જિંદગીથી ગમે તેવા કંટાળ્યા હોય એકદમ ફ્રેશ થવા માટે જાઓ સાઉથ ઇન્ડિયાના આ 3 હિલ સ્ટેશન પર.

ઘર-ઓફીસ અને ઓફીસ-ઘર, રોજીંદી આ જિંદગીથી માણસ કંટાળી જતો હોય છે. એવામાં એ દિમાગને એકદમ આરામ આપવા ઈચ્છતો હોય છે અને શરીરને રીલેક્ષ કરવાનું પસંગ કરતો હોય છે. એ માટે બેસ્ટ વે છે કે થોડા દિવસો માટે ઘર અને કામકાજથી દૂર રહીને ગમતી જગ્યાઓ પર પરિભ્રમણ કરીએ. જો તમે પણ રોજની નિયમિત જિંદગીથી કંટાળીને લાઈફને રીફ્રેશ કરવા ઇચ્છતા હોય તો આ આર્ટિકલ આપને ખુબ કામ આવશે.

Image Source

કંટાળાજનક રૂટીન લાઈફમાંથી બહાર નીકળીને થોડા દિવસો માટે પ્રકૃતિની ગોદમાં ખૂબસૂરત જગ્યાઓ ફરવા ઇચ્છતા હોય તો ચાલો જાણીએ એવા ક્યાં ડેસ્ટીનેશન છે જ્યાં જિંદગીમાં એકદમ આરામ મળે છે?

તમે સાઉથ ઇન્ડિયાના લોકેશન જોયા છે? જો જવાબ ‘ના’ હોય તો આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચવાનો ભૂલશો નહીં અથવા સાઉથ ઇન્ડિયાની સફર કરીને આવ્યા હોય તો પણ આ માહિતીને છેલ્લે સુધી જુઓ, તમે કોઈ ફરવાની અને મજા માણવાની ઘડી ચુકી તો નથી ગયા ને?

ભારત દેશના બેનમુન હિલ સ્ટેશન એટલે કે દક્ષીણ ભારતમાં આવેલા હિલ સ્ટેશન : અહીં ભગવાને અદ્દભુત ખૂબસુરતી બક્ષી છે એટલે તો આ જગ્યા ભારતના વેસ્ટર્ન ઘાટમાં 1600 મીટરની લાંબી શ્રુંખલામાં ગુજરાતથી લઈને દક્ષીણ ભારતના કન્યાકુમારી સુધી ફેલાયેલ છે. આ પર્વત શ્રુંખલાને ‘સહ્યાદ્રી પર્વત’ પણ કહેવામાં આવે છે. છે ને ખરેખર આ માહિતી જાણવા જેવી? તો ચાલો હજુ પણ માણીએ માહિતીની અનેરી સફર…

લાઈફને રીફ્રેશ કરવા માટે આ બધા ડેસ્ટીનેશન છે એકદમ પરફેક્ટ :

1. કોડાઈકનાલ :

Image Source

તમિલનાડુ રાજ્યમાં સ્થિત, કોડાઈકનાલ ભારતનું સૌથી પ્રસિદ્ધ એવું હનીમૂન લોકેશન છે. તમિલનાડુથી એક લેકસાઈડ રિસોર્ટ શહેર કોડાઈકનાલમાં એક સુંદર જલવાયુ, ધુમ્મસથી ઢંકાયેલ ચટ્ટાન અને ખૂબસૂરત ઝરણાઓ આવેલા છે. કોડાઈકનાલનો અર્થ આમ તો ’વનનો ઉપહાર’ એવો થાય છે. અને વાસ્તવમાં છે પણ આવું જ! અહીં વન વિસ્તાર ઘણો જ મનમોહક છે. અહીંનું વાતાવરણ માણસના ટ્રેસને ઘટાડે છે અને એકદમ રીલેક્ષ થવા માટે મદદરૂપ થાય છે.

અહીં હિલ સ્ટેશન પણ જોવા મળે છે. પલાની હિલ્સની રોલિંગ ઢાળની વચ્ચે, કોડાઈકનાલ સમુદ્ર સપાટી તળથી 7200 ફૂટની ઉંચાઈ પર આવેલ છે. તમે જયારે પણ આ હિલ સ્ટેશન પર જશો ત્યારે અનુભવ કરશો કે આપણે જેવી કલ્પના કરતા હોય એ મુજબનું અહીં વાતાવરણ જોવા મળે છે. એટલે અહીં દૈનિક જિંદગીથી થોડા દિવસો દૂર થઈને એકદમ આરામની જિંદગી જીવવામાં એકદમ મજા આવશે. અહીં ગયા પછી તમે બાઇકિંગ, ટ્રેકિંગ ટ્રેલ્સ પર નીકળી શકો છો અને વિશાળ જંગલોમાં હરતા ફરતા પ્રકૃતિની મજા માણી શકો છો.

