શિમલા ભારત નું એક સુંદર અંદ ઉત્તમ ફરવાલાયક સ્થળ છે, ચાલો તો વધુ સમય ના લેતા સીધું પોઈન્ટ ઉપર આવી ને શિમલા ના સુંદર ફરવાલયક સ્થળોની માહિતી જાણીએ
૧. ધ રિજ શીમલા ની બરફ વાળી જગ્યા:
શિમલા કેન્દ્રમાં આવેલું ધ રિજ એક મોટો અને ખુલ્લો માર્ગ છે જે મોલ રોડના કિનારે આવેલું છે. રિજ એક એવી જગ્યા છે જ્યાં તમને ઘણું બધું જોવા મળશે. અહીં તમે બરફથી ઢંકાયેલી પર્વત શ્રુંખલાઓનો શાનદાર નજારો, વિશેષ કલાકૃતિઓ, અને અનેક ખરીદી માટેની ઉત્તમ દુકાનો જોઈ શકશો. ધ રિજ ની સૌથી ખાસ વાત એ છે કે આ જગ્યા બ્રિટિશકાળમાં ઉનાળાના સમયમાં રોકાવા માટેની સૌથી ખાસ જગ્યા હતી. શિમલા ની આ સુંદર જગ્યા અહીં આવનારા પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. તમને જણાવી દઈએ કે ધ રિજ એક બજાર જ નથી પરંતુ શહેરનું એક સામાજિક કેન્દ્ર પણ છે. શિમલા નું આ દર્શનીય સ્થળ સ્થાનિક લોકો અને યાત્રીઓથી ભરેલું રહે છે. અહીં ઘણાં કૅફે, બાર, બ્યુટીક, દુકાનો અને રેસ્ટોરન્ટો પણ છે જે આવનારી ભારે ભીડને આકર્ષિત કરે છે.
૨. કુફરી શિમલા:
કુફરી શિમલા થી 14 to 17 કિલોમીટરના અંતરે આવેલી એક એવી જગ્યા છે જે અહીં આવનારા પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. આશરે 2,720 મીટરની ઊંચાઈ પર અને હિમાલયની તળેટીમાં આવેલું આ હિલ સ્ટેશન પ્રકૃતિપ્રેમીઓ અને એડવેન્ચરના શોખીન લોકોને ખૂબ જ પસંદ આવે છે. ફૂકરી ની મુલાકાત લેતા તમને ઘણા શાનદાર નજારા જોવા મળશે અને તેની સૌથી ખાસ વાત એ છે કે અહીં તમને પ્રવાસીઓની વધારે ભીડ જોવા મળશે નહીં. જો તમે શીમલાના પ્રવાસે જઈ રહ્યા છો તો તમારે એક વાર કુફરી જરૂર જવું જોઈએ કેમ કે અહીં તમને ઘણા આકર્ષક દૃશ્યો જોવા મળશે.
૩. મોલ રોડ શિમલા:
મોલ રોડ, રિજની નીચે આવેલી શીમલા ની એક એવી જગ્યા છે જ્યાં ઘણી દુકાનો, કેફે, રેસ્ટોરન્ટ, પુસ્તકની દુકાનો અને ઘણા પ્રવાસ ના આકર્ષણો થી ભરેલી છે. જો તમે મોલ રોડ ફરવા માટે આવો છો તો અહીંની દરેક વસ્તુઓ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. મોલ રોડ શિમલાની કેન્દ્રમાં આવેલું છે જેમાં ઘણા રેસ્ટોરન્ટ, ક, બેંક, દુકાનો, પોસ્ટ ઓફિસ અને પ્રવાસી કાર્યાલય આવેલા છે. આ માર્ગથી તમે શિમલાની પ્રાકૃતિક સુંદરતાને પણ જોઈ શકો છો. મોલ રોડ એક એવી જગ્યા છે જે શિમલા ફરવા માટે આવેલા પ્રવાસીઓની ભીડ ને પોતાની તરફ આકર્ષે છે.
