ગરમીથી છુટકારો મેળવવા માટેના આ છે ભારતના બેસ્ટ લોકેશન – વેકેશન ટ્રીપ પ્લાન કરો આનંદ આવી જશે..

 

વેકેશન ટાઈમ આવી ગયો છે અને ઉનાળો ધીમે-ધીમે મિજાજ બતાવે છે. ગરમીના દિવસો શરૂ થયા એટલે હવે કોઈ ઠંડકવાળી જગ્યાએ રહેવાનું વધારે પસંદ આવે. રજાના દિવસોમાં તમે જો સરસ શાંતિ હોય તેવા અને ઠંડા પ્રદેશમાં જઈને સમય વિતાવતા હોય તો આ રહી તમામ માહિતી. ગરમીના દિવસોમાં ટ્રીપ પર જવું હોય તો આ જ લોકેશન પર જવાઈ. ગરમીના દિવસોમાં ફરવા માટે આથી વિશેષ એકેય જગ્યા થાય નહીં.

(૧) ચાદર ટ્રેક, જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીરના પૂર્વભાગમાં આવેલું “ચાદર” એક પહાડી ક્ષેત્ર છે. આ વિસ્તાર નદીની બિલકુલ પાસે સ્થિત છે. ઠંડીના દિવસોમાં અહીં દેશ-વિદેશથી હજારો-લાખોની સંખ્યામાં પર્યટકો એડવેન્ચર માણવા માટે અહીં આવે છે. આ ઘાટીમાં કરવામાં આવતી યાત્રાને ‘ચાદર ટ્રેક’ ના નામથી ઓળખવામાં આવે છે.

(૨) મનાલી – લેહ ટ્રીપ

ઉતરપ્રદેશની વાત કરીએ તો અહીં એક રાજમાર્ગ છે, જે મનાલી અને જમ્મુ-કાશ્મીરના લેહને જોડે છે. જેને મનાલી લેહ દ્વીપ કહેવામાં આવે છે. અહીં એટલું જબરદસ્ત લોકેશન છે કે આ રસ્તે સફર કરવાની મજા રોમાંચક છે.

(૩) સંદક્કૂ – પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળનો આ એક એવો વિસ્તાર છે. જ્યાં ફરવાની મજા અનેરી છે. તમને અહીં ઠંડી-ઠંડી પહાડોની હવા વચ્ચે ફરવાની મજા બહુ જ આવશે.

(૪) મારખા ઘાટી ટ્રેક, લદાખ

રોજીંદી જિંદગીથી કંટાળીને માણસ ફરવા માટે નીકળે છે. તો સુકૂન ભરેલા થોડા દિવસો વિતાવવા હોય તો જરૂરથી અહીં ફરવા જેવા લોકેશન છે. સાથે-સાથે શુદ્ધ હવા અને ઠંડુ વાતાવરણ જીવનની શાંતિનો અહેસાસ કરાવે છે. મારખા ઘાટી ટ્રેક લદાખ ટ્રેકિંગ ક્ષેત્રમાં સૌથી પ્રસિદ્ધ ટ્રેકસમાંથી એક છે.

(૫) સ્પીતિ, હિમાચલ પ્રદેશ

અહીં તમને બરફથી ઢંકાયેલા રસ્તાઓ, રેગીસ્તાની પહાડોનો નજરો પણ જોઇને ખુશ થઇ જાવ એવો માહોલ છે. સાથે અહીંના માણસોની રીત-ભાત પણ જોવા જેવી છે.

એ સાથે હજુ બીઈજા લોકેશન છે જે તમને ગરમીમાંથી રાહત આપે છે. જેમ કે, અરૂણાચલ પ્રદેશ – કેરલ, અંદમાન નિકોબાર – મેઘાલય, ઉતરાખંડની હર કી દૂન ઘાટી, અલેપ્પી – કેરલ, દાર્જીલિંગ – પશ્ચિમ બંગાળ, સરાહન – હિમાચલ પ્રદેશ વગેરે લોકેશન ગરમીના દિવસોમાં રાહત આપે એવા જબરદસ્ત લોકેશન છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel

Leave a Comment