કોમેડિયન ભારતી સિંહ પછી તેના પતિ હર્ષ લિંબાચિયા ને પણ નારકોટિકસ કંટ્રોલ બ્યુરોના ડ્રગ્સ મામલામાં ધરપકડ કરી હતી. હર્ષ લિંબાચિયાને એનસીબી ના ડ્રગ્સ લેવાના ગુનામાં ધરપકડ કરી હતી. એનસીબીએ લગભગ ૧૫ કલાક પૂછપરછ પછી હર્ષની ધરપકડ કરી હતી. શનિવારે એનસીબી ની પૂછપરછમાં ભારતી સિંહ અને તેના પતિ હર્ષે, ગાંજો લેવાની વાત સ્વીકારી લીધી હતી એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ભારતી સિંહના ઘરેથી એનસીબી ના છાપામારી દરમિયાન આસરે ૮૬.૫ ગ્રામ ગાંજો પણ મળ્યો હતો. ભારતી સિંહની ધરપકડ પર સોશ્યલ મીડિયા પર ઘણા મેમ્સ વાયરલ થઈ રહ્યા છે. તેના પર પ્રખ્યાત ટીવી અભિનેતા કરણવીર બોહરા નો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
The comedy you know, the reason you don’t 😶#BhartiSingh pic.twitter.com/H0WCZNVcaV
— 🅱️ℹ️🆃🆃ℹ️ || Tweet_puns STAN Account 🥰 (@__aditiii__) November 21, 2020
ભારતી સિંહની ધરપકડ પર વાયરલ થઈ રહેલા મેમ્સને લઈને કરણવિર બોહરા એ ટ્વીટ કર્યું: ” એનસીબી ને તેનુ કામ કરવા દો અને થોડીક શર્મ કરો. કોઈની કળા વિશે તેવી વાત ન કરો. તે અહી સુધી તેની સખત મહેનત, કળા અને ભગવાનના આશીર્વાદથી પહોંચી છે.” કરણવિર બોહરા એ ટ્વીટ ની સાથે એક મેમ્સ પણ શેર કર્યો છે. કરણવિર બોહરાના આ ટ્વીટ પર યુઝર્સ ના ઘણા પ્રતિભાવ પણ આવી રહ્યા છે.
જણાવી દઈએ કે એનસીબી શનિવારે સવારે કોમેડિયન ભારતી સિંહના ઘર અને કાર્યાલયમાં છાપામારી કર્યા પછી તેને અને તેના પતિને પૂછપરછ માટે એનસીબી ના કાર્યાલય લઈ ગયા હતા. શનિવારે મોડી સાંજે ભારતી સિંહ ની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે ભારતી ના પતિ હર્ષ લિંબાચિયાની તે સમયે પૂછપરછ ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે તેના પર ધરપકડની તલવાર લટકી રહી છે. આ બોલીવુડ ડ્રગ્સ કનેક્શન માં એનસીબી ની આ મોટી કાર્યવાહી છે.