૪. જાખુ હિલ શિમલા:
શિમલાથી ફક્ત બે કિલોમીટરના અંતરે આવેલું જાખુ હિલ આ સંપૂર્ણ હિલ સ્ટેશનની ઊંચી ટેકરી છે, જે આ શહેરના અદભુત અને બરફથી ઢંકાયેલા હિમાલય પર્વતના દ્રશ્યોને બતાવે છે. લગભગ ૮૦૦૦ ફીટ ઊંચી જાખુ હિલ શિમલા નું એક પ્રખ્યાત પ્રવાસ માટેનું આકર્ષણ છે, જે પ્રકૃતિ પ્રેમીઓની સાથે તેથી યાત્રીઓનું પણ લોકપ્રિય સ્થાન છે. આ પહાડી ઉપર એક પ્રાચીન મંદિર છે જેનું નામ જાખૂ મંદિર છે, આ મંદિર હનુમાનજી ને સમર્પિત છે અને તેમાં હનુમાનજીની એક ખૂબ જ મોટી મૂર્તિ છે. આ મંદિર શિમલા ના મુખ્ય જોવાલાયક સ્થળો માંથી એક છે.
૫. કાલકા-શિમલા:
શિમલા રેલવે ભારતનું પહાડી રેલવે સ્ટેશન હોવાની સાથે જ યુનેસ્કો નું વિશ્વ ધરોહર સ્થળ છે. આ રેલ્વે માર્ગનું નિર્માણ બ્રિટિશ દ્વારા શિમલા ને ભારતના બીજા રેલ્વે લાઈનો સાથે વર્ષ ૧૮૯૮ થી ૧૯૦૩ની વચ્ચે કરવામાં આવ્યું હતું. આ કાલકાથી શિમલા સુધી ચાલે છે અને સમરહિલ, સોલન જેવા ઘણા પ્રવાસી સ્થળો ની સાથે ઘણી ખાસ જગ્યાઓમાંથી થઈને પસાર થાય છે. જો તમે શિમલા ફરવા માટે આવી રહ્યા છો તો આ રેલની યાત્રા જરૂર કરો. આ ટ્રેન તમને ઘણા લોભામણા દ્રશ્યોની સાથે ઘણી સુરંગો અને પુલો દ્વારા એક શાનદાર યાત્રાનો અનુભવ આપશે.
૬. સોલન શિમલા:
તેના મશરૂમ ઉત્પાદન અને ટામેટાના ઉત્પાદન માટે પ્રખ્યાત સોલન ને ભારતના મશરૂમ શહેર અને લાલ સોનાના શહેર તરીકે જાણવામાં આવે છે. સોલન એક એવું શહેર છે જે અહીં આવનારા પ્રવાસીઓની ખૂબ જ પસંદ આવે છે. સોલન ના વિકાસ નો શ્રેય બ્રિટિશ ને જાય છે, કેમ કે બ્રિટિશ સરકારે જ આ જગ્યાનો પ્રારંભિક આર્થિક વિકાસ કર્યો હતો. આ જગ્યાની સૌથી ખાસ વાત એ છે કે અહીં વર્ષ દરમિયાન તાપમાન સારું રહે છે, અહીંના આકર્ષક અને પ્રાકૃતિક દ્રશ્યો તમને દર વખતે આશ્ચર્યચકિત કરી દેશે.
૭. મનાલી શિમલા ની સૌથી સુંદર જગ્યા:
ભારતના રાજ્ય હિમાલય પ્રદેશમાં આવેલું મનાલી એક લોકપ્રીય હિલ સ્ટેશન છે જે હિંદુ દેવતા “મનુ” ના નિવાસસ્થાન રૂપે પ્રસિદ્ધ છે. મનાલી પહાડી શહેર કુલ્લુ જિલ્લાના ઉત્તર ભાગમાં બિયાસ નદી ઘાટીમાં સમુદ્ર તળિયેથી લગભગ 2276 મીટરની ઊંચાઈએ આવેલું છે, જે ભારતના મુખ્ય હિલ સ્ટેશનોમાં થી એક માનવામાં આવે છે. પ્રાચીનકાળમાં મનાલી વિચરતા શિકારીઓ અને ગોવાળિયાઓનું સ્થાન હતું, જે કાંગડા ખીણ થી અહી આવેલા હતા.
