અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે અને અહીં અત્યારે પણ ઈતિહાસમાં ડૂબેલા ઘણા બધા સ્મારક પણ જોવા મળે છે, જે પર્યટકોને અમદાવાદ આવવા માટે ખૂબ જ આકર્ષિત કરે છે. પરંતુ આ ઐતિહાસિક સ્મારક સિવાય અહીં યુવાનો તથા બાળકો માટે ઘણી બઘી મજેદાર અને આકર્ષક જગ્યાઓ પણ ઉપસ્થિત છે.
હા, અમદાવાદમાં જેવા ઘણા બધા ટોપ ક્લાસ વોટરપાર્ક છે જ્યાં તમે તમારા પરિવાર દોસ્તને પાર્ટનર સાથે રજાઓ માણવા માટે અને એન્જોય કરવા માટે જઈ શકો છો.આ વોટરપાર્કમાં રાઈડ્સજ નહીં પરંતુ ટોપ ક્લાસની રમતો અને પીકનીકની સુવિધા તથા રિસોર્ટ ની સુવિધા પણ આપવામાં આવે છે. આ લેખમાં અમે અમદાવાદના સૌથી મશહુર વોટર પાર્ક વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો જાણો તેની માહિતી.
શંકૂસ વોટર પાર્ક, અમદાવાદ
શંકૂસ વોટર પાર્ક ને મહેસાણા વોટરપાર્ક ના નામે પણ જાણવામાં આવે છે, આ થીમ પાર્ક લગભગ 75 એકરમાં ફેલાયેલું છે અને તે ખૂબ જ સુંદર છે. આ પાર્કમાં ઝિપ ઝેપ ઝૂમ, એક્વા શટલ, વેટ ડિસ્કો અને લેઝી રિવર વગેરે સાથે કેટલીક વધુ મનોરંજક અને ક્રેઝી રાઇડ્સ પણ છે. જો તમે તમારા પરિવારની સાથે વિકેન્ડ આઉટિંગ નો પ્લાન બનાવી રહ્યા છો તો આનાથી વધુ સારો વોટરપાર્ક તમને અમદાવાદમાં મળશે નહીં આ પાર્કની અંદર પર્યટકોની વચ્ચે બીચ નું નિર્માણ કરવામાં આવ્યું છે અહીં તમે વોટર રાઈડ્સ ની સાથે સાથે તમે વોટર સ્પોર્ટ્સ, ધ લગૂન અને વોટ-એ-કોસ્ટર જેવી પ્રવૃત્તિઓ પણ માણી શકો છો.
- સ્થળ- અમદાવાદ-મહેસાણા હાઇવે, અમદાવાદ
- સમય – દરરોજ સવારે 10:00 થી સાંજે 5:30 વાગ્યા સુધી
- પ્રવેશ ફી- 650 (સોમવાર-શુક્ર) 750 (શનિ-રવિ)
- સમયમાં અને ફી માં ફેરફાર હોઈ શકે છે.
મનીયર વન્ડરલેન્ડ, અમદાવાદ
અમદાવાદ શહેરની બિલકુલ નજીક આવેલા મજેદાર થીમ પાર્ક છે જ્યાં તમે તમારા સંપૂર્ણ પરિવારની સાથે પીકનીક મનાવવા માટે જઈ શકો છો આ પાર્ક બે ભાગમાં વહેંચાયેલું છે એક વન્ડરલેન્ડ અને બીજું સ્નો પાર્ક. વન્ડરલેન્ડ પાર્ક વિભાગમાં ઘણી બધી મનોરંજક રાઇડનો લુપ્ત ઉઠાવી શકો છો. જેમકે અહીં તમે ઝિપ લાઇન, ડેઝર્ટ બાઇક, ટ્રાફિક આઇલેન્ડ, એક્વા બોલ વગેરે જેવી રાઇડ્સ અથવા એક્ટીવીટીઝ કરી શકો છો. ત્યાં જ સ્નો પાર્કમાં તમે સ્નો જોડાયેલી ઘણી બધી એક્ટિવિટી કરી શકો છો.
