ઔષધીય ગુણો થી ભરપૂર હોય છે લીંબુ, આ રીતે થાય છે ફાયદા..

લીંબુ ને આપણાં અહિયાં ઉત્તમ રોગ નાશક અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું ફળ ગણવામાં આવે છે. લીંબુ પોષકતત્વ થી ભરપૂર ફળ છે.

લીંબુ પાણી ને જો દેશી કોલ્ડ ડ્રિંક કહેવામાં આવે તો તેમા  કઈ ખોટું નથી. પ્રોટીન,carbohydrate, મિનરલ્સ થી ભરપૂર આ પીણું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક ઘર માં લીંબુ સરળતા થી મળી જાય છે. શરબત, અથાણું જ નહીં લીંબુ નો ઉપયોગ ઘણી દવાઓ બનાવા માં થાય છે. લીંબુ માં વિટામિન c ભરપૂર હોય છે.

Image Source

ચાલો જાણીએ લીંબુ ના ફાયદા.

પેટ માં થતો દુખાવો

Image Source

મીઠું, અજમો,જીરું, અને ખાંડ ને બરાબર માત્રા માં મિક્સ કરી ને જીણું દળી લેવું. તેમા થોડો લીંબુ નો રસ ભેળવી ને ગરમ પાણી સાથે લેવા થી તેમા રાહત થાય છે.

કબજિયાત માં રાહત

Image Source

સવારે ઉઠી ને ખાલી પેટે 2 ગ્લાસ પાણી માં લીંબુ નો રસ ભેળવી તેમા થોડું મીઠું નાખી ને પી જાવ. જો તમને કબજિયાત ની પ્રોબ્લેમ બહુ જૂની હોય તો આ નુસખો સવાર સાંજ કરવો.

ઊલટી

અડધા કપ પાણી માં અડધો લીંબુ નો રસ, જીરું અને ઈલાયચી ના દાણા વાટી ને તેમા નાખી દેવા. 2-2- કલાકે તેને પીવાથી ઊલટી બંધ થઈ જશે.

સાંધા નો દુખાવો

પ્રભાવિત અંગ પર લીંબુ ના રસ ની માલિશ કરવી અથવા તો પાણી માં લીંબુ નો રસ ભેળવી ને પીવાથી રાહત થાય છે.

મોઢા ની દુર્ગંધ દૂર થાય છે.

Image Source

એક કપ પાણી માં લીંબુ નો રસ નિચોવી  ને કોગળા કરવા. આ પાણી ને આખા મોઢા માં અહિયાં ત્યાં ફેરવી ને કોગળા કરવા.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment