આજકાલ લોકો પોતાના કામ ધંધા પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે. કે ધીરે ધીરે તેઓ પોતાની સંસ્કૃતિથી અલગ થઈ રહ્યા છે. ખાસ કરીને લોકો હવે જમીન બેસીને ભોજન કર્યા વગર ડાઈનીંગ ટેબલ પર બેસીને ભોજન કરવાની આદત પાડી રહ્યા છે. પરંતું જમીન પર બેસીને ભોજન કરવું તે પરંપરા આપણી પ્રાચીન પરંપરા છે. અને તેના ઘણા ખરા લાભ પણ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જમીન પર બેસીને ભોજન કરવાથી કયા કયા લાભ તમને થઈ શકે છે.
જમીન પર ભોજન કરવું એક યોગાસન
જમીન પર બેસીને જો તમે ભોજન કરશો તો તે એક પ્રકારનું યોગાસન છે જેને સુખાસન કહેવામાં આવે છે. જેના ઘણા લાભ છે. ખાસ જમીન પર બેસીને જો તમે ભોજન કરશો તો તમને કમરના દુખાવાની સમસ્યા નહી સર્જાય. સાથેજ ગુસ્સો પણ ઓછો આવશે અને માનસિક શાંતિ પણ તમને મળી રહેશે. પરંતુ તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે મોઢામાં કોળીયો નાખતી વખતે તમારે આગળ નથી નમવાનું.
ફાંદ ક્યારેય નથી વધતી
આ સીવાય જો જમીન પર બેસીને તમે ભોજન કરશો તો તમારું વજન ક્યારેય નહી વધતું. સાથેજ જો ધીરે ધીરે ભોજન કરશો તો તમારી પાચન શક્તિ પણ વધશે. જેના કારણે તમારું વજન નિયંત્રણમાં રહેશે. સાથેજ તમારી ફાંદ પણ ક્યારેય બહાર નહી આવે.
બ્લડ પ્રેશરની સમસ્યા પણ નહી થાય
જમીન પર બેસીને ભોજન કરવાથી તમને ભવીષ્યમાં ક્યારેય બ્લડ પ્રેશરની સમસ્યા પણ નહી થાય. કારણકે જમીન પર બેસવાથી કમરની નીચેના ભાગમાં દબાણ પડે છે. જેના કારણે શરીરને આરામ મળતો હોય છે. અને શ્વાસ લેવામાં પણ તમને સરળતા રહેશે. અને આ બધાજ કારણોને કારણે તમારા શરીરમાં ક્યારેય બ્લડપ્રેશર જેવી સમસ્યા નહી સર્જાય
પાચનતંત્રમાં સુધારો આવશે
જો તમને કબજીયાતની સમસ્યા છે. તો જમીન પર બેસીને તમે ભોજન કરશો. તો તમારી તે સમસ્યા પણ દૂર થઈ જશે. કારણકે જમીન પર બેસીમે ખાવાથી તામારું પાચનતંત્ર મજબૂત થાયછે. સાથેજ જો તમે પેટ સંબંધી અન્ય સમસ્યાઓ જેવી કે એસીડીટીથી પરેશાન છો. તો તમને તેવી સમસ્યાઓથી પણ રાહત મળશે, અને થોડાકજ સમયમાં તમને પેટને લગતી સમસ્યાઓમાંથી છૂટકારો મળી રહેશે
હ્રદય રોગોથી છૂટકારો મળશે
ડાઈનીંગ ટેબલ કે બેડ પર બેસીને તમે ખાશો તો તમારા શરીરમાં યોગ્ય રીતે રૂધિર ભ્રમણ નહી કરી શકે. જેના કારણે તમને બ્લડપ્રેશરની પ્રોબલેમ થઈ શકે છે. અને આ પ્રોબલેમને કારણે તમારા હ્રદય પર ગંભીર અસર પડી શકે છે. જેથી જમીન પર બેસીને ભોજન કરશો તો ભવીષ્યમાં તમને ક્યારેય પણ હ્રદય સંબંધી સમસ્યા નહી સર્જાય.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ronak Bhavsar & FaktGujarati Team