૮.કુલ્લુ:
સામાન્ય રીતે કુલ્લુ મનાલીની સાથે મળીને એક લોકપ્રિય પ્રવાસ સ્થળ છે, જે પોતાના મનોરમ્ય દ્રશ્યો અને દેવદારના વૃક્ષોથી ઢંકાયેલી રાજસી પહાડીઓની સાથે એક ખુલ્લી ખીણ છે. ૧૨૭૯ મીટરની ઊંચાઈએ આવેલુ પ્રકૃતિના પ્રેમ કરનારા લોકો માટે સ્વર્ગ સમાન છે જે પોતાના મનોરમ્ય દ્રશ્યો ને લીધે હિમાલય પ્રદેશમાં સૌથી લોકપ્રિય એવા સ્થળોમાંનું એક છે. જણાવી દઈએ કે સામાન્ય રીતે અહીં આવનારા પ્રવાસીઓ કુલ્લુ અને મનાલી બંનેને એક સાથે ફરવાનું પસંદ કરે છે. પ્રકૃતિના ખોળામાં વસેલું આ નાનું શહેર અહીં આવનારા પ્રવાસીઓને પોતાના સુરમ્ય દ્રશ્યોથી મંત્રમુગ્ધ કરી દે છે. કુલ્લુ માં તમે રઘુનાથ મંદિર અને જગન્નાથી દેવી મંદિર જેવા કેટલાક મહત્વપૂર્ણ મંદિરોના દર્શન પણ કરી શકો છો.
૯. ક્રાઇસ્ટ ચર્ચ શિમલા:
ક્રાઇસ્ટ ચર્ચ શિમલા ની એક ખૂબ જ લોકપ્રિય જગ્યા છે. ધ રિજ પર આવેલા આ ચર્ચનું નિર્માણ વર્ષ ૧૮૫૭ માં કરવામાં આવ્યું હતું,જેના વાસ્તુ ચમત્કારને પૂરું કરવા માટે લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. ક્રાઇસ્ટ ચર્ચમાં કાચની બારીઓ, ક્લોક ટાવર અને ફ્રેશકોસ ઘણો આકર્ષક છે આ સાથે જ આ ચર્ચમાં ભારત નું સૌથી મોટું અંગ પણ છે જેને તમે 3 ઈડિયટ જેવી ઘણી બોલિવૂડમાં જોઈ ચૂક્યા હશો.
૧૦. સમરહિલ શીમલા માં ફરવા લાયક જગ્યા:
સમરહિલ શિમલાના બહારના વિસ્તારમાં આવેલું એક એવું શહેર છે જે સમરહિલ ને પોટસૅ હિલ પણ કહેવાય છે. પહેલાના સમયમાં આ જગ્યા પર કુંભારો માટીના વાસણો બનાવવા માટે ભેગા થતા હતા. આ હીલ સમુદ્રની તળેટીથી લગભગ ૨૧૨૩ મીટરની ઊંચાઈએ આવેલી છે જે ખીણો અને ચારે તરફની હરિયાળીના શાનદાર દ્રશ્યો બતાવે છે. સમર હિલ પ્રખ્યાત રિજ થી પાચ કિમી દૂર છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જો તમે શિમલા ફરવા માટે જઈ રહ્યા છો તો સમરહિલ થી કેટલાક શાનદાર દ્રશ્ય જોવાનું ભૂલશો નહીં.
૧૧. ચૈલ હિલ સ્ટેશન શિમલા:
ચૈલ એક અદભુત હિલ સ્ટેશન છે જે શિમલાથી આશહરે ૪૪ કિમી ના અંતરે આવેલું છે, જેને પટિયાલાના મહારાજા ભૂપિન્દરજી સ્થાપિત કર્યું હતું. જણાવી દઈએ કે આ જગ્યા પર દુનિયાનું સૌથી ઊંચું ક્રિકેટ મેદાન પણ છે. ચૈલ પોતાના સુંદર સૌંદર્ય અને કુવારા જંગલો માટે જાણવામાં આવે છે.
