કોરોના વાઇરસ ને કારણે લોકો ઘર માં લાંબો સમય રહ્યા પછી હવે બહાર ફરવા માટે નીકળ્યા છે. એટલા માટે માંલદીવ જવાનું લોકો વધુ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી માંલદીવમાં રાજા માણતા ફોટો શેર કરે છે. આપણે આજે તમને એવી જ તસવીર બતાવીશું જેથી તમને પણ માંલદીવ જવાની ઈચ્છા થાય.
ટ્રી ટોપ ડાયનિંગ થી લઈ ને અંડર વોટર વિલા જેવી જગ્યા ને લઈ ને લોકો ખૂબ ક્રેજી છે. ખાસ વાત એ છે કે અહી લોકો ના સોશિયલ ડિસ્ટન્સ નો પણ ખ્યાલ રાખવા માં આવે છે. જેના કારણે લોકો અહી વધુ આવાનું પસંદ કરે છે.
પર્યટકો માટે માંલદીવ ખોલી દીધું હતું. એ પછી થી અહી ઘણા પર્યટકો આવી ચૂક્યા છે. અહી આવતા પહેલા પર્યટકો એ તેમની કોવિડ ની રિપોર્ટ નેગેટિવ બતાવી પડે છે. સાથે જ ઓનલાઇન ડેક્લેરેશન નુ ફોમ પણ ભરવું પડે છે.
માંલદીવ માં સફાઇ અને કોન્ટેક્ટલેસ ચેક ઇન નું ખાસ ધ્યાન રાખવા માં આવે છે. એકાંત અને અહી ની ખૂબસૂરતી પર્યટકો ને ખૂબ લાલચાવે છે.
અહી કેટલાક રેસ્ટોરન્ટ માં પર્યટકો માટે ટ્રી ટોપ ડાયનિંગ ની સુવિધા પણ છે. તેમા વાંસ થી બનેલ રેસ્ટોરન્ટ ને માળા નો લુક આપવામાં આવે છે. જેમા બેસી ને લોકો ખાવા ની સાથે નજારા નો લુપ્ત ઉઠાવી શકે.
અહી પર્યટકો માટે સ્પા ટ્રીટમેન્ટ અને યોગા ક્લાસ ની પણ સુવિધા છે. પૂલ, ક્લબ હાઉસ, વિલા અને બીચ અહી પર્યટકો ને ખૂબ જ પસંદ આવે છે.
માંલદીવ માં આવેલ ધ મુકારા અંડર વોટર વિલા પણ પર્યટકો મા ખૂબ જ પ્રચલિત છે. આમાં 16 ફૂટ અંદર એક માસ્ટર બેડરૂમ છે. જેનાથી સમુદ્રી જીવો ને ખૂબ નજીક થી જોઈ શકાય છે. આ વિલા માં ઈન્ડોર અને આઉટડોર લાઉન્જ, પ્રાઈવેટ પૂલ, અને ડૂબતાં સૂરજ નો નજારો જોવા માટે ખાસ બેડરૂમ છે. Vip પેકેજ માં તમને બટલર અને શેફ ની પણ સુવિધા મળે છે.
સોશિયલ ડિસ્ટન્સ નો ખ્યાલ રાખતા ફીનોલુહ જેવા રિસોર્ટ માં બબલ ટેન્ટ લગાવેલા છે. તેમા પર્યટકો પારદર્શી બેડરૂમ થી સમુદ્ર નો નજારો જોઈ શકે છે. તેમા પ્રાઇવેટ બાર્બેક્યુ ની પણ સુવિધા છે. એટલું જ નહીં અહી આવનારા લોકો માટે મનોરંજન નું પણ ખાસ ધ્યાન રાખવા માં આવે છે. અને અહી મૂન લાઇટ સિનેમા ની પણ સુવિધા છે.
અહી આવનાર લોકો સ્પીડ બોટ ની સવારી જરૂર થી કરે છે. અહી સ્પીડ બોટ કરાવનાર લોકો સોશિયલ ડિસ્ટન્સ ની સાથે પણ બીજી એક્ટિવિટી કરે છે. આ ઉપરાંત અહી સ્પા ટ્રીટમેન્ટ,પ્રાઈવેટ લંચ ડિનર, અને મૂવી નાઇટ નો પણ પ્રોગ્રામ હોય છે.
રજાઓ જ નહીં પણ ભીડ ભાડ વાળી જગ્યા થી દૂર જવું હોય તો માંલદીવ એક સારો ઓપ્શન છે.
દરેક ને વિનંતી છે કે સરકાર ની ગાઈડલાઇન નું પાલન જરૂર કરો અને તમારું ધ્યાન રાખી ને માસ્ક પહેરી ને જ કોઈ પણ જગ્યાએ એ જાવ.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team