મિત્રો આજે આપણે બનાવીશું થોડા સમય માં બની જતી ખુબજ સ્વાદિષ્ટ ચોખાની ખીર. આ સ્વાદિષ્ટ ખીર બનાવવામા તમારો વધારે સમય નહિ લાગે કે આ ખીર ને હલાવતા તમારા હાથ પણ નહિ દુખશે. થોડા સમય માં બનતી આ મીઠાઈની એક ખુબજ સારી રેસિપી છે. તો આ દિવાળી પર તમે પણ બનાવો આ મજેદાર ચોખાની ખીર.
આ ખીર ને બનાવવા માટે મેં તેમા ચોખાને પીસીને નાખ્યા છે અને આ કારણે જ ખીર ને વધારે હલવવી નહિ પડે અને આ ખુબજ જલ્દી બનીને તૈયાર થઈ જશે. જ્યારે તમે આ ખીર ને ખાશો તમને આ ખીર નો સ્વાદ એકદમ રબડી ખીર જેવો લાગશે.
જરૂરી સામગ્રી.
- દૂધ – અઢી લિટર
- ચોખા – ૨૦૦ ગ્રામ
- ખાંડ – ૨ કપ, ૫૦૦ ગ્રામ
- નાની એલચી પાવડર – અડધી ચમચી
- કાજુ બદામ – અડધો કપ કાપેલા
- નારિયેળ – અડધો કપ છીણેલું
સજાવટ માટે –
- પિસ્તા છીણી લો
- કેસર ના રેસા
રીત.
- આ સ્વાદિષ્ટ ખીર ને બનાવવા માટે સૌથી પહેલા ચોખાને એક કલાક પેહલા પાણીમાં પલાળીને રાખી દો.
- દૂધને એક ભારે તળિયા વાળા વાસણમાં ગરમ કરવા માટે ગેસ ઉપર રાખી દો. દૂધને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી દૂધ ઉપર મલાઈ ન આવે. દૂધ મા એક ઉફાણ આવે ત્યાં સુધી પકાવી લો.
- દૂધમાં ઉફાણ આવે પછી ગેસને મધ્યમ કરી દો અને દૂધને દસ મિનિટ વધુ પકાવી લો. દૂધને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી દૂધ નીચે તળિયે બેસી ન જાય.
- દૂધને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવી લો જેથી ખીર માં રબડી જેવો સ્વાદ આવે. ચોખામાં એક કપ પાણી નાખીને પીસી લો.
- દૂધને પકવતા મને દસ મિનિટ થઈ ગઈ છે હવે એક હાથે દૂધમાં ચોખા નાખીશું અને બીજા હાથથી દૂધને સતત હલાવતા રહો જેથી દૂધમાં કોઈ ગાઠો ન પડે. એક ઉફાણ આવે ત્યાં સુધી ખીર ને સતત હલાવીને પકાવી લો. ગેસના તાપને વધુ કરી લો.
ખીરમાં ઉફાણ આવે પછી ગેસના તાપને મધ્યમ થી ધીમી કરી લો અને ખીર ને વીસ મિનિટ વધુ પકાવી લો. વચ્ચે વચ્ચે ખીર ને હલાવતા રહો જેથી ખીર તળિયે બેસી ન જાય.
ખીર ને મધ્યમ થી ધીમા તાપે પકવતા વીસ મિનિટ થઈ ગઈ છે. ચોખા પણ સારી રીતે રંધાઈ ગયા છે અને ખીર પણ ઘટ્ટ થઈ ગઈ છે. હવે તેમા ખાંડ નાખીને હલાવીને ભેળવી લો સાથે જ તેમા કાજુ બદામ અને નારિયેળ નાખી દો. થોડા કાજુ બદામ બચાવી લો જે ખીર ને સજાવવા માટે છે. ખીર ને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ( ખાંડ તમે તમારા સ્વાદ મુજબ ઓછી કે વધુ કરી શકો છો. )
ધીમા તાપે ખીર ને એક ઉફાણ આવે ત્યાં સુધી પકાવી લો. ખીર માં ઉફાણ આવે પછી ગેસ બંધ કરી દો. આપણી ખીર બનીને તૈયાર છે. ઠંડી થયા પછી ખીર વધુ ઘટ્ટ થઈ જશે. હવે ખીર માં નાની એલચી પાવડર નાખી હલાવીને ભેળવી લો. ખીર ને ઢાંકી દો થોડી ઠંડી થયા પછી ખીર ને પીરસો.
ખીર ને થોડી ઠંડી થયા પછી એક પીરસવા ના વાસણમાં કાઢી લો. ખીર ને કાજુ બદામ અને પીસ્તા થી સજાવી લો. ઉપર થી થોડા કેસરના રેસા નાખો જેથી ખીર જોવામાં વધુ સુંદર લાગશે. તમે તમારી ઈચ્છા મુજબ ખીર ને કોઈ પણ સૂકા મેવાની સજાવી શકો છો. ઓછા સમયમાં બનતી આપણી ચોખાની ખીર ખાવા માટે તૈયાર છે. જો તમે આ રીત થી ચોખાની ખીર બનાવશો તો તે ખુબજ સ્વાદિષ્ટ બનશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team