જો તમે પણ બનાવશો બેસન અને ડુંગળીનું શાક તો રહી જાશો આંગળીઓ ચાટતા…

image source

મિત્રો, બેસન-ડુંગળી ની સૂકું શાક તુરંત તૈયાર થઈ જાય છે અને તે એટલી સ્વાદિષ્ટ છે કે, તેને તમે બાળકોને લંચ બોક્સ અથવા તો પતિ ને ટિફિનમા પણ આપી શકો છો. આ સ્વાદિષ્ટ શાક ૧૦-૧૫ મિનિટમા તૈયાર કરવામાં આવે છે. તો ચાલો આજે આ શાક ની રેસીપી વિશે માહિતી મેળવીએ.

આવશ્યક સાધન-સામગ્રી :

  • ડુંગળી : ૪ નંગ
  • લીલા મરચા : ૩ નંગ
  • ટામેટા : ૧ નંગ
  • ચણાનો લોટ : અડધો કપ
  • સરસવ : એક ચમચી
  • જીરુ : એક ચમચી
  • વરીયાળી : એક ચમચી
  • હીંગ : એક ચમચી
  • આદુ-લસણ : બે ચમચી
  • ચિલ્લી ફ્લેક્સ : એક ચમચી
  • ધાણા પાવડર : એક ચમચી
  • કાળા મરી પાવડર : અડધી ચમચી
  • શેકેલા જીરુ પાવડર : એક ચમચી
  • શેકેલા કસુરી મેથી = 1 ટીસ્પૂન
  • મીઠું :  એક ચમચી
  • તેલ : ત્રણ ચમચી

વિધિ :

આ શાક બનાવવા માટે સૌથી પહેલા કડાઈમા બેસન ઉમેરીને તેને શેકી લ્યો. ચણા નો લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી શેકો અને તેને શેક્યા બાદ તેને પ્લેટમાં બહાર કાઢો. ત્યારબાદ કડાઈમા  તેલ ઉમેરો અને તેને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમા સરસવ ઉમેરો અને તેને થોડુ ફ્રાય કરો. ત્યારબાદ તેમા હીંગ , જીરુ અને વરિયાળી ઉમેરો અને ૩૦-૪૦ સેકંડ માટે ફ્રાય કરો. ત્યારબાદ તેમા લસણ અને આડું ઉમેરીને તેને શેકી લ્યો.

આદુ-લસણનો થોડો રંગ બદલાવ્યા બાદ તેમાં ડુંગળી ઉમેરો અને હલાવો. ત્યારબાદ તેમા હળદર પાવડર ઉમેરો અને ડુંગળી સાથે હળદર મિક્સ કરી ત્રણ મિનિટ માટે પકાવો. ત્રણ મિનિટ ડુંગળીને રાંધ્યા બાદ ટામેટાં ઉમેરી તેને મિક્સ કરો. આ શાકમા ટામેટા ને મેશ ના કરવાની કાળજી લો. તપેલી ને ઢાંકણ થી ઢાંકીને ધીમી જ્યોત પર બે થી ત્રણ મિનિટ સુધી રાંધવા. ત્યારબાદ તેને મિક્સ કરો. ત્રણ મિનિટ પછી લીલા મરચા , કોથમીર પાવડર , કાળા મરી પાવડર , શેકેલા જીરુ પાવડર , લાલ મરચુ ઉમેરી વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.

ગેસ ની જ્યોત ને ધીમ્મી રાખો, જેથી મસાલા બળી ના જાય. શાકમા વધુ સ્વાદ ઉમેરવા માટે એક ચમચી શેકેલી કસુરી મેથી ઉમેરી હલાવતા રહો. ત્યારબાદ તેમા નમક ઉમેરો અને હલાવતા સમયે તેને સારી રીતે મિક્સ કરો. ખાતરી કરો કે, ખૂબ જ અંતમા નમક ઉમેરો. જો તમે પહેલા નમક ઉમેરશો તો ડુંગળી અને ટમેટા તેમનું પાણી છોડશે, જે તેમને ખૂબ નરમ બનાવશે. હવે તેમાં થોડો ચણાનો લોટ નાખો અને હલાવતા રહો.

જ્યારે ચણાનો લોટ ડુંગળી-ટમેટા ને કોટ કરે છે. ત્યારબાદ બાકી રહેલુ ચણાનો લોટ નાખો અને હલાવતા રહો. ચણાના લોટ ને એકસાથે ના ઉમેરો પણ તેને બે થી ત્રણ વખત છંટકાવ કરો અને હલાવતા રહો. શાકમા  ચણાનો લોટ બરાબર મિક્ષ કર્યા પછી તપેલીને ઢાંકી લો અને ધીમી આંચ પર બે થી ત્રણ મિનિટ સુધી પકાવો. નિયત સમય પછી ગેસ બંધ કરો. તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ શાક.

વિશેષ નોંધ :

ડુંગળી ને વધુ પડતા નરમ ના રાખવી, તેને ફક્ત બે થી ત્રણ મિનિટ માટે પકાવો. તમે તમારા સ્વાદ અનુસાર વધુ કે ઓછા મરચા કરી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment