શ્રાવણ મહિનો વરસાદનો મહિનો હોય છે અને ભગવાન શિવને પણ આ મહિનો અતિ પ્રિય છે. વરસાદી માહોલ વચ્ચે આ આખા મહિનામાં વાતાવરણમાં શિવ નાદ ગુંજતો હોય છે. ધાર્મિક પુસ્તકોમાં પણ શ્રાવણ મહિનાને પવિત્ર મહિનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભક્તો દ્વારા આ મહિનામાં શિવને રીઝવવા માટેનો મહિનો હોય છે.
આ મહિના દરમિયાન જે શિવના પૂજા-પાઠ કરે તેને શિવની અપાર આશીર્વાદની પ્રાપ્તિ થાય છે અને વેપાર-ધંધામાં પ્રગતી થાય છે તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સાથે ચાલો તમને એક અનોખા શિવ મંદિર વિશેની માહિતી જણાવીએ…,
ભારતમાં ઘણા એવા મંદિરો છે જેના રહસ્યોને આજેય કોઈ સુલઝાવી શક્યું નથી. એવું જ એક અનોખું શિવ મંદિર છે, જેને લોકો ‘બીજલી મંદિર’ તરીકે ઓળખે છે. આ મંદિરમાં પણ અદ્દભુત ચમત્કાર થાય છે.
‘બીજલી મંદિર’ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સ્થિત છે. કુલ્લુ શહેરમાં વ્યાસ અને પાર્વતી નદીના સંગમ પાસે આ શિવ મંદિર સ્થિત છે. ઉંચાઈ પર આવેલું આ શિવ મંદિર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે સમુદ્ર સપાટીથી આ મંદિર ૨૪૫૦ મીટર ઉંચાઈ પર સ્થિત છે.
આ મંદિરમાં પણ અજીબ ચમત્કાર થાય છે. અહીંની એવી માન્યતા છે કે, આ મંદિરની ઘાટી વિશાળકાય સાંપના રૂપમાં છે અને ભગવાન શિવ દ્વારા આ સાંપનો વધ કરવામાં આવ્યો હતો. અહીં જે જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે ત્યાં બાર વર્ષે એકવાર ત્યારે અવશ્ય વીજળી પડે છે. જ્યારે વીજળી પડે ત્યારે આ મંદિરની શિવલિંગ ‘ખંડિત’ થઇ જાય છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આવેલા આ શિવ મંદિરની બાર વર્ષે બનતી ઘટના આજે પણ કોઈ સમજી શક્યું નથી અને આ રહસ્ય અકબંધ છે. દર વર્ષે નાની મોટી ઘણી વીજળી આ મંદિર માથે પડતી હશે પણ બાર વર્ષે એકવાર મંદિર પર એવી શક્તિશાળી વીજળી પડે કે ભગવાન શિવની શિવલિંગમાં પણ તિરાડ પડી જાય છે, પણ ચમત્કારની વાત એ છે કે પ્રચંડ વીજળી પડતી હોવા છતાં મંદિરને કોઈ નુકસાન થતું નથી.
વીજળી પડે ત્યારે માત્ર શિવલિંગમાં જ તિરાડ પડે છે અને એ તિરાડને પૂજારી માત્ર માખણના લેપ દ્વારા જોડી પણ દે છે. જયારે શિવલિંગ પર તિરાડ પડે અને પુજારી માખણ લાગવાનું શરૂ કરે ત્યારે થોડા દિવસોમાં ફરી આ શિવલિંગ મજબુત થઇ જાય છે, તિરાડ બુરાઈ જાય છે.
આજેય કુલ્લુમાં આવેલા આ શિવમંદિરમાં આ ઘટના દર બાર વર્ષે બને છે અને હિમાચલ પ્રદેશમાં આ મંદિર હોવાને કારણે આ મંદિર પર અવારનવાર ઘણીવાર વીજળી પડતી રહે છે છતાં પણ આ મંદિરને નુકસાન થતું નથી.
શિવજીના ચમત્કારને સમજવા માટે આજે પણ કોઈ વૈજ્ઞાનિકનું કામ નથી અને આ ઘટના શા માટે બને છે એનું કોઈ ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી. બસ, આ જ છે ભગવાન, જે નથી દેખાતા છતાં તેની હાજરી આખા વિશ્વમાં સતત છે.
બોલો હર હર મહાદેવ….
“ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજ સાથે અવશ્ય જોડાયેલા રહેજો અને અમે અહીં જે માહિતી પોસ્ટ કરીએ છીએ એ વાંચતા રહેજો તમારી પાસે માહિતીનો ભંડાર બની જશે.