી મા હળવા અને પાતળા આવે છે .

પરંતુ તમને જણાવી દઈએ કે ,બિકિની વેક્સ કરતા સમયે ઘણી વાતો નુ ધ્યાન રાખવુ પડે છે .જો તમે પણ બિકિની વેક્સ કરાવવા નું વિચરતા હોવ તો આટલી વાતો નુ ધ્યાન અવશ્ય રાખજો .

● દુખાવા થી બચવા માટે 

જો તમે પહેલી વાર બિકીની વેક્સ કરાવવા જતા હોવ તો તમને દુખાવા નો જરાય અંદાજો નહી હોય .એટલે તમારા સારા માટે ,તમારે બિકીની વેક્સ કરાવવા ના અડધા કલાક પહેલા એક પેરાસીટામોલ ની ગોળી લઈ લો .આ દવા ખાવાથી તમને દુખાવો ઓછો થાશે .પરંતુ એટલુ યાદ રાખો કે આ ફક્ત તમારો દુખાવો જ ઓછો કરશે એનિસ્થીસ્યા કામ નહી કરે.પરંતુ જો તમને આવી કોઇ દવા ની આડઅસર થતી હોય તો આવી કોઈ દવા લેવી નહી .

● ત્વચાને મોસ્ચ્યુરાઈઝ કરો 

જેવુ કે તમે જાણો છો કે ,બિકીની નો ભાગ ઘણો સંવેદનશીલ હોય છે એટલે તમારે વેક્સ કરાવ્યા બાદ ત્યા લગાવવા મોસ્ચ્યુરાઈઝર ની તૈયારી કરી રાખવી જોઈએ .તમે એના માટે એલોવેરા જેલ નો પ્રયોગ કરી શકો છો જેનાથી તમને દુખાવા અને બળતરા મા રાહત મળશે .

● ટી (ચા) બેગ્સ નો વપરાશ 

બિકીની વેક્સ ના દુખાવા થી છુટકારો મેળવવા માટે તમે ટી બેગ્સ ને પણ વાપરી શકો છો .તમે આ ટી બેગ્સ ને વેક્સ કરેલા ભાગ ઉપર લગાવો જેનાથી તમને તરતજ આરામ મળશે .

● બરફ નો પ્રયોગ કરો 

તમે બિકીની વેક્સ કરાવ્યા બાદ તે ભાગ ઉપર બરફ પણ લગાવી શકો છો જે તમને ત્યાં થતી બળતરા મા રાહત આપશે .એના માટે તમારે બરફ નો એક ટુકડો લઈ તેને કપડા મા વિટી ને તે ભાગ ઉપર લગાવો .

● આ કામ ન કરતા  

તમને જણાવી દઇએ કે બિકિની વેક્સ કરાવ્યા બાદ કેટલાક એવા કામ છે જે તમારે જરાય કરવા નહી . એમાનુ એક છે સ્વિમિંગ પુલ મા જવું નહી. બિકિની વેક્સ કરાવ્યા પછી તમે સ્વિમિંગ પુલ માં જવાનુ ટાળો કારણકે ત્યાં તમને સંક્રમણ લાગવા ની શકયતા છે .અને સાથે જ ચુસ્ત આંતરિક વસ્ત્રો એટલે કે અન્ડરવેર પહેરવા નહી કારણકે ચુસ્ત અન્ડરવેર થી તમને પરસેવો થશે અને તમને વેક્સ કરાવેલા ભાગ ઉપર ઇન્ફેક્શન લાગી શકે છે .

●તડકા થી દુર રહો 

બિકિની વેક્સ કરાવ્યા બાદ લગભગ ૨૪ કલાક સુધી તમારે તડકામાં જવુ નહિ કારણકે તડકા મા જવા થી તમારી ત્વચા ઉપર લાલ

ચાંભા પડવાની શક્યતા રહેલી છે .

● વાગ્યા ઉપર વેક્સ કરાવવું નહી.

જો તમને તે ભાગ ઉપર વાગ્યુ હોય કે છોલાઈ ગયું હોય તો તમારે વેંક્સિંગ કરવુ નહિ કારણકે તેનાથી પણ સંક્રમણ થવાનો ભય રહે છે .

● રેઝર નો ઉપયોગ કરવો નહી 

એ વાત નુ ધ્યાન રાખો કે , વેંક્સિંગ કરાવતા પહેલા તમારે રેઝર કે હેરરીમુવલ ક્રીમ નો ઉપયોગ કરવો નહી . કારણકે વેક્સ કરાવતી વખતે વાળ નો જથ્થો પુરતા પ્રમાણમાં હોવો જોઈએ જેથી વેંક્સિંગ દરમિયાન વાળ એના જડ માંથી ખેંચાય જાય .

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment