કહેવાય છે કે મૃત્યુ ક્યારેય પણ કોઈને પણ આવી શકે છે. તમે ગમે એટલી તકેદારી રાખો તમારું મૃત્યુ જે દિવસે થવાનું ફિક્સ છે એ દિવસએ એ સમયે થઈ ને જ રહે છે. એટલે કે જો નક્કી જ છે કે તમને કૂતરું કરડવાનું જ છે તો તમે હાથી કે ઊંટ પર બેઠા હશો તો પણ તમને કૂતરું કરડશે જ. આવું જ થયું છે હમણાં વલસાડના એક ખેડૂત સાથે.
હમણાં વલસાડમાં ખૂબ વરસાદ વરસ્યો હતો. એકલો વરસાદ જ નહીં પણ આ સાથે વીજળી પણ ખૂબ ગર્જી હટી. તમને જણાવી દઈએ કે આ વીજળી પડવાથી વલસાડના ધરમપુર તાલુકાના એક ગામના વૃધ્ધનું મૃત્યુ થયું છે. આઆમ અચાનક વીજળીથી મૃત્યુ થવાથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
વાત એમ હતી કે વીજળી પડતાં જ વૃધ્ધનું મૃત્યુ થઈ ગયું હતું પણ પછી તેમના દેહને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ પછી દવાખાનમાં જરૂરી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને એ પણ ભારે ગાજ વીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ રાજીરામ સુરકર હતું. જેઓ આવા સમય દરમિયાન ખેતરમાં નીંદણનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન વલસાડના તાલુકા ધરમપુર ને ઉમરગામ સહિત ઘણી જગ્યાએ ખૂબ વરસાદ થયો હતી.
ખેતરમાં નીંદણનું કામ કરી રહેલ વ્યક્તિ પર અચાનક વીજળી પડવાથી તેમનું મૃત્યુ થયું હતું. વૃધ્ધ પર વીજળી પડવાના સમાચાર ગામમાં ખૂબ ઝડપથી ફેલાઈ ગયા હતા. આ પછી મૃત વ્યક્તિને ધરમપુરના એક દવાખાનમાં લઈ જવામાં આવ્યા હતા. હવે આ વ્યક્તિના મૃત્યુ પછી તંત્ર અને પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.