એડવેન્ચર્સ લોકોને સ્કાય ડાઈવિંગ નો ઘણો શોખ હોય છે. સ્કાય ડાઈવિંગ કરવા માટે આમ તો વિદેશો માં ઘણી જગ્યાઓ છે પણ આની મજા તમે ભારત માં લઇ શકો છો.
જો તમને આકાશ માં ઉડવાનો શોખ છે તો આજે અમે તમને સ્કાય ડાઈવિંગ માટે ભારત ની ફેમસ જગ્યાઓ વિષે જણાવશું,જ્યાં તમે સેફટી અને ટ્રેનીંગ સાથે સ્કાય ડાઈવિંગ કરી શકશો.
૧. મૈસુર, કર્નાટક
બેસ્ટ સ્કાય ડાઈવિંગ ડેસટીનેશન માં શામિલ મૈસુર આના એક્સપીરીય્ન્સ માટે બેસ્ટ છે. મૈસુર માં ઘણા બધા સ્કાય ડાઈવિંગ કેમ્પસ છે. જ્યાં તમને ૨-૩ દિવસ ની ટ્રેનીંગ પણ આપવામાં આવે છે. અહિયાં હવામાં ફ્રી થઇ ઉડતા ઉડતા તમે આકાશ અને તેના આજુ-બાજુ ના સુંદર નજારા જોઈ શકો છો.
૨. મધ્યપ્રદેશ, ધાના
મધ્યપ્રદેશના ધાના શહેર માં ભારત નું પહેલું સ્કાય ડાઈવિંગ કેમ્પ શરુ કરવામાં આવ્યું હતું. અહિયાં તમને સ્ટેટિક અને ટેડેમ જ્મ્પ્સ ના ઓપ્શન્સ પણ મળી જાય છે. અહિયાં તમે ૪૦૦૦ ફીટ ની ઉંચાઈ થી કુદવાનું સુંદર એક્સપીરીય્ન્સ લઇ શકો છો.
3. ગુજરાત, દિસા
તમને જાણીને નવાઈ લાગશે પણ તમે ગુજરાત માં આવેલ દિસા શહેર માં સ્કાય ડાઈવિંગ નો આનંદ માણી શકો છો. અહિયાં ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરીટી અને ઇન્ડીયન પેરાશુટ ફેડરેશન દ્વારા પણ સ્કાય ડાઈવિંગ ના કેમ્પસ લગાવામાં આવે છે.
૪. પોંડીચેરી
ભારતના આ સુંદર હિલ સ્ટેશન પર પણ તમે સ્કાય ડાઈવિંગ નો આનંદ લઇ શકો છો. એડવેન્ચર્સ લોકો માટે આ જગ્યા એકદમ પરફેક્ટ ઓપ્શન છે.
ALL IMAGE CREDITS : GOOGLE IMAGES
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI