આ જીવડા થી પહોંચી વળવા માટે તમારે કોઈ કેમિકલ ની જરૂર નથી. ઘર ના નાના મોટા નુસખા જ તેમનો ખાતમો કરી દેશે.
વરસાદ ની ઋતુ માં કીડી-મકોડા, અને બીજા જીવડા થી ઘર માં ઘણી પ્રોબ્લેમ થવા લાગે છે. તેમની સાથે સાથે ઘર માં કેટલા જેરિલા જીવડા પણ આવી જાય છે. જો સમય રહેતા તેને સાફ ન કરવા માં આવે તો તમારા ઘર ને અને ઘર ના લોકો ને ઘણું નુકશાન થઈ શકે છે. આ જીવડા થી પહોંચી વળવા માટે તમારે કોઈ કેમિકલ ની જરૂર નથી.
કપૂર
આપણાં ઘરો માં કપૂર નો વપરાશ પૂજા માં જ કરવામાં આવે છે. પણ કપૂર ના ફાયદા ઘણા છે. કપૂર એક સારું હોમ ક્લીનર પણ છે.કપૂર ના વપરાશ થી ઘર ની દુર્ગંધ દૂર થાય છે. સાથે જ જો તમારા ઘર માં કીડી મકોડા, વંદા છે તો તે પણ ભાગી જશે.
લેમન ગ્રાસ અને તુલસી
દરેક ઘર માં લેમન ગ્રાસ નો ઉપયોગ તેની સુગંધ ના લીધે થાય છે. લેમન ગ્રાસ નો ઉપયોગ સુગંધ ની સાથે મચ્છર ભાગડવાની દવા માં પણ થાય છે. આવી જ રીતે તુલસી પણ હવા સાફ રાખવાની સાથે જીણા જીણા જીવડા ને તમારા થી દૂર રાખે છે.
સ્ક્રીન/જાળી
કીડી મકોડા અને બીજા જીવાણુ થી છુટકારો પામવા માટે તમે તમારી ઘર ની બારી કે દરવાજા પર સ્ક્રિનિંગ કરાવી શકો છો. જેનાથી ઘર માં સાફ સુથરી હવા પણ આવશે અને કીડી મકોડા સપાટી પર થી જ દૂર જતા રહેશે.અને આમાં તમારે વધારે પૈસા પણ નહિ ખર્ચવા પડે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team