૧૨. અર્કી કિલ્લા શિમલા:
અર્કી કિલ્લા નું નિર્માણ ઈ.સ. 1695 – 1700 માં કરવામાં આવ્યું હતું જે રાજપૂત અને મુગલ વાસ્તુકલા બંનેના સંમેલનમાં બન્યું હતું. જો તમે ઇતિહાસ પ્રેમી છો તો આ જગ્યા તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે. આ કિલ્લાને કાંગડા ચિત્રોને લીધે જાણવામાં આવે છે જે આ કિલ્લાને સુશોભિત કરે છે. આ કિલ્લામાં જે ચિત્રો બન્યા છે તે લગભગ ૨૦૦ વર્ષ જુના હોવાની આશા છે પરંતુ આજે પણ તે એટલી જ વધારે સુંદર દેખાય છે. જો તમે શિમલા ફરવા માટે આવ્યા છો અને એક ઇતિહાસ પ્રેમી છો તો આ કિલ્લાને તમારી યાદી માં જરૂર સામેલ કરો.
૧૩. નાલદેહરા શિમલા:
સમુદ્ર તળેટીથી ૨૦૪૪ મીટર ની ઊંચાઈએ આવેલું નાલદેહરા શિમલા પાસે આવેલું એક ખુબજ સુંદર હિલ સ્ટેશન છે. લોર્ડ કર્ઝન એ અહીં એક ગોલ્ફ કોર્સ ની સ્થાપના કરી હતી.દેવદારના ઘટાદાર વૃક્ષો અને શાનદાર હરિયાળી આ જગ્યાના વાતાવરણ ને ખુબ જ આકર્ષક બનાવે છે. બરફથી ઢંકાયેલા હિમાલય પર્વતની જોવા માટે આ ખૂબ જ ઉત્તમ જગ્યા છે.આ જગ્યાનું વાતાવરણ એટલું સારું છે કે અહીં ચાલતી હવાઓનો અવાજ તમને સંભળાશે. જો તમે આ ક્ષેત્રને આવરી લેવા માંગો છો તો તમે ઘોડે સવારી કરી શકો છો. જો તમે નાલદેહરા જાઓ છો તો તમને ત્યાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવું ખૂબ જ આકર્ષક લાગશે. સીધા શબ્દોમાં કહીએ તો જો તમે એક આરામદાયક જગ્યા જોઈ રહ્યા છો તો આ તમારા માટે એક ઉત્તમ હિલ સ્ટેશન છે.
૧૪. શિમલા રાજ્ય સંગ્રહાલય:
શિમલા રાજ્ય સંગ્રહાલય ને હિમાચલ રાજ્ય સંગ્રહાલય અને પુસ્તકાલય ના રૂપે પણ જાણવામાં આવે છે, જેને વર્ષ ૧૯૭૪ માં ખૂલ્યું કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ સંગ્રહાલય નું નિર્માણ સાંસ્કૃતિક સમૃદ્ધિ ને જાળવવા અને ભૂતકાળનું રેકોર્ડ કરવા માટે કરવામાં આવ્યું હતું. આ શહેરમાં આવેલા વસાહતી શૈલી ની ઈમારત તમને આ શહેરના શાનદાર ભૂતકાળ વિશે ઊંડાણમાં જણાવે છે. શિમલા રાજ્ય સંગ્રહાલય માં ઘણી મૂર્તિઓ, ચિત્રો, હસ્તશિલ્પ અને સિક્કાઓનો સંગ્રહ છે.
૧૫. દારાનઘાટિ અભ્યારણ્ય શિમલા:
શિમલાથી આશરે ૧૫૫ થી ૧૬૫ કિલોમીટર અંતરે આવેલું દારા ખીણ અભ્યારણ્ય જે ૧૬૭.૪૦ કિમી માં ફેલાયેલું છે, જે શિમલા ફરવા આવનારા લોકો માટે એક સૌથી મહત્વપૂર્ણ આકર્ષણો માંથી એક છે.આ અભયારણ્ય શિમલા ના ઉપરના ભાગમાં આવેલું છે જે ભૂતકાળમાં રામપુર બુશહર શાહી પરિવાર માટે એક શિકાર ની જગ્યા હતી. આજે આ જગ્યા વન્યજીવો થી સમૃદ્ધ છે જેને વર્ષ ૧૯૬૨ માં એક અભયારણ્ય તરીકે ઘોષિત કરાયું હતું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team