2. વાગામોન :

Image Source

વાગામોન, કેરલમાં આવેલ એક ખુબસુરત અને જિંદગીને રીલેક્ષ કરે એવું સ્થળ છે. અહીં લીલીછમ પહાડીઓ, ખાડીઓ અને વહેતી નદીઓ પર્યટકોનું આકર્ષણ વધારે છે. આ એવા લોકો માટેની બેસ્ટ જગ્યા છે, જે ભીડભાડવાળા વિસ્તારમાં રહીને કંટાળ્યા હોય અથવા નિયમિત મશીન લાઈફથી થોડા દિવસો દૂર રહીને રીલેક્ષ થવા ઈચ્છે છે. અહીં ચા ના બગીચા જોવા મળે છે, તાજી ઠંડી હવા અને ઝરણાનું ખળખળ વહેતું પાણી મનને આનંદિત બનાવે છે. અહીંના ઘાસ મેદાનો સમુદ્ર તળની સપાટીથી આશરે  1200 મીટરની દૂરી પર સ્થિત છે. વાગામોન, એવું સ્થળ છે કે અહીં ફરવાની મજા વિશેષ છે, જે ક્યારેય જિંદગીમાં અનુભવ કર્યો ન હોય! વાગામોન સુધી જતા રસ્તા, દેવદારના જંગલો તેમજ ચટ્ટાનોથી કપાયેલ છે. અહીંના હિલ સ્ટેશન પાસે 3 ખૂબસુરત પહાડીઓની શ્રુંખલા જોવા મળે છે.

આ શ્રુંખલાને થંગલ પહાડી, મુરગન પહાડી અને કુરીસ્મલા કહેવામાં આવે છે. તો અનંત આનંદની સલાહ માટે તમે વાગામોનની સફર કરી શકો છો. પ્રાકૃતિક સુંદરતા આપના મનને નવજીવિત કરી દેશે. આમ તો અહીંનું વાતાવરણ જ એવું છે કે કોઇપણ વ્યક્તિ રીલેક્ષ થઇ જાય છે. તો આપ પણ અહીંનું ટ્રીપ પ્લાન કરી શકો છો.

3. ટાડા :

Image Source

આ એક દિલચસ્પ ડેસ્ટીનેશન છે અને અલગ પ્રકારની ટ્રીપ કરવાના શોખીન લોકો માટે ફેવરીટ છે. તમિલનાડુ – આંધ્રપ્રદેશની સીમા પર આવેલ ટાડા, શહેરથી દૂર આવેલ વિસ્તાર છે. અહીં સ્વર્ગ સમાન અનુભૂતિ થાય છે કારણ કે અહીં શહેરની દોડભાગની જિંદગીથી દૂર થવાનો મોકો મળે છે અને કંટાળેલા મનને ફરીથી નવી ઉર્જા અને હોંસ મળે છે. આ શાંતિ સ્થાન સુંદર ખેતરો, લીલીછમ પહાડીઓ અને ખૂબસૂરતાથી લથબથ છે. અહીં કેમ્પીંગ, ટ્રેકિંગ અને રોક કલાઈમ્બીંગ માટેના વિકલ્પ પણ મળી રહે છે. ટાડા પર મિશ્ર સંસ્કૃતિનો પણ પ્રભાવ જોવા મળે છે. કારણ કે આ સ્થળ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ એમ બંને રાજ્યોની વચ્ચે સ્થિત છે.

દક્ષિણ ભારતમાં સ્થિત આ ડેસ્ટીનેશનો વાસ્તવમાં પ્રકૃતિનો ખજાનો છે. એ કારણે અહીંના હિલ સ્ટેશનો પર ફરવાની મજા એટલે જિંદગીને રીલેક્ષ કરવાની સચોટ ચાવી. અહીં ફરવાથી ટ્રેસને દૂર કરીને લાઈફને રીફ્રેશ મોડ આપી શકાય છે.

આશા છે કે આજની માહિતી આપ સૌ ને પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહો.

#Author : Ravi Gohel

Leave a Comment