ગરમીની ઋતુ ચાલી રહી છે, અને આ ઋતુમાં લોકો લગભગ ઠંડા અને પહાડી એરિયામાં ફરવા જવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે, એવામાં જો તમે પણ આ પહાડો પર અમુક શાંતિની પળ વિતાવવા માંગો છો, અને ઝરણાંનો આંનદ લેવા માંગો છો તો આજે અમે તમને અમુક એવી જગ્યા જણાવવાના છીએ આ જગ્યા પર તમે જુન કે જુલાઈ મહિનામાં ફરવા જઈ શકો છો.
જૂન જુલાઈના મહીનામાં જો તમે પહાડ વાળી જગ્યાઓમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમને હિલ સ્ટેશન ફરવાની સંપૂર્ણ લિસ્ટ આપીશું, તમે આ જગ્યા ઉપર જૂન જુલાઈ મહિનામાં ફરવા જઈ શકો છો.
મેકલોડગંજ
જ્યારે પણ હિલ સ્ટેશન ઉપર ફરવાની વાત આવે ત્યારે લોકોના મોઢે સૌથી પહેલા મેકલોડગંજ હિલ સ્ટેશન નામ આવે છે. હિમાચલ પ્રદેશમાં આવેલ આ જગ્યા પોતાની સુંદરતા માટે ખૂબ જ મશહૂર છે અહીં વર્ષમાં દરેક સમયે સહેલાણીઓની ભીડ જમા થતી હોય છે, અને અહીં લોકો ખુબ જ એન્જોય કરતા પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ધર્મશાળા થી મેકલોડગંજ માત્ર પાંચ કિલોમીટર દૂર છે. અહીં રહેવા માટે ઘણી બધી સરસ હોટલ છે અને ફરવા માટે ખૂબ જ સુંદર જગ્યાઓ પણ છે, અહીં તમે ટ્રેકિંગ કેમ્પિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી પણ મજા લઈ શકો છો.
સિક્કિમ
સિક્કિમ ફરવા જવા માટે જુલાઈ મહિનો ખૂબ જ સારો સમય છે. ઉત્તર પૂર્વના દરેક સાત રાજ્યો માંથી એક સિક્કિમ ખૂબ જ ફેમસ જગ્યા છે, અને અહીં દર વર્ષે ઘણી બધી માત્રામાં પર્યટકોની ભીડ પણ જોવા મળે છે. અહીં તમે જ્યારે પણ આવો ત્યારે નાથુલા, ચાઇના બોર્ડર, રૂમટેક મોનેસ્ટ્રીના અદભૂત નજારા નો આનંદ માણી શકો છો. તે સિવાય તમે અહીં લાચુંગ અને યુમથાંગ ઘાટીનો સુંદર નજારો નિહાળી શકો છો અને તેની સાથે જ સિક્કિમની તિસ્તા નદી રિવર રાફ્ટિંગ માટે ખૂબ જ અદભુત છે.
શિમલા
જેવી ગરમીની ઋતુ શરૂ થઈ જાય છે ત્યારે સૌથી વધુ લોકો શિમલા તરફ ફરવા જતા જોવા મળે છે. સીમલા નો મોલ રોડ, ક્રાઈસ્ટ ચર્ચ, કુફરી, ચેઈલ, નારકંડા, તાતા પાણી માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં તમે લોકલ માર્કેટમાં જઈને પણ ખરીદારી કરી શકો છો, તે સિવાય સિમલામાં ઊંચા પહાડ ઉપર આવેલ ઝાખું મંદિરના પણ દર્શન કરી શકો છો. અહીં હનુમાનજીની 108 ફૂટ ઉંચી પ્રતિમા સ્થાપિત છે જે ખૂબ જ મનોરમ્ય દ્રશ્ય ઊભું કરે છે.
મેઘાલય
દર વર્ષે દેશના જ લોકો નહીં પરંતુ વિદેશથી પણ આ જગ્યા ઉપર ફરવા માટે આવે છે. મેઘાલયના વરસાદનો નજારો આપણા મન માટે ખૂબ જ ખાસ છે. એશિયાનું સૌથી ચોખ્ખું ગામ મોલિનનોંગ અને મોસીનરામ, પૃથ્વી પરનો સૌથી ભીનો વિસ્તાર પણ મેઘાલયમાં છે. અહીં તમને પ્રકૃતિના ઘણા બધા અદભૂત નજારા જોવા મળશે અને જેનાથી પર્યટક તેના પ્રત્યે વધુ આકર્ષિત થાય છે.
અલમોડા
અલમોડા ઉત્તરાખંડનો એક જિલ્લો છે અહિં તમને પ્રકૃતિનો એક અલગ જ પ્રકારનો નજારો જોવા મળશે. દિલ્હીથી અલમોડા 350 કિલોમીટર દૂર છે, અહીં તમારે ઉનાળામાં ફરવા માટે ઘણી બધી સંખ્યામાં પર્યટક આવે છે અને અહીંના મનોરમ્ય નજારા નો આનંદ માણે છે. અહીં તમે ખૂબ જ ઓછા પૈસામાં એક સારી રીતે પ્લાન કરી શકો છો અને અલમોડા માં જાગેશ્વર મંદિર, નંદાદેવી મંદિર, કસાર દેવી મંદિર અને સ્વામી વિવેકાનંદ મંદિર, જોવાલાયક દર્શનીય સ્થળ છે.
લેન્સડાઉન
જો તમને પહાડની જગ્યા ખૂબ જ પસંદ છે તો તમે શહેરના અવાજથી દૂર લેન્સડાઉન માં શાંતિની પળ વિતાવી શકો છો. ઉત્તરાખંડથી લેન્સડાઉન ની સૌથી સારી જગ્યા તમને બીજે ક્યાંય મળી શકતી નથી, અહીં ઘણા બધા જુના મંદિર અને પ્રકૃતિના સુંદર નજારા તમને જોવા મળી શકશે. અને અહીંની ખૂબ જ સુંદર ખીણોઆ જગ્યાને જોવા માટે પર્યટકોને ખેંચી લાવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “જૂન-જુલાઈમાં🧑✈ફરવા જવા માટેની બેસ્ટ જગ્યાઓ, જ્યાં તમે માનસિક શાંતિ મેળવી શકો છો👇”