જો તમે કસોલ નથી ગયા તો તમે તે સ્થિરતાનો અનુભવ જ નથી કર્યો. પરંતુ આ જ યોગ્ય સમય છે આ સ્થળ વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અને યોગ્ય સમયની પ્લાનિંગ કરવાનો. કસોલ કુલ્લુનું એક એવું ગામ છે જે એક બદલતી તસવીર જેવું છે. તેની ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે મશહૂર આ સ્થળ તમને પણ આનંદ અને શાંતિસભર કરશે.
•પ્રકૃતિ વચ્ચે રોમાંચ – જુના અને નવા કસોલ વચ્ચે ફક્ત એક પુલનું જ અંતર છે. તમે આસપાસના ગામોની મુલાકાત લેવા માટે ચોક્કસપણે ટૂંકી યાત્રા પર જઈ શકો છો. દરેક જગ્યાએ તમને આરામદાયક રહેવાની જગ્યા અને ભોજન નહીં મળે, પરંતુ ત્યાંના રહેવાસીઓનો સ્નેહ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ઘણા લોકોને કેમ્પિંગ, પાર્ટી અને ટ્રેકિંગ ગમે છે અને તમને અહીં બધું જ મળશે.
જો તમે ગ્રામ્ય વિસ્તારનો અનુભવ કરવા માંગો છો, તો કસોલથી મલાના અને તોષ સુધીની ચઢાઈ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જે કસોલથી એક કલાકના અંતરે છે. જો તમે મણીકરણ આવો તો ચોક્કસ ગુરુદ્વારાની મુલાકાત લો.
•તોષ ગામની સુંદરતા – તોષ 7000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. કસોલથી એક કલાકની ગાડીની મુસાફરી પછી, તમે આખા ગામમાં ચાલીને ફરી શકો છો અને રહેવાસીઓ પાસેથી ગામ વિશે માહિતી મેળવી શકો છો. ગામ સુધીનો રસ્તો લીલાછમ ખેતરો અને પહાડોથી ભરેલો છે. રસ્તામાં, તમને બરફથી ઢંકાયેલ હિમાલય પર્વતોનો નજારો પણ જોવા મળશે.
•વિવિધ પ્રકારના ભોજનનું શહેર – કસોલની પોતાની સુંદરતા છે અને તમે કસોલના ઘણા શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો. તેમજ તમને દરેક જગ્યાએ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ મળશે. એકવાર તમે ત્યાં પહોંચી જાવ પછી તમે ઈટાલિયન, ચાઈનીઝ, ઈન્ડિયન, ફ્રેન્ચ, ઈઝરાયલી અને જર્મન કોઈપણ દેશના ભોજનનો આનંદ લઈ શકો છો.
તો તમે પણ આ નાના પરંતુ ખૂબ જ સુંદર ગામ વિશે જાણવાની અને મુલાકાત લેવાનું ભૂલશો નહી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team