- સ્થળ- સરખેજ સાણંદ હાઇવે, અમદાવાદ
- સમય- દરરોજ સવારે 10.00 થી 8:30 વાગ્યા સુધી
- એન્ટ્રી ફી- 180 (બાળક) 220 (પુખ્ત) (ફક્ત વોટર પાર્ક માટે એન્ટ્રી ફી) દરેક રાઈડ માટે વધારાની ફી લેવામાં આવે છે.
- સમયમાં અને ફી માં ફેરફાર હોઈ શકે છે.
સ્પ્લેશ વોટર પાર્ક (સ્પ્લેશ ધ ફન વર્લ્ડ), અમદાવાદ
સ્પ્લેશ વોટર પાર્ક અમદાવાદમાં સૌથી મોટા વોટરપાર્ક માંથી એક છે જે બહાર એકરમાં ફેલાયેલું છે, આ વોટરપાર્કમાં લગભગ 25 થી વધુ જોરદાર પાણીની રાઇડ્સ અને સ્લાઈડ તથા સૌથી લોકપ્રિય લહેર પુલ છે, જે હવે અમદાવાદના લોકોની વચ્ચે એક પસંદગીનું સ્થાન બની ગયું છે અહીં બાળકો માટે એક અલગ વોટર પાર્ક નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ વોટરપાર્ક ની સાથે કેમ પાર્ક પણ છે અને તે સિવાય તમે ઘણા બધા બીજા શ્રેષ્ઠ વોટર રાઇડ્સ અને આનંદ પણ ઉઠાવી શકો છો તે સિવાય અહીં ખાવાપીવા ની પણ વ્યવસ્થા છે.
- સ્થળ- સરખેજ-સાણંદ રોડ, ગામ તેલાવ-કોલેટ રોડ, અમદાવાદ
- સમય – દરરોજ સવારે 10:00 થી સાંજે 05:00 સુધી
- પ્રવેશ ફી – 4 ફૂટ 6 ઇંચથી વધુ ઉમરના લોકો માટે 600 (ખોરાક વગર) 750 (ખોરાક સાથે)
- 2 ફૂટ 9 ઇંચથી નીચેના બાળકો – મફત (ભોજન સાથે કે વગર)
- સમયમાં અને ફી માં ફેરફાર હોઈ શકે છે.
તિરુપતિ રુશિવન એડવેન્ચર પાર્ક, અમદાવાદ
જો તમે અમદાવાદ ફરવા ગયા છો અને તમે પોતાના બાળકો સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક તમારી માટે બેસ્ટ ઓપ્શન છે અમદાવાદ ની પાસે આવેલ આ પીકનીક સ્પોટ ખૂબ જ સુંદર અને જાણીતું છે. અહીં બાળકો માટે રાઇડ સિવાય ફરવા માટે પણ ઘણું બધું છે સાબરમતીના તટ ઉપર આવેલા પાર્કમાં બાળકો માટે ઘણી બધી મજેદાર સવારી તીરંદાજી વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ સામેલ છે. અહીં બાળકો માટે અલગથી જંગલ સફારી અને એક 6Dથિયેટર પણ ઉપસ્થિત છે. ગરમી દરમિયાન અહીં વોટરપાર્ક પણ ખુલ્લું રહે છે આ પાર્કમાં મનોરંજન સિવાય દુનિયાના સાત અજુબાની કૃતિઓ પણ ઉપસ્થિત છે.
- સ્થાન- સાબરમતીના કિનારે આવેલું છે.
- સમય- સવારે 9 થી સાંજના 6:00 સુધી ખુલશે.
- પ્રવેશ ફી- વ્યક્તિ દીઠ ફી રૂ. 100 છે, વોટર પાર્ક માટે રૂ. 300 છે.
- સમયમાં અને ફી માં ફેરફાર હોઈ શકે છે.
અહીં તમે તમારા પુરા પરિવારની સાથે જઇ શકો છો અને ઘણી બધી મજેદાર વસ્તુઓનો આનંદ પણ ઉઠાવી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ઉનાળાની આકરી🌅ગરમીમાં બનાવો અમદાવાદના આ👉મજેદાર વોટર અને થીમ પાર્કમાં ફરવા જવાનો પ્લાન”